________________
પરીષહ-પ્રવિભક્તિ
અધ્યયન ૨ : શ્લોક ૧૬-૧૭ ટિ ૨૪-૨૬
૨૪. (સં...સ્થિ) સ્ત્રી બીજી બીજી આસક્તિઓને પેદા કરનારી મહાન આસક્તિ છે. ચૂર્ણિકારે સ્ત્રીવિષયક બે શ્લોકો ઉદ્ધત કર્યા છે –
एता हसंति च रुदंति च अर्थहेतो-विश्वासयंति च परं न च विश्वसंति । तस्मान्नरेण कुलशीलसमन्वितेन, नार्यः श्मशानसुमना इव वर्जनीयाः ॥ समुद्रवीचीचपलस्वभावाः, सन्ध्याभरेखा व मुहूर्तरागाः ।
स्त्रियः कृतार्थाः पुरुषं निरर्थकं , निपीडितालक्तकवत् त्यजंती ।। ૨૫. સુકર છે (સુકું)
ચૂર્ણિકારે ‘સુવરને મૂળ પાઠ માની ‘સુને પાઠાંતર માન્યું છે. બૃહદ્રવૃત્તિકારે ‘સુને મૂળ માનીને ‘સુનો પાઠાંતરના રૂપમાં ઉલ્લેખ કર્યો છે.
‘સુવર'નો અર્થ છે–જે સુખપૂર્વક અથવા સરળતાથી કરી શકાય. ‘સુડે’નો અર્થ છે–સારી રીતે કરેલું. અર્થની પ્રાસંગિક્તાની દૃષ્ટિથી અહીં ‘સુાર પાઠ યોગ્ય લાગે છે.
વર્ણ-વ્યત્યય-રને સ્થાને ‘સુનો પ્રયોગ આગમ સાહિત્યમાં મળે છે. અહીં સુનું સંસ્કૃત રૂપ ‘સુકૃતં'ની અપેક્ષાએ ‘સુ' અધિક સંગત લાગે છે.
૨૬. (શ્લોક ૧૭)
આચાર્ય સંભૂતિવિજયના અનેક મેધાવી શિષ્યો હતા. મુનિ સ્થૂલભદ્ર તેમની પાસે રહીને ઘોર તપ કરી રહ્યા હતા. એક વાર સ્થૂલભદ્ર વગેરે ચાર અણગારો આચાર્ય પાસે આવ્યા અને બોલ્યા-અમે અભિગ્રહ કરવા ઈચ્છીએ છીએ. આપ અમને અનુજ્ઞા આપો.
એક મુનિએ કહ્યું-હું સિંહની ગુફામાં ચાતુર્માસ કરવા ઈચ્છું છું. બીજાએ કહ્યું–હું સાપના રાફડા પર. ત્રીજાએ કહ્યું-હું કૂવાના થાળા ઉપર અને સ્થૂલભદ્રે કહ્યું–હું કોશા વેશ્યાના ઘરે. ગુરુએ ચારેને રજા આપી. સિંહ ગુફાવાસી મુનિના તપના તેજથી સિંહ ઉપશાંત થઈ ગયો. સાપના રાફડા પર ઊભેલા મુનિની શાંતિથી દષ્ટિવિષ સાપ નિર્વિષ બની ગયો. કૂવાના થાળા પર ઊભેલા મુનિએ એકાગ્રતા સિદ્ધ કરી. વેશ્યાના ઘરે સ્થૂલભદ્ર મુનિને અનુકૂળ પરીષહો સહન કરવા પડ્યા.
ચાતુર્માસ પૂરો થયો. ચારે ગુરુ પાસે આવ્યા. આચાર્ય સિંહ ગુફાવાસી વગેરે ત્રણે મુનિઓની પ્રશંસા કરતા કહ્યું સ્વાગત છે દુષ્કર કાર્ય કરનારાઓનું. મુનિ સ્થૂલભદ્ર પણ આવ્યા. આચાર્યે ઊભા થઈ સ્વાગત કરતાં કહ્યું –અતિ દુષ્કર છે, અતિ દુષ્કર છે તમારું આચરણ.
ત્રણેએ વિચાર્યું, આચાર્યશ્રી પક્ષપાત કરી રહ્યા છે. સ્થૂલભદ્ર અમાત્યપુત્ર છે, એટલા માટે તેમના માટે આવા ઉદ્ગારો વ્યક્ત કર્યા.
બીજા વર્ષે સિંહ ગુફાવાસી મુનિ દ્વેષથી અભિભૂત થઈ કોશા વેશ્યાને ઘરે ચાતુર્માસ વીતાવવા ગયા. આચાર્યે બહુ અટકાવ્યા, પણ અહંકારને વશ થઈ તેણે માન્યું નહિ, કોશા વેશ્યાએ પોતાના હાવભાવથી તેને મોહિત કરી નાખ્યા. મુનિ તેના સૌંદર્ય પર
૧. ઉત્તરાધ્યયન ચૂળ, go દ I
૨. (ક) ઉત્તરાધ્યયન યૂઝિ, પૃ. ૬, એ
(ખ) વૃવૃત્તિ, પત્ર ૨૦૩૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org