________________
પ્રાચીન જૈનલેખસંગ્રહ,
(૧૫)
[ આરાસણું
. ..
....
......,
- આ મંદિરમાંની એક મૂર્તિ આબુ ઉપરના તેજપાલના મંદિરમાં છે જેના ઉપર ૧૨૮ નંબર વાળ લેખ કેત છે. આથી જણાય છે કે જ્યારે આ ગામ ભાંગ્યું ત્યારે આ મંદિરમાંની મૂર્તિઓ આબુ ઉપર લઈ જવામાં આવી હશે. તેજપાલના મંદિરમાંના બીજા લેખમાં (નં. ૬પ) મુંડસ્થલ ને મહાતીર્થ તરીકે જણાવ્યું છે તેથી સમજાય છે કે તે વખતે એ સ્થલ મહત્વનું મનાતું હશે અને ત્યાં પ્રાચીન જૈન મંદિરે વધારે હશે. ચંદ્રાવતીની જ્યારે ચઢતી કલા હતી ત્યારે તેની આસપાસને આ બધે પ્રદેશ સમૃદ્ધિ અને જન પ્રજાથી ભરપૂર હતે એમ નિઃશંસય રીતે આ લેખે ઉપરથી જણાય છે. મુસલમાનેના આક્રમણના લીધે ચંદ્રાવતી ઉર્ડ થઈને તેની સાથે તેના સમીપ મત સ્થળે પણ નષ્ટ થયાં. કાલના કઠોર પ્રહારથી જર્જરિત થઈ સદાના માટે નામશેષ થઈ જવાની અણી ઉપર આવી રહેલા આ મુંડસ્થલ જેવા સ્થલેને ભગ્નાવશેષ મર્દિને તેમ થતાં અટકાવનાર કેઈસિરપાલ જે શ્રાવક બહાર પડે તે ઘણું સારું થાય.
આરાસણું તીર્થના લેખો.
આબુ પર્વતની પાસે આવેલા અંબાજી નામના હિંદુઓના પ્રસિદ્ધ દેવસ્થાનથી દક્ષિણ-પૂર્વ દિશામાં એક-દેઢ માઈલને છેટે કુંભારિઆ નામનું જે ન્હાનું સરખું એક ગામ વસે છે તેજ પ્રાચીન આરાસણ તીર્થ છે. તીર્થ એટલા માટે કે ત્યાં આગળ જેના ૫ સુન્દર અને પ્રાચીન મંદિર આવેલાં છે. મંદિરની કારીગરી અને બાંધણી ઘણી જ ઉંચા પ્રકારની છે. બધાં મંદિરે આબુનાં મંદિરે જેવાં ધળા આરસપહાણના બનેલાં છે. એ સ્થાનનું જુનું નામ “આ રાસાકર” છે તેને અર્થ “આરસની ખાણ” એ થાય છે. જેનાથે જતાં એ નામની યથાર્થતા તુરત જણાઈ આવે છે. પૂર્વે એ સ્થળે આરસની મોટી ખાણ હતી. આખા ગુજરાત પ્રાંતમાં અહીંથી જ આરસ જતો હતે. વિમલસાહ અને વસ્તુપાલ તેજપાલ આદિએ આખું વિગેરે
૫૭૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org