________________
સંપાદકીય
પ્રાચીન સાહિત્યનું સંપાદન
સંપાદનનું કાર્ય સરળ નથી – જેમણે આ દિશામાં કંઈ પણ પ્રયત્ન કર્યો છે તેઓને આ હકિકત સુવિદિત છે. જેમની ભાષા અને ભાવવધારા આજની ભાષા અને ભાવવધારા વચ્ચે બહુ વ્યવધાન આવી ચૂકેલ છે તેવા બે-અઢી હજાર વર્ષ પુરાણા ગ્રંથોનું સંપાદનનું કાર્ય એથી ય જટિલ છે. ઈતિહાસની એ અપવાદ-રહિત ગતિ છે કે જે વિચાર કે આચાર જે આકારે જન્મે છે તે જ આકારે સ્થાયી રહેતો નથી. કાં તો તે મોટો બની જાય છે, કાં નાનો, આ હાસ અને વિકાસની કહાણી જ પરિવર્તનની કહાણી છે. અને કોઈ પણ આકાર એવો નથી કે કૃત હોય અને પરિવર્તનશીલ ન હોય. પરિવર્તનશીલ ઘટનાઓ, તથ્યો, વિચારો અને આચારો માટે અપરિવર્તનશીલતાનો આગ્રહ મનુષ્યને અસત્ય તરફ લઈ જાય છે. સત્યનું કેન્દ્રબિંદુ એ છે કે જે કૃત છેતે બધું પરિવર્તનશીલ છે. કત કે શાશ્વત પણ એવું શું છે કે જેમાં પરિવર્તનનો સ્પર્શ ન હોય? આ વિશ્વમાં જે છે, તે જ છે જેની સત્તા શાશ્વત અને પરિવર્તનની ધારાથી સર્વથા જુદી નથી. | શબ્દના ઘેરાવામાં બંધાનાર કોઈ પણ સત્ય એવું હોઈ શકે છે કે જે ત્રણે કાળે સમાનરૂપે પ્રકાશિત રહી શકે ? શબ્દના અર્થનો ઉત્કર્ષ કે અપકર્ષ થાય છે - ભાષાશાસ્ત્રના આ નિયમને જાણનાર એવો આગ્રહ ન રાખી શકે કે બે હજાર વર્ષ જૂના શબ્દનો જે આજે પ્રચલિત છે એ જ અર્થ સાચો છે. ‘પાંખડ' શબ્દનો જે અર્થ ગ્રંથો અને અશોકના શિલાલેખોમાં છે, તે આજના શ્રમણ-સાહિત્યમાં નથી. આજ તેનો અપકર્ષ થઈ ચૂક્યો છે. આગમ-સાહિત્યમાં સેંકડો શબ્દોની આ જ વાત છે કે તે બધા આજ મૌલિક અર્થનો પ્રકાશ આપતા નથી. આવી સ્થિતિમાં પ્રત્યેક ચિંતનશીલ વ્યક્તિ અનુભવી શકે છે કે પ્રાચીન સાહિત્યના સંપાદનનું કામ કેટલું મુશ્કેલ છે.
મનુષ્ય પોતાની શક્તિમાં વિશ્વાસ રાખે છે અને પોતાના પૌરુષથી ખેલે છે. આથી તે કોઈ પણ કાર્ય એટલા માટે છોડી નથી દેતો કે તે કાર્ય અઘરું છે. જો આવી પલાયનવૃત્તિ તેણે રાખી હોત તો પ્રાપ્યની સંભાવના જ માત્ર ન થઇ જાત, પરંતુ આજ જે પ્રાપ્ત છે તે અતીતની કોઈ પણ ક્ષણે વિલુપ્ત થઈ જાત. આજથી હજાર વર્ષ પહેલાં નવાંગી ટીકાકાર અભયદેવસૂરિ સામે અનેક મુશ્કેલીઓ હતી. તેઓએ તેની ચર્ચા કરતાં લખ્યું છે –
૧. સત્ સંપ્રદાય (અર્થ-બોધની સમ્યફ ગુરુ-પરંપરા) પ્રાપ્ત નથી. ૨. સતુ ઊહ (અર્થની આલોચનાત્મક કૃતિ કે સ્થિતિ) પ્રાપ્ત નથી. ૩. અનેક વાચનાઓ (આગમિક અધ્યાયનની પદ્ધતિઓ) છે. ૪. પુસ્તકો અશુદ્ધ છે. ૫. અર્થ વિષયક મતભેદ પણ છે. આ બધી મુશ્કેલીએ, હોવા છતાં પણ તેમણે પોતાના પ્રયત્ન છોડ્યો નહીં અને તેઓ કંઈક કરી ગયા.
મુશ્કેલીઓ આજ પણ ઓછી નથી, પરંતુ તેમના હોવા છતાં પણ આચાર્યશ્રી તુલસીએ આગળ સંપાદનનું કાર્ય પોતાના હાથમાં લીધું. આગમ-સંપાદનની પ્રેરણા અને સંકલ્પ
વિક્રમ સંવત ૨૦૧૧નું વર્ષ અને ચૈત્ર મહિનો. આચાર્યશ્રી તુલસી મહારાષ્ટ્રની યાત્રા કરી રહ્યા હતા. પૂનાથી નારાયણગાંવ તરફ જતાં-જતાં વચ્ચે એક દિવસનો પડાવ મંચરમાં થયો. આચાર્યશ્રી એક જૈન પરિવારના મકાનમાં ઊતર્યા હતા. ત્યાં માસિક પત્રોની ફાઈલો પડી હતી. ગૃહસ્વામીની અનુમતિ લઈને અમે તે વાંચી રહ્યાં હતા. સાંજની વેળા, લગભગ છ વાગ્યા હશે. હું એક પત્રના કોઈ ભાગનું નિવેદન કરવા માટે આચાર્યશ્રી પાસે ગયો. આચાર્યશ્રી પત્રો જોઈ રહ્યા હતા. જેવો હું પહોંચ્યો કે આચાર્યશ્રીએ “ધર્મદૂતના તાજા અંકની તરફ સંકેત કરતાં પૂછ્યું–‘આ જોયુ કે નહિ?’ જવાબમાં નિવેદન કર્યું–‘નહિ, હજી નથી જોયું.” આચાર્યશ્રી ખૂબ ગંભીર બની ગયા. એક ક્ષણ અટકી બોલ્યા–“આમાં બૌદ્ધ પિટકોના સંપાદનની ઘણી મોટી યોજના છે. બૌદ્ધોએ આ દિશામાં પહેલાં જ ઘણું બધુ કામ કર્યું છે અને અત્યારે પણ ઘણું કરી રહ્યાં છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org