________________ રિણા સૂત્ર-૨૭ ૩પ૭ લાખ યોજન પ્રમાણ છે. અસુરકુમારની અવગાહના પ્રમાણે જ નાગકુમારોથી લઈ સ્વનિતકુમારસુધી સમસ્ત ભવનવાસી દેવોની અવગાહનાનું પ્રમાણ જાણવું જોઈએ. પૃથ્વીકયિક જીવોની શરીરવગાહના કેટલી કહી છે ? પૃથ્વીકાયિક જીવોની. જઘન્ય શરીરવગાહના અંગુલના અસંખ્યાતમા ભાગ પ્રમાણ અને ઉત્કૃષ્ટ પણ અંગુલના અસંખ્યાતમા ભાગ પ્રમાણ કહી આજ પ્રમાણે સામાન્યરૂપે સૂક્ષ્મ પૃથ્વીકાયિકજીવોની અને વિશેષથી સૂક્ષ્મ અપર્યાપ્તા અને પર્યાપ્ત પૃથ્વી કાયિક જીવો ની યાવતું બાદર વાયુકાયિકજીવોની શરીરવગાહના જાણવી. વનસ્પતિકાયિક જીવો. ની શરીરવગાહના કેટલી છે ? જઘન્ય અંગુલના અસંખ્યાતમા ભાગ પ્રમાણ અને ઉત્કૃષ્ટ કંઈક અધિક એક હજાર યોજન પ્રમાણ. સામાન્યરૂપે સૂક્ષ્મવનસ્પતિ અને વિશેષ રૂપે અપર્યાપ્ત, પર્યાપ્ત, સૂક્ષ્મ વનસ્પતિકાયિકજીવોની જઘન્ય અને ઉત્કૃષ્ટ અવગાહના. અંગુલના અસંખ્યા માં ભાગપ્રમાણ છે. સામાન્યરૂપે બાદર વનસ્પતિકાયિક જીવોની અવગાહના જઘન્ય અંગુલના અસંખ્યાતમાં ભાગ પ્રમાણ અને ઉત્કૃષ્ટ સાધિક હજાર યોજન પ્રમાણ છે. વિશેષે અપર્યાપ્ત બાદરવનસ્પતિકાયિકજીવોની જઘન્ય અને ઉત્કટ અવગાહના અંગુલના અસંખ્યાતમા ભાગ પ્રમાણ છે. પર્યાપ્ત બાદર વનસ્પતિકાયિક જીવોની અવગાહના જઘન્ય અંગુલના અસંખ્યાતમાં ભાગ પ્રમાણ અને ઉત્કટ સાધિક હજાર યોજન છે. દ્વીન્દ્રિયજીવોની અવગાહના કેટલી ? સામાન્યરૂપથી દ્વીન્દ્રિયજીવોની જઘન્ય અવગાહના અંગલના અસંખ્યાતમાં ભાગ પ્રમાણ અને ઉત્કૃષ્ટ બાર યોજન પ્રમાણ છે. અપર્યાપ્ત દ્વીન્દ્રિયજીવોની જઘન્ય અને ઉત્કૃષ્ટ અવગાહના અંગુલના અસંખ્યાતમાં ભાપ્રમાણ છે. પતિ દ્વીન્દ્રિયજીવોની જઘન્ય અવગાહના અંગુલના અંસખ્યાતમા ભાગ પ્રમાણ અને ઉત્કૃષ્ટ 12 યોજન પ્રમાણ છે. ત્રિક્રિયજીવોની અવગાહનાનું પ્રમાણ કેટલું છે ? સામાન્યરૂપે ત્રીન્દ્રિયજીવોની જઘન્ય અવગાહના અંગુલના અસંખ્યાતમાં ભાગ પ્રમાણ અને ઉત્કૃષ્ટ અવગાહના ત્રણ ગાઉપ્રમાણ છે. અપયપ્તિ ત્રિક્રિયજીવોની જઘન્ય અને ઉત્કૃષ્ટ અવગાહના અંગુલના અસંખ્યાતમાં ભાગ પ્રમાણ છે. પર્યાપ્ત ત્રીન્દ્રિયજીવોની જઘન્ય અંગુલના અસંખ્યાતમા ભાગ પ્રમાણ અને ઉત્કૃષ્ટ ત્રણ ગાઉપ્રમાણ અવગાહના હોય છે. ચઉરિન્દ્રિયજીવોની અવગાહનાનું પ્રમાણ કેટલું છે ? સામાન્યરૂપે ચઉરિન્દ્રિયજીવોની જઘન્ય અવગાહના અંગુલના અસંખ્યાતમા ભાગપ્રમાણ અને ઉત્કૃષ્ટ ચારગાઉ પ્રમાણ, અપયપ્તિ ચૌઇન્દ્રિયજીવોની જઘન્ય અને ઉત્કૃષ્ટ અવગાહના અંગુલના અસંખ્યાતમાં ભાગપ્રમાણ. પર્યાપ્ત ચૌઇન્દ્રિયજીવોની જઘન્ય અવગાહના અંગુલના અસંખ્યાતમા ભાગ પ્રમાણ અને ઉત્કૃષ્ટ ચારગાઉ પ્રમાણ છે. તિર્યચપંચેન્દ્રિયજીવોની અવગાહના કેટલી ? સામાન્યરૂપે તિર્યચપંચેન્દ્રિય જીવોની જઘન્ય અવગાહના અંગુલના અસંખ્યાતમાં ભાગ પ્રમાણ અને ઉત્કૃષ્ટ હજાર યોજનપ્રમાણ છે. જળચર તિર્યચપંચેન્દ્રિય જીવોની અવગાહના સામાન્યરૂપે સંમૂર્ણિમ જળચર તિર્યચપંચેન્દ્રિયની અવગાહના જઘન્ય અંગુલના અસંખ્યાતમાં ભાગપ્રમાણ અને ઉત્કૃષ્ટ હજાર યોજન પ્રમાણ છે. અપર્યાપ્ત સંમૂર્ણિમ હજાર યોજપ્રમાણ છે. અપાયપ્તિ સંમૂછિમ જળચર તિર્યચપંચેન્દ્રિય જીવોની જઘન્ય અને ઉત્કૃષ્ટ અવગાહના -અંગુલના અસંખ્યાતમા ભાગ પ્રમાણ છે. પયપ્તિ સંમૂર્ણિમજળચર તિર્યંચપંચેન્દ્રિય 23] Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org