SearchBrowseAboutContactDonate
Page Preview
Page 111
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રદર્શન કરવામાં આવી હતી. ધ કોન્સ્પિરસી થિયરી' ફિલ્મમાં બિલ કેસિંગ ભારે આત્મવિશ્વાસપૂર્વક અમેરિકાની ચંદ્રયાત્રા કેવી બનાવટી હતી તેના દસ્તાવેજી પુરાવાઓ આપતો જાય છે અને ‘નાસા’ના પ્રવક્તા તેના પાંરાળા જવાબો આપતા જાય છે. આ ફિલ્મમાં એક નહીં પણ ઓછામાં ઓછા દસ મુદ્દાઓથી સાબિત કરવામાં આવ્યું છે કે અમેરિકાએ ચંપાત્રાનું નાટક અવકાશી કાર્યક્રમમાં રશિયાથી એક ડગલું આગળ નીકળી જવા માટે જ કર્યું હતું. ઠંડા યુદ્ધના એ દિવસોમાં રશિયા ચંદ્ર ઉપર પ્રથમ સમાનવ અવકાશયાન મોકલવાનો યશ ખાટી ન જાય તે માટે ‘નાસા’ના વિજ્ઞાનીઓએ નેવાડાના રણમાં એપોલો યાન મોકલીને તેનું શૂટીંગ જ કર્યું હતું, એવો આક્ષેપ ના ફિલ્મમાં કરવામાં આવ્યો છે. થ કોન્સ્પિરસી થિયરી ફિલ્મમાં 'નાસા' સંસ્થા તરફથી આખી દુનિયાને જે ફિલ્મ દર્શાવવામાં આવી હતી તેનાં જ કેટલાંક દો લઇને ધારદાર સવાલો પૂછવામાં આવ્યા છે. આ ફિલ્મમાં અમેરિકાના અવકાશયાત્રીઓ કહેવાતા ચંદ્રની ધરતી ઉપર અમેરિકાના રાષ્ટ્રધ્વજનું આરોપણ કરે છે ત્યારે આ ધ્વજ હવામાં ફરકતો સ્પષ્ટપણે જોઇ શકાય છે. આ જોઇ બિલ કેસિંગ સવાલ પૂછે છે કે, ‘“જો ચંદ્રની ધરતી ઉપર પૃથ્વી જેવું વાતાવરણ ન હોય અને હવાના સૂસવાટા ન ફૂંકાતા હોય તો આ ધ્વજ કેવી રીતે ફરકી શકે?’' આ સવાલનો કોઇ સંતોષજનક ખુલાસો ‘નાસા’ના પ્રવક્તાઓ આપી શકતા નથી. ‘નાસા’ના એક પ્રવક્તા કહે છે કે ધ્વજ નમી ન પડે તે માટે અમે તેમાં ઊભા સળિયાની સાથે એક આડો સળિયો પણ ઉપરના ભાગમાં બેસાડ્યો હતો. જોકે આ આડા સળિયાને કારણે પણ ધ્વજ ફરકી શકે તે શક્ય જ નથી. ફરકતો ધ્વજ સ્પષ્ટપણે સૂચવે છે કે આ શૂટિંગ પૃથ્વીના વાતાવરણમાં જ કરવામાં આવ્યું હતું. બિલ કેસિંગના જણાવ્યા મુજબ અમેરિકામાં આવેલા નેવાડાના રણમાં ઐરિયા-૫૧ તરીકે ઓળખાતા વિસ્તારમાં આ બનાવટી ચંદ્રયાત્રાનું શૂટિંગ કરવામાં આવ્યું હતું અને આખી દુનિયાને સફળતાપૂર્વક બેવકૂફ બનાવવામાં આવી હતી. બિલ કેસિંગના જણાવ્યા મુજબ ઇ.સ. ૧૯૬૦ના દાયકામાં અમેરિકાની ચંદ્રયાત્રાનો કાર્યક્રમ એટલો બધો અસ્તવ્યસ્ત હતો કે અમેરિકાનું અવકાશયાન ચંદ્ર ઉપર પહોંચે તેવી છે.૧ ટકા જેટલી પણ સંભાવના નહોતી. બીજી બાજુ રશિયાએ અવકાશમાં માનવને મોકલવાની બાબતમાં અમેરિકાને પાછળ છોડી દીધું હતું. શિયા ટૂંક સમયમાં ચંદ્રની પ્રદક્ષિણા કરીને પાછું આવે તેવું સમાનવ અવકાશયાન મોકલવાની તૈયારીઓ કરી રહ્યું હતું. જો રિશયા Jain Education International માણસને ચંદ્રની પ્રદક્ષિણા કરાવવામાં સફળ થઇ જાય તો અમેરિકાનું નાક કપાઇ જાય તેમ હતું. આ રીતે રશિયાથી એક ડગલું