________________
પ્રાચીન જૈન લેખ સંગ્રહ [ભાગ-૨]
દીધું હશે કે ભાતાખાતું પણ પરાપૂર્વથી – અનાદિકાળથી ચાલે છે ! ગિરિરાજના ભાતાખાતાની પ્રથમ આવૃત્તિ વડના ઝાડ નીચે થઈ છે. યાત્રા કરીને આવનારા યાત્રાળુઓ એ વડના ઝાડ નીચે ઘડીક આરામ કરીને ગામ આગળની ધર્મશાળા તરફ જતા. તે વખતે આજની ધર્મશાળાઓનું કોંક્રીટનું જંગલ ત્યારે ન હતું. ત્યારે એક ભાઈએ વડ નીચે ચણા આપવાનું ચાલું કર્યું. એ પછી વર્ષો બાદ ભાતાખાતાના પાયા નંખાયા. પહેલા સુખડી – પછી બુંદી અને હવે મગજ અપાય છે. ભાતું કે ભાતાખાતું કોઈ શાસ્ત્ર નથી કે એના આધારે ગિરિરાજની યાત્રા થાય કે ન થાય તેનો નિર્ણય કરાય. પેઢી કે ભાતાખાતાના આધારે ગિરિરાજની ચાતુર્માસયાત્રાનો નિષેધ કરવા નીકળેલાની પાસે કોઈ સબળ આધાર ન હોવાનું પુરવાર થાય છે. ઘણાં તીર્થોમાં ભાતું અપાતું જ નથી એ તીર્થની યાત્રા બંધ ને ? ભાતાખાતાના નામે અક્કલનું પ્રદર્શન ન થાય. દિમાગ એટલી દલીલો ચોમાસાના અળસિયાની જેમ ઊઠતી હોય છે. એનો પાર આવવાનો નથી. વિરાધનાના મુદ્દા પર પરંપરાનો જન્મ થયો છે. તમે પહેલી ચોપડીથી તપાસ શરું કરો, સુમિત્ર વિ.મ.ની ! આ જ વાત મળશે. પરંપરા તો તપાગચ્છાધિપતિ દાન સૂ.મ., જગદ્ગુરુ હીર સૂ.મ.ના સમયમાં ગિરિરાજ પર પ્રતિષ્ઠા કરવા સુધીની છે. તેના આધારો આપણે જોઈ ગયા. એટલે તપાગચ્છાધિપતિની ચોમાસામાં ગિરિરાજ પર ન ચઢાય તેવી કોઈ પરંપરા હતી જ નહિ. તો આજે તપાગચ્છાધિપતિનો વિરોધ કરનારી ચાતુર્માસયાત્રા બંધની પરંપરા તપાગચ્છ સ્વીકારી જ કેમ શકે ?
વિરાધનાની વાતમાં તો એવું છે કે શાસ્ત્રમાં જે વિરાધનાનો જે ધર્મકાર્યમાં નિષેધ કર્યો હોય તે વિરાધનાનો ત્યાગ કરવો પડે. બાકી તો શ્રાવક જિનપૂજા આદિ કરશે તેમાં પણ વિરાધના તો થવાની જ. અરે, સાધુ વિહાર કરે તો પણ વિરાધના થવાની. વિરાધનાના નામે સ્થિરવાસ કરી લેનારો સાધુ આરાધક બનતો નથી. એ સાધુ બાકીના વિહાર કરનારા સાધુને ‘તમે વિહાર કરીને વિરાધનાનું ઘોર પાપ બાંધો છો. વિહાર
.
થાય જ નહિ' આવું કહે તો તેની વાત સ્વીકારી લેનારો જિનાજ્ઞાભંગનું પાપ બાંધે. ફૂંક મારવાનો નિષેધ છે તેમાં વાયુકાયની વિરાધના થાય છે તેનો શાસ્ત્રમાં નિષેધ છે માટે ફૂંક ન મરાય, પણ વિહાર કે ખમાસમણ દેતા પણ વાયુકાયની વિરાધના તો થવાની પણ શાસ્ત્રમાં એ ધર્મક્રિયા કરવાનું ફરમાવ્યું છે માટે વાયુકાયની વિરાધના તેમાં થતી હોવા છતાં કોઈ દોષ નથી.
એની જેમ જ શ્રાવક માટે તીર્થયાત્રા કરવાનું શાસ્ત્રે ફરમાવ્યું જ છે. તેમાં વિરાધના થવાની જ છે. પણ વિરાધનાના નામે યાત્રાબંધી ન ફરમાવાય. જિનાલય બનાવવામાં છ કાયનો આરંભ થવાનો જ છે છતાં શ્રાવકને જિનાલય બનાવવાનો ઉપદેશ સાધુએ આપવાનો જ છે. વિરાધનાને આગળ કરીને સ્થાનકવાસીના માર્ગે
૨૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org