________________
૧૦
પ્રાચીન જૈન લેખ સંગ્રહ ભાગ-૨)
આ લેખ, આદીશ્વર ભગવાનના મંદિરની ભમતીના ઈશાન ખૂણામાં આવેલા ગંધારીયા ચૌમુખ–મંદિરમાં, ૯ પંક્તિમાં ખોદેલો છે. સં. ૧૬ ૨૦ ના કાર્તિક સુદી-ર ને શનિવારના દિવસે એ મંદિરની પ્રતિષ્ઠા થઈ. ગંધાર નિવાસી શ્રીમાલજ્ઞાતીય સા. પાસવીર (સ્ત્રી પૂતલ)ના પુત્ર વર્ધમાન (સ્ત્રીઓ બે, વમલાદે અને અમરાદે)ના પુત્ર સા. રામજીએ, સા. બહુજી, સા. હંસરાજ અને સા. મનજી આદિ પોતાના ભાઈઓ વિગેરે કુટુંબ સાથે, શત્રુંજય પર્વત ઉપર ચતુરવાળું શાંતિનાથ તીર્થકરનું હોટું મંદિર, તપગચ્છાચાર્ય શ્રી વિજયદાનસૂરિ અને શ્રી હીરવિજયસૂરિના શુભ-ઉપદેશથી, બનાવ્યું.
- પ્રાચીન જૈન લેખ સંગ્રહ ભાગ-ર, અવલોકન વિભાગ, પૃ. ૨૦) નંબર ૪ થી ૧૦ સુધીના લેખો એક જ સાલના છે. નં. ૭નો લેખ અમદાબાદ નિવાસીનો અને બાકીના ગંધારનિવાસીના છે. એ વર્ષે તપાગચ્છના પ્રતાપી આચાર્ય શ્રીવિજયદાનસૂરિ પોતાના પ્રભાવક શિષ્ય શ્રીહીરવિજયસૂરિ સાથે શત્રુંજય ઉપર યાત્રાર્થે આવ્યા હતા. ઘણું કરીને વિજયદાનસૂરિની શત્રુંજયની આ છેલ્લી યાત્રા હતી. કારણ કે તેઓ શત્રુંજયથી વિહાર કરી ઉત્તર ગુજરાતમાં ગયા હતા અને સંવત ૧૬ ૨ ૨માં પાટણની પાસે આવેલા વટપલ્લી (વડાલી) ગામમાં સ્વર્ગસ્થ થયા હતા. નં. પમા વાળા ગંધારનિવાસી સા. રામજીના એ મંદિરનો ઉલ્લેખ વિજયદાનસૂરિના પ્રચંડ શિષ્ય શ્રીધર્મસાગરજીએ પોતાની સુવ (અગર તપગચ્છપટ્ટાવલી)માં પણ કરેલો છે.
तथा यदुपदेशपरायणैर्गान्धारीय सा० रामजी, अहम्मदाबादसत्क सं० कुंअरजी प्रभृतिभिः श्रीशत्रुञ्जये चतुर्मुखाष्टापदादिप्रासादा देवकुलिकाश्च कारिताः ।"
એજ પંક્તિઓનો અનુવાદ, સંઘવી ઋષભદાસ કવિએ ‘હીરસૂરિરાસ'માં પણ કરેલો છે.
“રામજી ગંધારી હૂઓ જેહ, શેત્રુજે ચોમુખ કરતો તેહ; સંઘવી કુંઅરજી જસવાદ, શેત્રુજે કીધો પ્રાસાદ ૫૧. ડાભીગમાં ત્રિહિબારો જેહ, પ્રથમ પેસતાં દેહવું તે;
વિજયદાનનો શ્રાવક શિરે, તે દેહરૂં કુંવરજી કરે.” પર આ ઉલ્લેખોથી જણાય છે કે ગંધારવાળા સા. રામજી અને અમદાબાદના સં. કુંઅરજી તે સમયે બહુ જ શ્રીમાનું અને પ્રસિદ્ધ પુરુષો હોવા જોઈએ. છેલ્લા સંઘવી સંબંધી કોઈ લેખ પ્રાપ્ત થયો નથી.
(પ્રાચીન જૈન લેખ સંગ્રહ ભાગ-૨, અવલોકન વિભાગ, પૃ. ૨૨-૨૩)” પૂ. તપાગચ્છાધિપતિ આચાર્ય શ્રી દાનસૂરિ મહારાજા અને તેઓશ્રીના પટ્ટધર તપાગચ્છાધિપતિ અકબર બાદશાહના પ્રતિબોધક પૂ. આચાર્ય શ્રીવિજયહીર સૂરીશ્વરજી મહારાજા જેવાના આશીર્વાદથી તેઓશ્રીના પરમભક્ત શ્રાવક શ્રી રામજી ગંધારવાળા ચોમાસામાં ગિરિરાજ પર જિનાલયની પ્રતિષ્ઠા કરાવે અને આજે એ જ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org