________________ સત્ર-૨૩૪ 341 ઉત્સુકતાના ત્યાગ અને ક્રોધાદિ દોષોના ત્યાગના કારણે શાંત-સૌમ્ય દ્રષ્ટિથીયુક્ત, મુનિનું મુખકમળ ખરેખર અતીવ શોભાસંપન્ન થઈને સુશોભિત થઈ રહ્યું છે! સૂત્રના જે બત્રીસ દોષો છે તેનાથી આ રસો ઉત્પન્ન થાય છે. આ નવ કાવ્યરસો શુદ્ધ પણ હોય છે અને મિશ્ર પણ હોય છે. આ રીતે નવનામનું વર્ણન પૂર્ણ થયું. [235] હે ભગવન્! દશનામનું સ્વરૂપ કેવું છે ? દશ પ્રકારનાં નામો દશનામ કહેવાય છે. ગૌણનામ નો ગૌણનામ આદાનપદનિષ્પનનામ પ્રતિપક્ષપદનિષ્પનનામ પ્રધાનપદનિષ્પનનામ અનાિિસદ્ધાન્તનિષ્પન્નનામ નામનિષ્પન્નનામ અવયવનિખનના સંયોગનિષ્પન્નનામ પ્રમાણનિષ્પન્નનામ. ગૌણ-ગુણનિષ્પન્ન નામનું સ્વરૂપ કેવું છે? ક્ષમાગુણથી યુક્ત હોય તેને “ક્ષમણ’ નામથી સંબોધિત કરવો. તપે છે તે તપન-સૂર્ય, પ્રજ્વલિત હોય તે જવલનવાય તે પવન. આ રીતે ક્ષમા, તપ, જ્વલન, પવનરૂપ ગુણોથી નિષ્પન્ન હોવાને કારણે આ સવનિ ગૌણનામ સમજવા. આ ગૌણનામ કહેવાય. નોગૌણનામ ગુણોની અપેક્ષા વગર નિષ્પન્ન નામનું સ્વરૂપ કેવું છે ? કુન્ત-શસ્ત્રવિશેષથી રહિત હોવા છતાં પક્ષીને સકુન્ત’ કહેવું, મુગરહિત હોવા છતાં પેટીને ‘સમુગ” કહેતું, મુદ્રા-વીંટીથી રહિત હોવા છતાં સાગરને સમુદ્ર’ કહેવું, પ્રચુર લાળથી રહિત હોવા છતાં પિયાર-ધાન્ય રહિત ઘાસને “પલાલ કહેવું, કુલિકા ભિત્તિ)થી રહિત હોવા છતાં પક્ષિણીને “સકલિકા' કહેવું, પલમાંસનો આહાર ન કરવા છતાં વૃક્ષ વિશેષને પલાશ' કહેવું, માતાને ખભાપર વહન ન કરવા છતાં “માતૃવાહક એવું નામ રાખવું, બીજ ન વાવવા છતાં બીજવાપક એવું નામ રાખવું, ઈન્દ્રની ગાયનું પાલન ન કરવા છતાં કીટ વિશેષને ઇન્દ્ર-ગોપ” કહેવું. આ બધા નામ અગુણનિષ્પન્ન હોવાથી નોગાણનામ કહેવાય છે. આ પ્રમાણેનું નગૌણનામનું સ્વરૂપ છે. આદાનપદથી નિષ્પન્નનામનું સ્વરૂપ કેવું છે ? આદાનપદનામ કોઈપણ અધ્યયનના આરંભમાં જે પદ હોય તે પદથી તે અધ્યયન નામ રાખવામાં આવે છે. જેમકે આચારાંગસૂત્રના પાંચમા અધ્યયનમાં ઉચ્ચારિત ‘આવતી કેયાવંતી' પદથી શરૂ થનાર અધ્યનનું નામ પણ “આવતી” રાખ્યું છે. ઉત્તરાધ્ય વનસૂત્રના ત્રીજા અધ્યનના પ્રારંભમાં આવેલ ચારિ પરમંગાણિ દુલ્લહાણી હજાણો’ આ પદદ્વયથી તે અધ્યનનું નામ “ચાઉરગિજ્જ રાખ્યું છે. ઉત્તરાધ્યયનના ચતુર્થ અધ્યયનના પ્રારંભમાં “અસંખ્ય જીવિય મા પમાયએ' કહ્યું છે તેનાથી અસંખયે' તે નામ રાખ્યું છે. સૂત્રકૃતાંગસૂત્રનાં ૧૩માં અધ્યયનનાં પ્રારંભમાં “જહ સુd તહ અલ્યો’ કહ્યું છે તો ત્યાંના બે પદોના આધારે જહતહ' તે નામ અધ્યયનનું છે. સૂત્રકૃતાંગસૂત્રના દ્વિતીય શ્રુતસ્કંધના છઠ્ઠા અધ્યયનના પ્રારંભમાં પુરાકંડ અદ્દઇમ સુણેહ ગાથા આવેલ છે તેનાથી તે અધ્યયનના પ્રારંભમાં “માહણ કુલસંભૂઓ આસી વિપ્રો મહાસો જાયાઈ જણજણમ્પિ જયઘોસો ત્તિ નામઓ” એવી ગાથા છે. તેના “જણ’ પદના આધારે આ અધ્યયનનું નામ જણણીય’ છે. ઉત્તરાધ્યયનસૂત્રના ૧૪મા અધ્યનની પ્રથમ ગાથા ના ઉસુધાર’ પદથી આ અધ્યનનું નામ “ઉસુયારિજ્જ' રાખ્યું છે. ઉત્તરાધ્યયનસૂત્રના 7 મા અધ્યનના પ્રારંભમાં આવેલ ગાથાનાં “એલય' પદના આધારે અધ્યયનનું નામ એલઇજ્જ રાખ્યું છે. સૂત્રકૃતાંગસૂત્રના અષ્ટમ અધ્યનના પ્રારંભમાં આવેલ ગાથાના વીરિય” પદના આધારે અધ્યનનું નામ વરિય” રાખ્યું છે. સૂત્રકૃતાંગસૂત્રના નવમા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org