________________ સૂત્ર-૨૦૦ 939 ચોથો પ્રકાર હોતો નથી. તેમજ ભણિતિ-ભાષા સંસ્કૃત તથા પ્રકૃતિના ભેદથી બે પ્રકારની કહી છે. તે ઋષિઓવડે ભાષિત હોવાથી પ્રશસ્ત છે. પ્રશસ્ત હોવાથી સ્વરસમૂહમાં ગવાય છે. રિ૦૧-૨૦૪] કેવી સ્ત્રી મધુર ગીત ગાય છે? કઈ સ્ત્રી પર અને રુશ્ર સ્વરથી ગાય છે? કઈ સ્ત્રી ચતુરતાથી ગાય છે, કેવી સ્ત્રી વિલંબિત સ્વરથી, કઈ સ્ત્રી દ્વતતર સ્વરથી અને કઈ સ્ત્રી વિકૃત સ્વરથી ગાય છે? શ્યામા સોળ વર્ષની સ્ત્રી મધુર સ્વરથી ગીત ગાય છે. કાળી-સ્ત્રી ચતુર સ્વરથી ગાય છે. કાણી સ્ત્રી મંદ સ્વરથી ગાય છે. આંધળી સ્ત્રી દ્વતસ્વરથી ગાયછે. કપિલ-સ્ત્રી વિકૃત સ્વરથી ગાય છે. તંત્રીસમ-વીણા સમાન સ્વર, એવી જ રીતે તાલસમ, પદસમ, લયસમ, ગ્રહમ, નિઃશ્વાસિતોચ્છવસિતસમ, સંચરસમ, આ પ્રમાણે સ્વર સાત છે. સાતસ્વર, ત્રણગામ, એકવીશમૂર્ચ્છના અને 49 તાન પ્રમાણ સમસ્ત સ્વરમંડળ છે. આ સપ્તનામનું સ્વરૂપ છે. [૨૦પ-૨૧૨] અષ્ટ નામનું સ્વરૂપ કેવું છે? કર્તા કર્મ વગેરે આઠ પ્રકારની જે વચનવિભક્તિઓ છે તે અષ્ટનામ. વચનવિભક્તિના આઠ પ્રકારો આ પ્રમાણે છે. નિર્દેશપ્રાતિપાદિક અર્થનું પ્રતિપાદન કરવાના અર્થમાં પ્રથમા અને ઉપદેશમાં દ્વિતીયા વિભક્તિ હોય છે. કરણમાં તૃતીયા વિભક્તિ હોય છે. સંપ્રદાનમાં ચતુથીવિભક્તિ હોય છે, અપાદાનમાં પંચમીવિભક્તિ હોય છે. સ્વ-સ્વામીસંબંધ પ્રતિપાદન કરવામાં ષષ્ઠી વિભક્તિ હોય છે. સાનિધાન અર્થમાં સપ્તમીવિભક્તિ હોય છે. આમંત્રણ અર્થમાં સંબોધનરૂપ અષ્ટમીવિભક્તિ હોય છે. આ અષ્ટ નામને ઉદાહરણ સહિત સમજાવતા કહે છે કે નિર્દેશમાં પ્રથમા વિભક્તિ હોય છે. જેમકે (તે), (આ), (હું). ઉપદેશમાં બીજી વિભક્તિ હોય છે. જેમકે-જે તમે પ્રત્યક્ષ સાંભળ્યું છે તેને કહો, કરણમાં ત્રીજીવિભક્તિ હોય છે. જેમકેતેના અને મારાવતે કહેવાયું. તેના અને મારાવડે કરાયું. ચતુર્થી વિભક્તિ નમઃ તથા સ્વાહા આદિ અર્થમાં હોય છે. જેમકે-નમો જિનાય અગ્નસ્વાહા, આદિ, અપાદાનમાં પંચમી હોય છે, જેમકે-અહીંથી દૂર કરો અથવા અહીંથી લઈ લો. સ્વ-સ્વામી સંબંધ વાચ્ય હોય ત્યાં ષષ્ઠિવિભક્તિ હોય છે, જેમકે તેની અથવા આની ગયેલ વસ્તુ આ છે. આધાર, કાળ અને ભાવમાં સપ્તમીવિભક્તિ હોય છે. જેમતે આમાં છે. આમંત્રણ અર્થમાં અષ્ટમીવિભક્તિ હોય છે, જેમકે- હે યુવાન !' આ પ્રકારે આઠ નામો છે. [213-234] નવનામનું સ્વરૂપ કેવું છે? કાવ્યના નવરસો નવનામ કહેવાય છે. વીરરસ, શૃંગારરસ, અદ્ભુતરસ, રૌદ્રરસ, વડનકરસ-લક્કાજનકરસ, બીભત્સરસ, હાસ્યરસ, કરુણરસ, અને પ્રશાન્તરસ. તે નવસોમાં વીરરસ- દાન દેવામાં પશ્ચાત્તાપ ન કરવો, તપશ્ચયમાં ઘય હોવું અને શત્રુઓના વિનાશમાં પરાક્રમ હોવું આવા લથીણોવાળા વીરરસ હોય છે. તે આ પ્રમાણે-રાજ્યના વૈભવને ત્યજી દીક્ષિત થઈને જે કામ-ક્રોધરૂપ ભયંકર શત્રુઓનો વિઘાત કરે છે તે ચોક્કસ મહાવીર કહેવાય છે. શૃંગારરસ રતિના કારણભૂત રમણી આદિ સંબંધી અભિલાષાનો જનક હોય છે. મંડનથી શરીરને અલંકૃત કરવું, વિલાસ-વિલોકન આદિમાં વિકાર તેમજ ઓચિંતા ક્રોધ, સ્મિત, ચમત્કાર, મુખવિક્તવન હોયછેને, વિબ્લોક-શારીરિકવિકાર, હાસ્ય. લીલા-સકામ ચેષ્ટાઓ તથા રમણ, આ સર્વ શૃંગાર રસના લક્ષણો છે, જેમકે-શ્યામા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org