________________
નાલના લેખા. નં. ૩ ૨ - પ ] ( ૧૫ )
અવલોકન
( ૩૬૨ ). આ લેખ માટે, મી. ભાંડારકરે નીચે પ્રમાણે નોંધ આપી છે—
નાના ગેલેરીને એક લેખ જેની મિતિ “સાવ"૧૩૨૦ વર્ષે માઘ સુદિ ૧ સેમે” છે, તેમાં એવું લખાએલું છે કે, નાણકગચ્છને અંગે આવેલા ચંદનવિહાર નામના દેવાલયના મહાવીર દેવની પૂજા માટે, ક્ષિખરાયેશ્વરના દેવાલયના મુખ્ય પૂજક ભટ્ટારક રાવલ લક્ષ્મીધરે ૧૦૦ દ્રમ્પની બક્ષીસ કરી.
(૩૬૩), આ લેખ પણ ઝનાના ગેલેરીમાં આવેલ છે. એની મિતિ સં. “૧૩૨૩ વર્ષે માર્ગશીર્ષ સુદિ ૫ બુધે છે અને તે ચાહમાન રાજા ચાચિગદેવના વખતને છે. તેમાં એમ કહેવામાં આવ્યું છે કે નરપતિ નામે તેલિયા ઓસવાલે ચંદનવિહારના મહાવીરના ભંડારમાં ૫૦ કમ્મ આપ્યા. તેને વ્યાજ, જે અધું દ્રશ્ન થાય છે, તેના વડે દર માસે, એ નરપતિએજ કરાવેલી જિનયુગલની પ્રતિમાની પૂજા ભણાવવાનું ઠરાવવામાં આવ્યું છે. એ ચંદનવિહારના મુખ્ય અધિષ્ઠાતા તે નાણકગચ્છના ધનેશ્વરસૂરિ હતા.
* - નાડેલના લેખ. . ગડવાડ પ્રાંતમાં નાડેલ પણ એક પ્રસિદ્ધ સ્થાન ગણાય છે અને મારવાડનાં પંચતીર્થોમાંનું તે એક તીર્થ સ્થાન મનાય છે. જૂના સમયમાં તે ચિહાણેનું પાટનગર હતું. એ ગામમાં પદ્મ પ્રભુના નામનું એક મંદિર ઘણું જ વિશાલ, ભવ્ય અને જોવા લાયક છે.
(૩૬૪-૬૫) એ મંદિરના ગૂઢમંડપમાં બે બાજુએ નેમિનાથ અને શાંતિનાથની કાયેત્સર્ગસ્થ બે પ્રતિમાઓ છે તેમના ઉપર આ લેખે કતરેલા છે. લેઓની મિતિ સં. ૧૨૧૫ વૈશાખ શુદિ ૧૦ ભમવારની છે. વીસાડા
૩૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org