________________
પ્રાચીન જૈનલેખસંગ્રહ. ( ૩૩૪) ખણપુરના લેખ.ન. '૮-૯૭
સલખણપુરના લેબ.
(૪૬૯ થી ૪૯૭.) આ ગામ પણ ઉપર જણાવેલા પ્રાંતમાં-રતેજથી ૫-૭ ગાઉ ઉપર આવેલું છે. આ ગામમાં આગળ ઉપર બે ત્રણ મંદિરે હતા પરંતુ હાલમાં તે બધાને ભેગાં કરી એકજ નવું મંદિર તૈયાર કર્યું છે. એ મંદિરમાં પણ ઉપર જણાવ્યા પ્રમાણે એક ભયા જેવી કેટડીમાં જૂના પરિકરે અને પબાસણ મૂકી રાખેલા છે તેમના ઉપર આ બધા લેખો કોતરેલા છે. બધા લેખે ૧૪મા સૈકાના પૂર્વ ભાગના છે અને તેમનામાં જુદા જુદા બે ત્રણ મદિરોનાં નામે મળી આવે છે તેમજ બે ત્રણ ગ૭ના જુદા જુદા આચાર્યોનાં નામે પણ પ્રતિષ્ઠાકારક તરીકે ઉપલબ્ધ થાય છે. આ ઉપરથી જણાય છે કે એ સમયમાં બે ત્રણ મંદિરે એક સાથે જ એ સ્થાનમાં તૈયાર કરવામાં આવ્યાં હશે. લેખોમાંનું વર્ણન કુ અને પણ રીતે સમજાય તેવું છે.
સંખેશ્વર તીર્થના લેબ.
(૪૯૭-પ૦૫). આ નવ લેખે સંખેશ્વર તીર્થ માંથી મળી આવ્યા છે.
એમને પ્રથમ લેખ, સંખેશ્વર પાર્શ્વનાથની જે મુખ્ય મૂર્તિ છે તેની આજુબાજુ બે કાર્યોત્સર્ગસ્થ પ્રતિમાઓ (કાઉસગિઆઓ) છે તેમના નીચે કેરેલે છે.
અમદાવાદ નિવાસી, સા. જગતમાલના પુત્ર પુણ્યપાલે સં. ૧૬૬૬ માં, આ પરિકર કરાવી વિજ્યદેવસૂરિના હાથે તેની પ્રતિષ્ઠા કરાવી હતી.
આ પછીના ત્રણ લેખો, આજુબાજુની દેવકુલિકાઓમાં આવેલી પ્રતિમાઓ ઉપરથો મળી આવ્યા છે. હકીકત છ જ છે. નં. ૫૦૧ થી ૪ સુધીના લેખો, એ જ સંખેશ્વર ગામમાં જૂના મંદિરના જે ખંડેરો છે તેમાંથી મળી આવ્યા છે. હાલમાં જે મંદિર છે તે ૧૮ મા કે ૧૯ મા
७४४
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org