________________
પ્રાચીન જૈનલેખસંગ્રહ,
(૨૨૭)
[નાલાઈ
ની છે. ઓસવાલ જ્ઞાતિના ભંડારી ગોત્રવાળા સાયર સેઠના વંશમાં થએલા સંકર આદિ પુરૂષોએ, આ આદિનાથની પ્રતિમા કરાવી છે અને તપાગચ્છીય આચાર્ય વિજયદેવસૂરિએ તેની પ્રતિષ્ઠા કરી છે. એટલી હકીકત છે.
(૩૩૮-૩૯) આ બંને નબર નીચે જે ન્હાના ન્હાના લેખે કે વાક્ય આપેલાં છે, તે એજ મંદિરની આજુ બાજુ આવેલી દેવકુલિકાઓ ઉપર કેતરેલા છે. આ લેખ કે વાક્યમાં જણાવેલું છે કે-સં. ૧૫૬૮-૬૯ અને ૭૧ ના વર્ષોમાં તપાગચ્છની કુતબપુરા શાખાવાળા આચાર્ય ઈન્દ્રનંદિસૂરિ તથા તેમના શિષ્ય સભાગ્યનંદિસૂરિ અને પ્રમદસુન્દરના ઉપદેશથી, ગુજરાતના, પાટણ, ચંપકદુર્ગ (ચાંપાનેર ), વિરમગામ, મંજિગપુર (મુંજપુર), સમી અને મહમદાબાદના સંઘેએ અમુક અમુક દેવકુલિકાઓને જીર્ણોદ્ધાર કર્યો, તથા નવી કરાવી.
નાડલાઈની પૂર્વ બાજુએ જે ટેકરી આવેલી છે તેના મૂળમાં, ગામની પાસે જ એક સુપાર્શ્વનાથનું મંદિર છે. તેના સભામંડપમાં મુનિસુવ્રત તીર્થકરની એક પ્રતિમા સ્થાપિત છે તેને ઉપર, આ નં. ૩૪૦ વાળ લેખ કતરેલ છે. લેખની ૪ લાઈને છે અને તેમાં જણવેલી હકીક્ત એટલીજ છે કે-મહારાજાધિરાજ અભયરાજ જ ના રાજ્યમાં. સં. ૧૭૨૧ ની સાલમાં, પ્રાગ્વાટ (પોરવાડ) જ્ઞાતિના અને નાડલાઈના રહેવાસી સાનાથાકે આ મુનિસુવ્રત તીર્થંકરનું બિંબ કરાવ્યું અને તેની પ્રતિષ્ઠા ભટ્ટારક વિજય [ પ્રભ?] સૂરિએ કરી.
(૩૪૧) આ નાલાઈ ગામની પૂર્વે એક જુના કિલ્લાનાં ખડે પડ્યાં
* શ્રીયુત ડી. આર. ભાંડારકરના મતે આ અભયરાજ તે મેડતીયો અભરાજ છે જે નાડલાનો જાગીરદાર હતો.
૬ 39
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org