________________
પરીષહ-પ્રવિભક્તિ
૬૫
અધ્યયન ૨: શ્લોક ૧૪ ટિ ૨૧
(ભાદરવો અને આસો), વરસાદ વરસતી વેળાએ તથા પ્રભાતસમયે ભિક્ષા માટે જતી વખતે તે ‘સચેલકી રહે છે."
આથી એમ લાગે છે કે એક જ મુનિ એક જ કાળમાં અચલક અને સચેલક–બંને અવસ્થામાં રહે છે.
શાન્તાચાર્ય અનુસાર જિનકલ્પ અવસ્થામાં મુનિ અચેલક હોય છે અને વિકલ્પ અવસ્થામાં પણ જયારે વસ્ત્રો મળવા દુર્લભ બને છે અથવા સર્વથા મળતાં જ નથી અથવા વસ્ત્ર હોવા છતાં પણ વર્ષાઋતુ વિના તે ધારણ ન કરવાની પરંપરા હોવાને કારણે અથવા વસ્ત્રો ફાટી જવાથી તે અચેલક થઈ જાય છે. નેમિચન્દ્રનો મત પણ સંક્ષેપમાં આ જ છે.
હેમન્ત ઋતુ પુરી થતાં અને ગ્રીષ્મ આવી જતાં મુનિ એકશાટક અથવા અચેલ થઈ જાય-એમ આચારાંગમાં દર્શાવવામાં આવ્યું છે. રાતના હિમ, ઝાકળ આદિના જીવોની હિંસાથી બચવા માટે તથા વરસાદમાં જળના જીવોથી બચવા માટે વસ્ત્રો પહેરવા-ઓઢવાનું પણ વિધાન મળે છે."
સ્થાનાંગમાં કહેવામાં આવ્યું છે—પાંચ સ્થાનો વડે અચેલક પ્રશસ્ત બને છે(૧) તેની પ્રતિલેખના અલ્પ હોય છે. (૨) તેનું લાઘવ (ઉપકરણ તથા કષાયની અલ્પતા) પ્રશસ્ત હોય છે. (૩) તેનું રૂપ (વેષ) વૈશ્વાસિક (વિશ્વાસયોગ્ય) હોય છે. (૪) તપોનુજ્ઞાત–તેનું તપ (પ્રતિસલીનતા નામે બાહ્ય તપનો એક પ્રકાર–ઉપકરણ-સંલીનતા) જિનાનુમત હોય છે. (૫) તેને વિપુલ ઈન્દ્રિયનિગ્રહ હોય છે.” ત્રીજા સ્થાનમાં કહેવામાં આવ્યું છે–ત્રણ કારણોસર નિગ્રંથ અને નિર્ગથીનીઓ વસ્ત્ર ધારણ કરી શકે છે (૧) લજ્જા-નિવારણ માટે. (૨) જુગુપ્તા-વૃણા નિવારણ માટે. (૩) પરીષહ-નિવારણ માટે,
આ જ અધ્યયનના ચોત્રીસમા અને પાંત્રીસમા શ્લોકમાં જે વસ્ત્ર-નિષેધ ફલિત થાય છે, તે પણ જિનકલ્પી અથવા વિશેષ અભિગ્રહધારીની અપેક્ષાએ છે–એમ પ્રસ્તુત શ્લોક ઉપરથી સમજી શકાય છે.
૨૧. ચૂર્ણિકારે આ શ્લોકના પ્રસંગમાં એક કથા પ્રસ્તુત કરી છે
એક બૌદ્ધ ભિક્ષ પોતાના આચાર્યની સાથે ક્યાંક જઈ રહ્યો હતો. આચાર્ય આગળ ચાલી રહ્યા હતા અને તે તેમની પાછળપાછળ, કંઈક દૂર ગયા ત્યારે તેમણે એક રસ્તાની બાજુમાં પડેલી દાબડી જોઈ. તેણે તેને ઉપાડીને પોતાના થેલામાં રાખી લીધી. હવે તેને ભય સતાવવા લાગ્યો. તે આચાર્ય પાસે આવીને બોલ્યો–ભંતે ! પાછળ-પાછળ ચાલવાથી મને ભય લાગે છે,
१. उत्तराध्ययन चूर्णि, पृ०६० : एगता नाम जदा जिणकप्पं
पडिवज्जति,अहवा दिवा अचेलगो भवति, ग्रीष्मे वा, वासासुवि वासे अपडिते ण पाउणति, एवमेव एगता अचेलगो भवति, सचेले यावि एगता' तंजहा-सिसिररातीए वरिसारते वासावासे
पडते भिक्खं हिंडते। ૨. “વૃત્તિ, પત્ર ૨૨-૨૩ : 'વા' ઈનિ જાને जिनकल्पप्रतिपत्तौ स्थविरकल्पेऽपि दुर्लभवस्त्रादौ वा सर्वथा चेलाभावेन, सति वा चेले विना वर्षादिनिमित्तमप्रावरणेन, जीर्णादिवस्त्रतया वा 'अचेलक' इति अवस्त्रोऽपि भवति ।
. सावबोधा.पत्र २२ : 'एकटा' जिनकल्पिकाद्यवस्थायां सर्वथा
चेलाभावेन जीर्णादिवस्त्रतया वा अचेलको भवति । सचेलश्च ‘અક્ષરા' વિન્ધાવસ્થાથીમ્ | ૪. માથા દ્વારા ५. बृहद्वृत्ति, पत्र ९६ : तह निसि चाउक्कालं
सज्झायज्झाणसाहणमिसीणं । हिममहियावासोसारया
इक्खाणिमित्तं तु ॥ ૬. તાપ ધાર૦૧ ૭. તાપ, ફારૂ૪૭.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org