________________
પ્રાચીન જૈનલેખસંગ્રહ
(૨૬૪)
[ કોરટાના લેખે, નં. ૩૭૬.
બીજા લેખને ઘણે ખરે ભાગ જ રહ્યો છે. મિતિ સિવાય, કર્કટવશ અને શાંતિનાથનું બિંબ આ બે વાક જ અવશિષ્ટ છે.
આ (પહેલા) લેખમાં જણાવેલા આચાર્ય ચજિતદેવ અને તેમના શિષ્ય વિજયસિંહ તે ઉપર ૨૮૯ નબરવાળા લેખ અને અવકનમાં જણાવેલા અજિતદેવ-વિજયસિંહ (ગુરૂ-શિષ્ય) બંને એકજ છે કે ભિન્ન છે તે એક શંકાગ્રસ્ત પ્રશ્ન થઈ પડ્યું છે. કારણ કે ઉક્ત ઉપરના લેખની મિતિ જ્યારે સં. ૧૨૦૬ છે ત્યારે આની ૧૧૪૩ છે. આ પ્રમાણે તે બંને લેબેની વચ્ચે ૬૩ વર્ષ જેટલું લાંબે સમય છે કે જે એક વ્યકિતને તેટલા સમય સુધી આચાર્યપદ ઉપર અધિષ્ઠિત રહેવા માટે અસંભવ જેવું ગણાય. નામ સામ્ય ઉપરથી તે બંને લેખેવાળા એકજ હેય એમ વિશેષ સંભવિત જણાય છે. તેથી મારા વિચાર પ્રમાણે આ પ્રસ્તુત લેખવાળી સાલ જે ૧૧૪૩ - ની છે તે વાંચવામાં અથવા તે પછી કેતરવામાં ભૂલ થઈ છે અને
સં. ૧૧૮૩ કે તેની આસપાસના બીજા કેઈ ૧૦ વર્ષ પહેલાં–પછીની આ સાલ હેવી જોઈએ. જૂની જૈન લિપિમાં ૮ અને ૪ ને સરખા વાંચવા કે કેતરવાની ભ્રાંતિ થવી ઘણું સહેજ છે. કારણ કે બંનેના આકારમાં લખનારાઓની અમુક વળણના લીધે કેટલીક વખતે ઘણુંજ સમતા આવી જાય છે.'
અથવા તે સાલ ખરી હોય અને બ્રાંતિ ત્યાં થઈ હોય કે જ્યાં આગળ “શ્રીમતોગતિ” આ વાક્ય આવેલું છે. કારણ કે લેખમાં સુચવ્યા પ્રમાણે તેટલા અક્ષરે ઘસાઈ ગયા છે તેથી સ્પષ્ટ વાંચી શકાતા નથી. આ કારણને લઈને અજિતદેવના ઠેકાણે અભયદેવ કે એવું જ બીજું કોઈ નામ પણ હોઈ શકે.
આ લેખે પણ શ્રી ભાંડારકરની નેટ ઉપરથી ઉતારવામાં આવ્યા છે.
૬૭૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org