આગળ નીકળી જવા માટે જ અમેરિકાએ ચંદ્રની ધરતી ઉપર અવકાશયાન મોકલવાનું નાટક કર્યું હતું. ધ કોન્સ્પિરસી થિયરી હિમમાં સવાલ પૂછવામાં આવ્યો છે કે ચંદ્રની ધરતી ઉપર અવકાશયાને ધડાકાભેર ઉતરાણ કર્યું હોય તો ત્યાં મોટો ખાડો પડી જવો જોઇતો હતો પણ 'નાસા' તરફથી બહાર પાડવામાં આવેલી તસવીરમાં ચંદ્રયાન નીચે આવો કોઇ જ ખાડો જોવામાં આવતો નથી. તેનું કારણ એ હોઇ શકે કે અવકાશયાને હકીકતમાં ચંદ્રની ધરતી ઉપર ઉતરાણ જ કર્યું નહોતું પણ નેવાડાના રણમાં આ નાટકની ફિલ્મ ઉતારવામાં આવી હતી. બિલ કેસિંગના જણાવ્યા મુજબ એપોલો-૧૧ના અવકાશયાત્રીઓ આઠ દિવસ સુધી પૃથ્વીની પ્રદક્ષિણા કર્યા કરતા હતા અને પછી એપોલો યાન નેવાડાના રણમાં ઉતર્યું હતું, જ્યાં બનાવટી ચંદ્રયાત્રાનું શુટિંગ કરવામાં આવ્યું હતું. આ બાબતની વધુ સાબિતી આપતાં બિલ કેસિંગ કરે છે કે “નાસા' તરફથી બહાર પાડવામાં આવેલી એક તસવીરમાં એક અવકાશયાત્રીના મોંઢા ઉપરના માસ્કમાં બીજા બે અવકાશયાત્રીઓનાં પ્રતિબિંબ જોવા મળે છે. ‘નાસા’ની થિયરી મુજબ માત્ર બે અવકાશયાત્રીઓ જ ચંદ્રની ધરતી ઉપર ઉતર્યા હતા. ત્રીજો અવકાશયાત્રી તો એપોલો યાનમાં બેસીને ચંદ્રની પ્રદક્ષિણા લઇ રહ્યો હતો. તો પછી તેનું પ્રતિબિંબ ક્યાંથી આવ્યું? અમેરિકાના ‘ધ સ્પેસ રિવ્યૂ' મેગેઝિનમાં છપાયેલા એક લેખ મુજબ પ્રમુખ જોન કેનેડીએ છેક ઇ.સ. ૧૯૬૧ની સાલમાં અમેરિકાનું અવકાશયાન ચંદ્ર ઉપર મોકલવાની જાહેરાત કરી દીધી હતી. પરંતુ ‘નાસા’ના વિજ્ઞાનીઓને ખબર હતી કે કોઇ પણ અવકાશયાનને જો ચંદ્ર ઉપર મોકલવાની કોશિષ કરવામાં આવશે તો પૃથ્વી અને ચંદ્ર વચ્ચે આવેલા વાન એલાન'નામના કિરણોત્સર્ગમાંથી પસાર થતી વખતે અવકાશયાત્રીઓનાં મોત જ થઇ જશે. આ કારણે ‘નાસા’ તરફથી બનાવટી ચંદ્રયાત્રા માટે તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી હતી. આ વાતની જાણ પ્રમુખ કેનેડીને થતાં જ તેમણે આખું એપોલો મિશન જ રદ્દ કરવાની તૈયારી કરી લીધી હતી. એપોલોની બનાવટી ચંદ્રયાત્રામાંથી ઘણા બધા લોકો ઘણી બધી કમાણી કરવાના હતા. તેમાં પ્રમુખ કેનેડી નડી રહ્યા હતા. આ કારણે જ 'નાસા'ના સંચાલકોએ સીઆઇએની મદદ લઇને જોન એફ. કેનેડીની હત્યા કરાવી નાંખી હતી. જોન એફ. કેનેડી ઉપર ફિલ્મ બનાવનારા નિર્માતા ઓલિવર સ્ટોને પોતાની ફિલ્મમાં આ બાબતનો ઉલ્લેખ પણ કર્યો છે. જૈન ભૂગોળનું તર્કશુદ્ધ વિજ્ઞાન • ૧૦૯ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005111
Book TitleJain Bhugol nu Tarkshuddha Vigyan
Original Sutra AuthorN/A
AuthorSanjay Vora
PublisherJambudvi Vignyan Research Centre
Publication Year2011
Total Pages252
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy