________________
પ્રાચીન જૈનલેખસંગ્રહ,
(૧૩૭)
[ આબુ પર્વત
ઉત શિવતીર્થ જ
ચાલું શરૂ થયું
હતું
જિનપ્રભસૂરિ રચિત વિવિધતીર્થર નામના પુસ્તકમાં, જે વિ. સં. ૧૩૪૯ (ઈ. સ. ૧૨૯૨) ની લગભગ રચાવું શરૂ થયું હતું અને સં. ૧૩૮૪ (ઈ. સ. ૧૩૨૭) ની આસપાસ સમાપ્ત થયું હતું તેમાં જણાવ્યું છે કે મુસલમાનોએ આ મંદિરને તેડી નાંખ્યું હતું તેને પુનરૂદ્ધાર શક સં. ૧૨૪૩ ( વિ. સં. ૧૩૭૮) માં ચંડસિંહના પુત્ર સંઘપતિ પીથડે (અથવા પેથડે) કરાવ્યો હતો. આ બાબતને એક લેખ પણ આ મંદિરમાં રંગમંડપમાં એક સ્તંભ ઉપર કે તરે છે. લેખ આ પ્રમાણે છે.
आचन्द्रार्क नन्दतादेष संघा
धीशः श्रीमान् पेथडः संघयुक्तः । जीर्णोद्धारं वस्तुपालस्य चैत्ये
तेने येनेहाऽर्बुदाद्रौ स्वसारैः ॥
અર્થાત–સંઘપતિ પેથડ સંધયુક્ત યાવચંદ્ર દિવાકર પર્યત જીવિત રહો જેણે પિતાના દ્રવ્યવડે આબુપર્વત ઉપરના આ વસ્તુપાલના ચૈત્ય જીર્ણોદ્ધાર કર્યો.
આ સંઘપતિ પેથડ ક્યા રહેવાસી હતું તે જાણી શકાયું નથી.
* કયા મુસલમાન સુલતાને અને કયારે આ મંદિર તોડયું તે ચેકકસ જણાયું નથી. પરંતુ પં. ગૌરીશંકરજી ઓઝાના અનુમાન પ્રમાણે “અલાઉદીન ખીલજીની કેજે જાલેરના ચિહાન રાજા કાન્હડદેવ ઉપર વિ. સં. ૧૩૬૬ (ઈ. સ. ૧૩૦૯) ની આસપાસ ચઢાઈ કરી ત્યારે આ મંદિરને તેડયું તેવું જોઈએ.”
सीरोहीका इतिहास, पृ.७०
૫૪૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org