SearchBrowseAboutContactDonate
Page Preview
Page 747
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રાચીન જૈનલેખસંગ્રહ. (૩૧૪) કચ્છના ખાખર ગામના લેખ. નં. ૪૪૬. ༤་ནང་གསའ ངལ ༤.༣ ,ན་འཆངང་དཀ༤ ན ར ང ག་ તાના ગુણથી અને તેમની અકલ દેલતથી રંજિત થએલા તે કદરદાન રાજાએ સંપૂર્ણ દેશમાં વધ બંધ કરાવ્યું તેનું, તથા જૈનેના દિલોજાની આવકારદાયક પર્યુષણદિ પર્વમાં સર્વ પ્રાણુઓને છુટક કરાવ્યો તેનું ખ્યાન કરેલું છે. દશમા કાવ્યમાં ખુશનશીબ ભારમલ્લજીએ જેના જાન બચાવવા ભૂતલ ઉપર કરેલું અભયદાન વર્ણવેલું છે. અગિયારમા કાવ્યમાં ભક્તિભાવને દા કરનાર એવા તે રાજાએ ભકિત માટે મોટા પાયા પર કરાવેલા અદ્ભત રાજવિહાર નામના શ્રી યુગાદિ પ્રભુના પ્રાસાદની નેંધ લીધી છે. બારમા કાવ્યમાં શ્રીનાભેય જિનની તથા ચિંતામણિ પાર્શ્વનાથની તથા શીતલનાથજીની મૂર્તિઓ કરાવી નિર્મલ બુદ્ધિવાલા અને મૂર્તિપૂજાના હિમાયતી એવા તે રાજાએ શ્રી વિવેકહર્ષગણિની ઉપદેશપ્રથાને સફળ કરી પૂજ્યબુદ્ધિ બતાવી તે વર્ણવેલી છે. તેમા કાવ્યમાં શ્રી તપાગણગગનાંગણમાં ગગન ધ્વજ જેવા શ્રીવિજ્યસેનસૂરીશ્વરના પ્રસાદથી શ્રીવિવેકહર્ષ વિવવારે ભૂપને પ્રતિબોધ આપે તેની સૂચના કરી છે. ચિદમાં કાવ્યમાં રાયવિહારને નિર્માણકાલ જાહેરની જાણ માટે મૂકતાં સંવત્ ૧૬૨(પી) ૮ ૯ ના શ્રાવણ માસની અજવાલી પાંચમ * આ સંવત બ્રાંતિવાળા જણાય છે, કારણ કે ઉપરના લેખમાં જણાવ્યા પ્રમાણે સંવત ૧૬૫૬ માં જ પ્રથમ વિહાર વિવેકહર્ષગણિએ કચ્છ દેશમાં કર્યો હતો તેથી તેની પહેલાં અને આ સંવત તે ઘણેજ પાછળ એટલે ૨૮ વર્ષ જેટલા દીર્ધકાલ પૂર્વે જાય છે તેવા જૂના વખત–ઉક્ત મંદિરનું બનવું અસંભવિત અને અસંબદ્ધ છે. બીજી એતિહાસિક હકીકત સાથે પણ તે બંધ બેસતો નથી. ડ, બસ (જુઓ, આ. લ. સ. એફ . ઈ. કચછ અને કાઠિયાવાડ, પૃ ૨૦૦ ) ની નોંધ પ્રમાણે રાજા ભારમલ્લ-જેણે પ્રસ્તુત મંદિર બાંધ્યું હતું –સંવત ૧૬૪ર માં ગાદિએ આવ્યો હતો. તેથી સં. ૧૬૨૮ માં તેનું રાજ્ય ન હોઈ શકે. તેમજ આ લેખસાર” માં આચાર્ય વિજયદેવસૂરિનું પણ નામ છે. તેમને આચાર્ય પદવી સં. ૧૬૫૬ માં મળી હતી, (વિનચારિતા ૧૭-૪૭ ) તેથી ઉક્ત સંવતમાં તેમનું પણ અસ્તિત્વ નહિ હોઈ શકે. મારા વિચાર પ્રમાણે એ સંવત ૧૬૫૮ હેવો જોઈએ, અને “૨'ના અંકને ઠેકાણે “પ”નો અંક હોવો જોઈએ સંગ્રાહક ૭૨૪ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005113
Book TitlePrachin Jain Lekh Sangraha Part 02
Original Sutra AuthorN/A
AuthorJinvijay
PublisherJinagna Prakashan Ahmedabad
Publication Year2010
Total Pages780
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy