________________ સુત્ર- 265 351 સમુદાય-સમિતિના સમાગમથી ઉત્પન્ન થાય છે. તે વ્યાવહારિક પુદ્ગલ પરમાણુ તલવાર કે છરાધાર ને અવગાહિત કરી શકે છે? હા, એમ થઈ શકે છે. શું તે તેનાથી છેદાઈ-ભેદાઈ શકે છે ? આ અર્થ સમર્થ નથી. કારણ કે વ્યાવહારિકપુદ્ગલપરમાણુ યદ્યપિ સ્કંધરૂપ છે છતાં સૂક્ષ્મ-પરિણત હોવાથી છેદતો-ભેદાતો નથી. તે વ્યાવહારિક પરમાણુ શું અગ્નિના મધ્યભાગમાં થઈને પસાર થઈ જાય છે? , પસાર થઈ જાય છે. તેમાં તે બળી જાય છે? આ અર્થ સમર્થ નથી કેમકે અનિરૂપ શસ્ત્રની તેનાપર અસર થતી નથી, તે વ્યાવહારિક પરમાણુ શું પુષ્કરસંવર્તક નામક મેઘની મધ્યમમાંથી પસાર થઈ શકે છે? હા, તે પસાર થઈ જાય છે. તેના પાણીમાં તે ભીનો થાય છે? આ અર્થ સમર્થ નથી. કેમકે પાણીરૂપ શસ્ત્રની તેના પર અસર થતી નથી. શું તે વ્યાવહારિક પરમાણુ ગંગા મહાનદીના પ્રતિસોતમાં શીઘતાથી ગતિ કરે છે ? હા, તે પ્રતિકૂલ પ્રવાહમાં શીધ્ર ગતિ કરી શકે છે. શું તે તેમાં પ્રતિસ્મલના પામે છે? આ અર્થ સમર્થ નથી કારણ કે તેના પર પ્રતિસ્પ્રલના રૂપ શસ્ત્રની અસર થતી નથી. શું તે વ્યાવહારિકપરમાણુ ઉદકાવર્ત-જળભ્રમમાં અથવા જળબિંદુમાં અવગાહિત થઈ શકે છે? હા, તે થઈ શકે છે. તો શું તે તેમાં પૂતિભાવને પ્રાપ્ત થાય છે અથવા જળરૂપ પરિણમિત થઈ જાય છે? આ અર્થ સમથી નથી. કારણકે આ શસ્ત્રની તેના પર અસર થતી નથી. 26] કેવળજ્ઞાનીઓએ કહ્યું છે કે પરમાણુનું સુતીક્ષ્ણ શસ્ત્રવડે છેદન-ભેદન કરી શકાતું નથી. આ પરમાણું સર્વ પ્રમાણોની આદિ છે. 27] અનંત વ્યાવહારિકપરમાણુઓના એકમેક થઈ મળવાથી ઉશ્લેક્ષણમ્લક્ષિણકા, તેનાથી શ્લેક્ષશ્લેક્ષણિક, તેનાથી ઉધ્વરિષ્ણુ પોતાની મેળે કે પવનથી પ્રેરિત થઈ ઉર્ધ્વ, અધો, તિર્ય દિશામાં ઉડતી ધૂળ રેણ, તેનાથી ત્રસરેણુ-જે ધૂળકણો પવનથી પ્રેરિત થઈ આમતેમ ઉડતા રહે અને તેનાથી રથરેણુ-ગતિમાન રથના ચક્રથી ઉખડી જે ધૂળ તેની પાછળ ઉડે છે તે, ઉત્પન થાય છે. આઠ ઉતુ-શ્લફ્યુચ્છષ્ણિકાથી એક શ્લષ્ણશ્લર્ણિકા, આઠ ગ્લક્ષણશ્લક્ષિણ કાઓથી એક ઉરિણ, આઠ ઉર્ધ્વરિણુઓથી એક ત્રસરણ, આઠ ત્રસરેણુઓથી એક રથરેણુ, આઠ રથરેણુઓથી એક દેવકુર-ઉત્તરકુરના મનુષ્યોનું બાલા, દેવકુઉત્તરકરના માણસોના આઠબાલાગ્રોથી હરિવર્ષ-રમ્યqર્ષના માણસોનું એક બાલાઝ, હરિવર્ષ-રમ્યqર્ષના માણસોના આઠબાલાઝોથી હૈમવત-રણ્યવતના માશોનું એક બાલાગ્ન. હૈમવત-હૈરમ્યવતના માણસોના આઠબાલાગ્રોથી પૂર્વવિદેહ-અપરવિદેહના માણસોનું એક બાલાઝ,પૂર્વવિદેહ-અપરવિદેહના માણસોના આઠ બાલાગ્રોથી ભરતઐરાવતક્ષેત્રના માણસોનું એકબાલાઝ. ભરતઐરાવતક્ષેત્રના માણસોના આઠ બાલાગ્રોની એક લિક્ષા, આઠ લિક્ષાઓની યૂક, આઠ યૂકાઓથી થવમધ્ય અને આઠ યવમધ્યનો એક અંગુલ થાય છે. આ અંગુલપ્રમાણથી છ અંગુલનો એક પાદ થાય છે. બાર અંગુલની વિતસ્તિ, 24 અંગુલની પત્નિ, 48 અંગુલની કુક્ષિ, દંડ, ધનુષ, યુગ, નાલિકા, અક્ષ તથા મુસલ. આ ધનુષ પ્રમાણથી બે હજાર ધનુષ્યનો એક ગભૂત-કોસ થાય છે. 4 ગભૂતનો યોજન થાય છે. આ ઉત્સોધાંગુલથી, કયા પ્રયોજનની સિદ્ધિ થાય છે ? આ ઉન્સેધાંગુલથી નારકો, તિર્યંચો, મનુષ્યો અને દેવોના શરીરની અવગાહના મપાય છે. નારક જીવોના શરીરની અવગાહના કેટલી કહી છે? નારકજીવની અવગાહના Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org