________________ અનુમદારાઈ - (35) નલિનાંગ. નલિન, અશ્વિનીકુરાંગ, અક્ષનિકુવર, અયુતાંગ, અયુત, નયુનાંગ, નયુત, પ્રયુતાં, પ્રયુત, ચૂલિકાંગ, શીર્ષપ્રહેલિકાંગ, શીર્ષપ્રહેલિકા, પલ્યોપમ. સાગરોપમ આ સર્વે આત્મસમવતારની અપેક્ષાએ આત્મભાવમાં વર્તે છે તેમજ તદુભય સમવતારની અપેક્ષાએ ઉત્સર્પિણી - અવસર્પિણી કાળમાં. પુદ્ગુલપરાવર્તન આત્મસ અવતારની અપેક્ષાએ નિજરૂપમાં રહે છે અને તદુભયસમવતારની અપેક્ષાએ અતીતકાળ અનાગતકાળમાં પણ રહે છે તેમજ આત્મભાવમાં રહે છે. અતીતતકાળ આત્મસમવતારની અપેક્ષાએ આત્મભાવમાં રહે છે. તદુભયસમવતારની અપેક્ષાએ સદ્ધિાકાળમાં પણ રહે છે અને આત્મભાવમાં પણ રહે છે. આ પ્રમાણે કાળસમવતારનો વિચાર છે.- ભંતે 1 ભાવસમવતાર શું છે? ક્રોધાદિ કષાયોનો જે સમાવતાર તે ભાવસમવતાર તેના બે ભેદ છે. જેમકે - આત્મસમવતાર અને તદુભયસમવતાર આત્મસમવતારની અપેક્ષાએ ક્રોધ નિજસ્વરૂપમાં રહે છે અને ઉભયસમવતારની અપેક્ષાએ માનમાં રહે છે તેમજ નિજસ્વરૂપમાં પણ રહે છે. આ પ્રમાણે માન, માયા, લોભ, રાગ, મોહનીય અષ્ટકમપ્રકૃતિઓ આ સર્વે આત્મસમ વતારની અપેક્ષાએ નિજમાં રહે છે અને તદુભયસમવતારની અપેક્ષાએ છ ભાવોમાં પણ રહે છે અને આત્મભાવમાં પણ રહે છે. આ જ પ્રમાણે છ ભાવ, જીવ, જીવાસ્તિકાય આત્મસમવતારની અપેક્ષાએ નિજસ્વરૂપમાં રહે છે અને તદુભયસમવતારની અપેક્ષાએ સર્વે દ્રવ્યોમાં રહે છે અને આત્મભાવમાં પણ રહે છે સંગ્રહણી ગાથામાં સૂત્રકાર આજ વાત સ્પષ્ટ કરે છે. કોધ, માન, માયા, લોભ, રાગ, મોહનીય, પ્રકૃતિ, ભાવ, જીવ અને દ્રવ્યાના સમવતારનું કથન તે ભાવસમતાર છે. આ રીતે ઉપક્રમ નામક પ્રથમદ્વારનું વર્ણન સમાપ્ત થયું. (325-326) - ભંતે ! નિક્ષેપ શું છે? -નિક્ષેપના ત્રણ પ્રકારો છે. - ઓઘનિષ્પન્ન - સામાન્ય, સમુચ્ચય અધ્યયનોથી નિષ્પન્ન નિક્ષેપ, સૂત્રાલાપક નિષ્પન્ન - અંતે ! ઓઘનિષ્પન્ન નિક્ષેપ શું છે ? - ઓઘનિષ્પન્ન નિક્ષેપના 4 પ્રકારો છે. અધ્યયનઅધ્યયન કરવા યોગ્ય, આય અને ક્ષપણ - અંતે ! અધ્યયન શું છે? - અધ્યયનના 4 પ્રકાર છે, નામઅધ્યયન સ્થાપના અધ્યયન દ્રવ્યઅધ્યયન અને ભાવઅધ્યયન. નામ અને સ્થાપના અધ્યયનનું સ્વરૂપ નામ અને સ્થાપના આવશ્યક જેવું જ જાણવું. ભંતે ! વ્યાધ્યયનનું સ્વરૂપ કેવું છે ? દ્રવ્યઅધ્યયનના બે પ્રકાર છે આગમથી અને નોઆગમથી આગમથી દ્રવ્યાધ્યયનનું સ્વરૂપ કયું છે? જેણે “અધ્યયન’ આ પદ શીખ્યું છે, પોતાના આત્મમાં સ્થિત, જિત, પરિમિત કર્યું છે ચાવતુ ઉપયોગ શૂન્ય છે. તે આગમથી દ્રવ્યાધ્યયન છે. નૈગમનયની અપેક્ષાએ જેટલા અનુપયુક્ત જીવો છે તેટલા આગમથી દ્રવ્યાધ્યયન છે. વ્યયહારનયની માન્યતા નૈગમનયની જેમજ છે. સંગ્રહનય એક હોય કે અનેક, અનુપયુકત આત્માઓને એક આગમદ્રવ્યાધ્યયન કહે છે. જૂસૂત્રનયની અપેક્ષાએ એક અનુપયુક્ત આત્મા એક આગમ દ્રવ્યાધ્યયન છે. તે નયભેદોને સ્વીકારતો નથી. ત્રણ શબ્દનય જ્ઞાયક જો અનુપયુક્ત હોય તો તેને અવસ્તુ-અસતુ માને છે કારણ કે જ્ઞાયક અનુપયુક્ત સંભવીજ ન શકે અને જો તે અનુપયુક્ત હોય તો જ્ઞાયક ન કહેવાય. માટે આગમ દ્રવ્યાધ્યયનનો સંભવ નથી. આવું આગમ. દ્રવ્યાધ્યયનનું સ્વરૂપ છે. અંતે ! નોઆગમદ્રધ્યયન શું છે? નોઆગમદ્રવ્યાધ્યયન ત્રણ પ્રકારનું છે. જેમકે-જ્ઞાયકશરીર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org