________________
१८
પ્રાચીન જૈન લેખ સંગ્રહ ભાગ-૨)
બદલાયાં હોય અને કોઈક લેખો નષ્ટ પણ થયા હોય તેવો સંભવ છે. એટલે હવે શત્રુંજય તીર્થદર્શન' પુસ્તકના શિલાલેખો અત્યારે જોવા ન મળે તો “એવા શિલાલેખો હતા જ નહિ” એવું અસત્ય તારણ ન કાઢતા, એ શિલાલેખો હતા જ પણ નષ્ટ થયા છે તેવું માનવું જ બરાબર છે. લેખકશ્રીએ વિ.સં. ૧૯૯૬માં શ્રી સાગરજી મહારાજની પ્રેરણાથી જાતે બધા શિલાલેખો લીધા હતા એવું તેમણે ટિપ્પણીમાં સ્પષ્ટ લખ્યું છે. હવે તેમના પુસ્તકમાં જે શિલાલેખો આપ્યા છે તે જોઈએ.
ले० ३८ मूलमंदिरद्वारे शिलालेखः ॥ श्रीदेवगुरु प्रसादात् संवत् १६१५ वर्षे श्रावण सूदि २ दीने श्रीअमदावादवास्तव्यश्रीश्रीमालज्ञातीय सं० गेला सुत सं० नारद सुत जेठा भातृ सं० कृपाल सुत सं० सेजपाल भार्या बाई मंगाई सुत सं० कुअरजी भार्या बाई पदमाई पुत्र पुत्री सौभागिणि भातृ मेघजी अभेराज धनजी वर्धमान बाईलिंबाई सुत लणुज भार्या पहराई तथा स्वकुटुंब ससुरा जात्रा सफला गुरु तपागच्छे जुगप्रधान श्री ९ जीनशासनप्रद्योतकार श्री ९ आणंदविमलसूरि तत्पट्टे जुगप्रधानश्री ९ विजयदानसूरिजीविजयराजे श्री ९ हीरविजयसूरि उपदेशात् श्रीशचुंजयमहातीर्थे स० कुवरजीए भाणेज लखराजनी देरी सुखडी माटे ...मम्मिआ...लि..शाह जीवंत...तलपराड भार्या धरयादेवी... ... ... ... नी ॥ शुभं भवतु ॥
ले० ४२ बाजरीयामंदिरः देरीन० ६८ शिलालेखः ।। संवत् १६१५ वर्षे शाके १४८१ प्रवर्तमाने श्ररावण सुदि २ दिने श्रीअमदावादवास्तव्य-श्रीश्रीमालज्ञातीय संघवी मोहा सुत सं० चांपा सुत सं० गला भार्या बाई होलि सं० नारई भार्या बाई पुहुती सुत कुवरजी भार्या बाई पदमाई पुत्री सोभागिणि भ्रातृ मेघा अजेराज भाणेज लेखराज मुसाल पक्षे सं० सेजा भा० अमरी मामी बाई समरतकुटुंब सदाचारी श्रीगुरुतपागच्छे युगप्रधानजीनशासन-उद्योतकारक-युगप्रधान-श्रीदहेमविमलसूरि तत्पट्टे युगप्रधान-श्रीद विजिदानसूरि तत्पट्टे युगप्रधान श्री६ हिरविजयसूरि उपदेशात् श्रीशजयशृंगमंडपबहारे प्रासाद बिंबं...तेजपुरी चउमुख प्रासाद... सेघवी सीजपाल भार्या बाई मंगाइ सुत कुवंरजी प्रासादोद्धार करापतं ।। शुभं भवतु ॥ (न्य तीयशन, योथो विमा, पृ. २३-२४)
તપાગચ્છાધિપતિ શ્રીદાનસૂરિ મ., અકબર બાદશાહના પ્રતિબોધક શ્રીહીરસૂરિ મ.ના સમયમાં ચોમાસામાં યાત્રા કેવી સાહજિક હતી તેનો આ નમૂનો છે. લેખ ૩૮માં વિ.સં. ૧૬૧૫, શ્રાવણ સુદ ૨ ના દિવસે ઉપરોક્ત બન્ને આચાર્યભગવંતોના પરમભક્ત અમદાવાદના સંઘવી કુંવરજીએ કુટુંબ સાથે યાત્રા સફળ થયાની વાત લખી છે. જો આજના જેવી કડક કે નરમ કોઈ પણ યાત્રાબંધી તપાગચ્છમાં ચાલતી હોય તો પૂ. દાન સૂ.મ. અને પૂ. હીર સુ.મ.ના પરમભક્ત સંઘવી કુંવરજી યાત્રા કરવા આવે જ નહિ. આ જ બતાવે છે કે ચાતુર્માસમાં તે સમયે તપાગચ્છમાં યાત્રાબંધી હતી ४ नहि.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org