________________ ર૫ સત્ર- 135 નૈગમ-વ્યવહારનયસંમત આનુપૂર્વદ્રવ્યો શું સંખ્યાત છે કે અસંખ્યાત છે કે અનંત છે? ત્રણે દ્રવ્ય સંખ્યાત નથી, અનંત નથી, પરંતુ અસંખ્યાત છે. નૈગમ-વ્યવહારનયસંમત આનુપૂવદ્રવ્યો, અનાનુપૂર્વીદ્રવ્યો, અવકતવ્યદ્રવ્યો શું લોકના સંખ્યાતભાગમાં હોય છે કે અસંખ્યાતભાગમાં હોય છે કે સંખ્યાતભાગોમાં હોય છે કે અસંખ્યાતભાગોમાં હોય છે કે સર્વલોકમાં હોય છે? આનુપૂર્વદ્રવ્યો એક દ્રવ્યની અપેક્ષાએ સંખ્યાતભાગમાં હોય છે, અસંખ્યાતભાગમાં હોય છે, સંખ્યાતભાગોમાં હોય છે, અસંખ્યાત ભાગોમાં હોય છે અને દેશો લોકમાં હોય છે. અનેક દ્રવ્યની અપેક્ષાએ નિયમાં સર્વ લોકમાં હોય છે. અનાનુપૂર્વી દ્રવ્યના વિષયમાં પણ એમજ કથન કરવું જોઈએ. પ્રકારાન્તરથી અનાનુપૂર્વદ્રવ્યનું કથન કરતાં સૂત્રકાર કહે છે કે જો કોઈ પ્રશ્ન કરે કે અનાનુપૂર્વદ્રવ્ય લોકના સંખ્યાત ભાગમાં અથવા ભાગોમાં રહે છે, અસંખ્યાત ભાગમાં અથવા અસંખ્યાતભાગોમાં રહે છે કે સમસ્ત લોકમાં રહે છે ? તેનો ઉત્તર આ છે કે અનાનુપૂર્વી દ્રવ્ય પાંચેય વિકલ્પમાં હોય છે. ક્ષેત્રાનુપૂર્વમાં અવકતવ્યદ્રવ્યોની અવગાહનાનું કથન કર્યું છે તે પ્રમાણે જાણવું. સ્પર્શના દ્વારનું કથન આ કાલાનુપૂર્વમાં ક્ષેત્રાનુપૂર્વીની જેમજ જાણવું જોઈએ. નૈગમ-વ્યવહારનયસંમત આનુપૂર્વીદ્રવ્ય કાળાપેક્ષાએ કેટલા કાળ સુધી. રહે છે? એક આનુપૂર્વદ્રવ્યની અપેક્ષાએ જઘન્યસ્થિતિ ત્રણ સમયની છે અને ઉત્કૃષ્ટ સ્થિતિ અસંખ્યાત કાળની છે. અનેક આનુપૂર્વીદ્રવ્યોની અપેક્ષાએ સ્થિતિ સર્વકાલિક છે. નૈગમ-વ્યવહારનયસંમત અનાનુપૂર્વીદ્રવ્યો કાળાપેક્ષાએ કેટલા કાળ સુધી રહે છે ? એક દ્રવ્યની અપેક્ષાએ અજઘન્ય અને અનુષ્ટ સ્થિતિ એક સમયની છે. અનેક દ્રવ્યોની અપેક્ષાએ સ્થિતિ સર્વકાલિક છે. અવકતવ્યદ્રવ્ય કાળાપેક્ષાએ કેટલાકાળ સુધી રહે છે? એક દ્રવ્યની અપેક્ષાએ અજઘન્ય અનુષ્ટ સ્થિતિ બે સમયની છે. અને અનેક દ્રવ્યોની અપેક્ષાએ સ્થિતિ સર્વકાલિક છે. નૈગમ-વ્યવહારનયસંમત આનુપૂર્વીદ્રવ્યોનું અંતર કાળની અપેક્ષાએ કેટલા સમયનું હોય છે? એક દ્રવ્યની અપેક્ષાએ જઘન્ય અંતર એક સમયનું અને ઉત્કૃષ્ટ અંતર બે સમયનું હોય છે. અનેક દ્રવ્યની અપેક્ષાએ અંતર નથી. નૈગમ-વ્યવહારનયસંમત અનાનુપૂર્વીદ્રવ્યોનું અંતર કાળાપેક્ષાએ કેટલા કાળનું હોય છે? એક દ્રવ્યની અપેક્ષાએ જઘન્ય બે સમયનું અને ઉત્કૃષ્ટ અંસખ્યાત કાળનું અંતર હોય છે. વિવિધ દ્રવ્યોની અપેક્ષાએ અંતર નથી. નૈગમ-વ્યવહારનવસંમત અવકતવ્યદ્રવ્યો વિષે પણ આનુપૂર્વીદ્રવ્યની જેમ પ્રશ્ન સમજવો. અવકતવ્યદ્રવ્યોનો અંતરકાળ એક દ્રવ્યની અપેક્ષાએ જઘન્ય એક સમય અને ઉત્કૃષ્ટ અસંખ્યાતકાળનો હોય છે. અનેક દ્રવ્યોની અપેક્ષાએ અંતર નથી. ભાવઢાર અને અલ્પબહુ–દ્વારનું કથન ક્ષેત્રાનુપૂર્વીની જેમ જ સમજવું યાવતુ આ પ્રકારનું અનુગમનું સ્વરૂપ છે. નગમવ્યવહારનયસંમત અનૌપનિધિતી કાલાનુપૂર્વીનું વર્ણન થયું. [13] સંગ્રહનયસંમત અનૌપનિધિતી કાલાનુપૂર્વીનું સ્વરૂપ કેવું છે ? સંગ્રહ સંમત કાલાનુપૂર્વી પાંચ પ્રકારની છે, તે આ પ્રમાણે- અર્થપદપ્રરૂપણતા ભંગસમુત્કીર્તનતા ભંગોપદર્શનતા સમવતાર અને અનુગમ. [137] સંગ્રહનયસંમત અર્થપદપ્રરૂપણતાનું સ્વરૂપ કેવું છે ? આ પાંચે દ્વારોનું કથન સંગ્રહનયસંમત ક્ષેત્રાનુપૂર્વમાં જેમ છે તેમજ કાલાનુપૂર્વીમાં પણ સમજી લેવું. વિશેષતા એટલી કે પ્રદેશાવગાઢને બદલે અહીં ‘સ્થિતિ’ કહેવું પાવતુ આ પ્રકારનું Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org