________________
અવસર...
પ્રાચીન જૈન લેખ સંગ્રહ [ભાગ-૨]
આજે બહુ ચર્ચાતો સવાલ છે કે ચાતુર્માસમાં શ્રી સિદ્ધગિરિરાજની યાત્રા થાય કે નહિ ? બીજાં કોઈ તીર્થો માટે આવો પ્રશ્ન ઊઠતો નથી. પર્વત ઉપર આવેલાં તીર્થો માટે પણ કોઈ કશી ટિપ્પણી કરતા નથી. ફક્ત ગિરિરાજની યાત્રા માટે જ ચોમાસાનો પ્રશ્ન નડે છે. ગિરિરાજની તળેટીએ કેટલાક ઉત્સાહી આત્માઓ તો ચોમાસામાં અડિંગો જમાવીને બેઠા હોય છે. જે કોઈ ઉપર ચઢતા હોય તેને ત્યાં જ અટકાવીને કહી દે : ચોમાસામાં ગિરિરાજ ઉપર ન ચઢાય. છઠ્ઠનું પ્રાયશ્ચિત આવે. હમણાં હમણાં વળી છઠ્ઠના બદલે અક્રમનું પ્રાયશ્ચિત કરી નાખ્યું છે. આ બધા ‘ગીતાર્થો’ એમના ઘરના છેદગ્રંથો ભણીને આવાં ગપ્પાં હાંકે રાખે છે. છેદગ્રંથોના ખરેખરા અભ્યાસી ગીતાર્થ ભગવંતો જાણે છે કે ચોમાસામાં ગિરિરાજની યાત્રા કરે તેને છઠ્ઠ કે અક્રમનું પ્રાયશ્ચિત આપવાનું કોઈ છેદગ્રંથમાં લખ્યું નથી. છતાં આવી અરાજતા ચાલે છે તેથી ઘણા જીવો દ્વિધામાં મૂકાય છે. શું કરવું ? યાત્રા કરવી કે નહિ ? યાત્રા કરીએ અને પાપ લાગતું હોય તો ધંધો ખોટનો કહેવાય અને ચોમાસાની યાત્રામાં પાપ ન લાગતું હોય અને યાત્રા ન કરીએ તોય ધંધો ખોટનો થાય. આમાં ખરેખર છે શું ? મોટાભાગના તો ચોમાસામાં યાત્રાની ના પાડે તો માંડી જ વાળતા હોય. કોઈક માણસ આમાં તથ્ય શું છે અને સત્ય ક્યાં છે ? તેની તપાસ કરવા નીકળે તો પૂરતાં સાધન નથી મળતાં. આ સંયોગોમાં સૌ કોઈ જિજ્ઞાસુઓ આ વિષયમાં ઇતિહાસ અને આધાર એક જ જગ્યાએ મેળવી શકે તે માટે અહીં ચોમાસામાં ગિરિરાજ ઉપર યાત્રા કરવા ચઢાય કે નહિ તે અંગેની વિવિધ પુસ્તકોમાંની માહિતી એકત્ર કરીને મૂકવામાં આવે છે. મધ્યસ્થભાવે વિચારશે તેને સત્ય લાધશે. કદાગ્રહી માનસ તો ભગવાન આદિનાથ ઉપરથી આવીને કહે તોય માને નહિ. ચાતુર્માસની યાત્રાનો જે રીતે વિરોધ કરવામાં આવે છે તે કેટલો વાજબી છે તે સૌ વાંચકો પોતાની જાતે વિચારે. ઇતિહાસ એકદમ પ્રગટ છે.
૫
એક પ્રચાર બહું જોરમાં છે કે પરાપૂર્વથી શ્રી સિદ્ધગિરિરાજની યાત્રા ચોમાસામાં બંધ રહે છે. આગળ વધીને એમ કહેવાય છે કે તપાગચ્છની આ પરંપરા છે. આ બાબતની તપાસ કરવા માટે ઇતિહાસ ખોલવો પડે. તેમાં જે મળે છે તે નીચે મુજબ છે.
Jain Education International
બહું આગળના સમયની વાત કરીએ તો શ્રી સિદ્ધગિરિરાજ પર શ્રી અજિતનાથ ભગવાન અને શ્રી શાંતિનાથ ભગવાનનું ચોમાસું થયું હતું. આનું વર્ણન શ્રી શત્રુંજ્ય
For Private & Personal Use Only
www.jainelibrary.org