________________
ઉત્તરણાણિ
અધ્યયન-૨ : શ્લોક ૨૪ ટિ ૪૦-૪૩
(૧) સ્ત્રી વગેરેથી રહિત હોવાને કારણે એકાંત.
(૨) અવ્યાબાધ. ૪૦. એક રાતમાં શું થઈ જવાનું છે (fમેરાઈ રિફ)
અહીં એક રાત્રિનો પ્રયોગ વિશેષ સાધનારત મુનિઓ માટે છે. એકલવિહારની પ્રતિમા અથવા અન્ય પ્રતિમાઓ ધારણ કરીને વિચરણ કરનારા મુનિઓ ગામમાં એક રાત અને નગરમાં પાંચ રાત રહી શકે છે. સ્થવિરકલ્પી મુનિ નવકોટિ વિહારપૂર્વક વિચરણ કરે છે. એટલા માટે તેમના માટે આ નિયમ નથી.' ૪૧. શવ્યાનવસતિ પરીષહ
કૌશાંબી નગરીના વિદ્વાન વિપ્ર યજ્ઞદત્તને બે પુત્રો હતા. તેમનાં નામ હતાં–સોમદત્ત અને સોમદેવ. તેઓ વેદોના પારંગત વિદ્વાન બની ગયા. અકસ્માત કોઈ નિમિત્ત મળ્યું અને તે બંને સંસારથી વિરક્ત થઈને સોમભૂતિ અણગાર પાસે દીક્ષિત બન્યા. બંનેએ જ્ઞાનાર્જન માટે શ્રેમ કર્યો અને થોડા જ સમયમાં તેઓ બહુશ્રુત બની ગયા. એકવાર તેઓ એક પલ્લીમાં આવી પહોંચ્યા. ત્યાંના લોકો મદિરાપાન કરતા હતા. તેમણે કોઈ પીણામાં મદિરાનું મિશ્રણ કરી બંને મુનિઓને તે પીણું આપ્યું. મુનિઓ તેમાં રહેલી મદિરાથી અજાણ હતા. તેમણે તે પીણું પીધું અને થોડા જ વખતમાં તેઓ ઉન્મત્ત બની ગયા. તેમણે વિચાર્યું–આપણે સારું ન કર્યું. આપણાથી આ પ્રમાદ થઈ ગયો. ભલે, આપણે અનશન-વ્રત લઈ લઈએ. તેઓ બંને નજીકની એક નદી પાસે ગયા અને ત્યાં પડેલાં બે લાકડાનાં પાટિયા પર પાદપોપગમન અનશન સ્વીકારીને પડ્યા રહ્યા. બે-ચાર દિવસ વીતી ગયા. અકાળે વરસાદ આવ્યો અને નદીમાં પૂર આવ્યું. તે પૂરમાં બંને ભાઈઓ તણાયા. સમુદ્રમાં જઈ પડ્યા. મોજાઓના તીવ્ર સપાટાથી તેઓ હત-વિહત થયા. જળચર જીવો તેમને કરડી ગયા. બંને ભાઈઓ બધી પીડાને સમતાપૂર્વક સહીને પંડિતમરણ પામ્યા.
૪૨. પ્રતિક્રોધ (પરિસંવત્ન)
‘પડવંગજોનું તાત્પર્ય છે-કોઈ ક્રોધને વશ થઈ ગાળ દે, ક્રોધથી સળગી ઊઠે, તો પણ મુનિ પ્રતિશોધની ભાવનાથી પ્રેરિત થઈ તેના પ્રતિ ક્રોધ ન કરે, ક્રોધાગ્નિમાં સળગે નહિ. આંખો લાલ-પીળી કરી, આખા શરીરમાં દાહ પેદા કરી, ગાળનો જવાબ પ્રચંડ ગાળથી આપવો, અગ્નિની માફક પ્રજવલિત થવા જેવું છે. મુનિ તેના પ્રત્યે પણ સંજવલન-ક્રોધ–અત્યધિક હળવો ક્રોધ પણ ન કરે, શાંત રહે. આચાર્ય નેમિચન્દ્ર અહીં એક સુંદર શ્લોક પ્રસ્તુત કર્યો છે –
आक्रुष्टेन मतिमता, तत्त्वार्थालोचने मतिः कार्या ।
યર સર્ચ : કોષ:, નૃતં લિંક કોપેન ? ૪૩. (રિસો રોફ વાના)
આ ચરણનું તાત્પર્ય એ છે કે જે મુનિ ગાળનો જવાબ ગાળથી આપે છે તે અજ્ઞાનીની જેવો જ થઈ જાય છે. અહીં એક ઘણું સુંદર ઉદાહરણ છે
૧, (ક) ૩ત્તરાધ્યયન વૂfખ, go ૬૬ : સો દિUવિહારી રે /
रातीए नगरे पंचरातीए। (ખ) વૃત્તિ , પત્ર ૨૨૦-૨૨૧:પ્રતિસાત્વિવાપેક્ષે ચૈત્ર-
मिति, स्थवीरकल्पिकापेक्षया तु कतिपया रात्रयः ।
૨. સુવો , પત્ર રૂ. ૩. વૃત્તિ , પત્ર ૨૨૨-૨૨૨T ૪. સુવિધા, પત્ર રૂ81
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org