________________
પુત્રી... .....गोत्रीयवर्य्या तदेतयोर्वर्य्यावरयोर्वरवर्य्यनिबिडोविवाहसंबंधोऽस्तु शांतिरस्तु तुष्टिरस्तु पुष्टिरस्तु धृतिरस्तु बुद्धिरस्तु धनसंतानवृद्धिरस्तु अर्ह ॐ ॥ મંત્રોચ્ચારપૂર્વક વર-વધૂનું ગોત્ર કહેવામાં આવે.
(૨૭) ગ્રંથિબંધન (છેડા બંધન)
વરના ખેસનાછેડે બાંધેલા સોપારી તથા ચાંદીનો સિક્કાવાળા છેડાને કન્યાના ઘરચોળાના છેડા સાથે કન્યાના માતા બાંધે. अस्मिन जन्मन्येष बंधोर्द्वयोर्वे कामे धर्मे वा गृहस्थस्वभाजि । योगो जात : पंच देवाग्निसाक्षी जाया पत्योरंचलग्रंथिबंधात् ॥
૩ ફેરા દ૨મ્યાન કન્યા આગળ તથા વર પાછળ ચાલે. વરવધૂ મંત્રોચ્ચાર વખતે સ્વાહા સાથે અક્ષતાંજલિ આપે. ઉપસ્થિત સ્વજનો બંનેને અક્ષતના દાણાથી વધાવે.
(૨૮) અગ્નિ પ્રદક્ષિણા (ફેરા)
અગ્નિની પ્રદક્ષિણા- ફેરા ફરતી વખતે જે મંત્રોચ્ચાર કરવામાં આવે છે તેમાં આઠ કર્મોનાં નામોલ્લેખપૂર્વક વિશેષરૂપે મોહનીય કર્મ અને તેના પ્રકારો બતાવીને નવદંપતિ એકબીજાનું અનુસરણ કરતાં પોતાના રાગદ્વેષ, મોહ, ઇચ્છા, આકાંક્ષા વગેરેને ઓછા કરવાની સાથે આત્માને ઉન્નત બનાવતા વીતરાગ પ્રણીત મોક્ષ માર્ગે આગળ વધતા રહે એવી કામના કરવામાં આવે છે.
२२
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org