________________ 322 અનુગદારાઈ-(૧ર૦) છે. આ સંગ્રહનયસંમત અર્થપદપ્રરૂપણતાનું શું પ્રયોજન છે ? સંગ્રહનયસંમત અર્થપપ્રરૂપણાતાવડે ભંગસમુત્કીર્તનતા કરાય છે. સંગ્રહનવસંત ભંગસમુત્કીર્તનતાનું સ્વરૂપ કેવું છે? આનુપૂર્વી છે, અનાનુપૂર્વી છે, અવકતવ્ય છે અથવા આનુપૂર્વીઅનાનુપૂર્વી છે. વગેરે સર્વ બાબત દ્રવ્યાનુપૂર્વીની જેમજ ક્ષેત્રાનુપૂર્વીના ભંગસમુત્કીતનતામાં સમજવી યાવતું આ પ્રકારનું સંગ્રહનયસંમત ભંગસમુકીર્તનતાનું સ્વરૂપ છે, સંગ્રહનયસંમત ભંગસમુત્કીર્તનતાનું પ્રયોજન શું છે ? ભંગસમુત્કીર્તનતાવડે ભંગોપદર્શનતા કરાય છે. સંગ્રહનયસંત ભંગોપદીનતાનું સ્વરૂપ કેવું છે ? ત્રિપ્રદેશાવગાહીદ્રવ્ય “આનુપૂવ' પદના વાચ્યાર્થરૂપ છે. એક પ્રદેશાવગાહી દ્રવ્ય “અનાનુપૂવ' પદના વાચ્યાર્થરૂપ છે, દ્વિપ્રદેશાવગાહીદ્રવ્ય અવકતવ્ય” પદના વાચ્યાર્થરૂપ છે અથવા ત્રિપદેશાવગાહી-એકપ્રદેશાવગાહિદ્રવ્યો “આનુપૂર્વી અનાનુપૂર્વી પદના વાર્થ રૂપ છે. સંગ્રહ સંમત દ્રવ્યાનુપૂર્વીની જેમજ ક્ષેત્રાનુપૂર્વમાં જાણવું યાવતુ આ પ્રકારનું સંગ્રહનયસંમત ભંગોપદર્શનતાનું સ્વરૂપ છે. સમવતારનું સ્વરૂપ કેવું છે ? સંગ્રહનયસંમત આનુપૂર્વીદ્રવ્યો ક્યાં સમાવિષ્ટ થાય છે ? શું આનુપૂર્વીદ્રવ્યોમાં સમાવિષ્ટ થાય છે કે અનાનુપૂવદ્રવ્યોમાં કે અવકતવ્યદ્રવ્યોમાં સમાવિષ્ટ થાય છે? ત્રણે સ્વ-સ્વસ્થાનમાં સમાવિષ્ટ થાય છે. આ પ્રમાણે સમવતારનું સ્વરૂપ છે. અનુગમનું સ્વરૂપ કેવું છે? અનગમના આઠ પ્રકાર પ્રરૂપ્યા છે. સત્પદપ્રરૂપણતા આદિ. અહીંઆ અલ્પબદુત્વ નથી. કેમકે સંગ્રહના અનેકતા માનતો નથી. સંગ્રહ સંમત આનુપૂર્વીદ્રવ્યો શું છે કે નથી ? નિયમથી છે. ત્રણેયના વિષયમાં એમજ જાણવું. શેષ બધા દ્વારા સંગ્રહનયસંમત દ્રવ્યાનુપૂર્વીની જેમ ક્ષેત્રાનુપૂર્વમાં જાણવા. આ પ્રમાણે અનુગામનું સ્વરૂપ છે. આ પ્રમાણે સંગ્રહનયસંમત અનૌપનિધિક ક્ષેત્રાનુપૂર્વીનું વર્ણન પૂર્ણ થયું. આવું અનૌપનિધિની ક્ષેત્રાનુપૂર્વીનું સ્વરૂપ છે. " [12] ઔપનિધિની ક્ષેત્રાનુપૂર્વીનું સ્વરૂપ કેવું છે ? ઔપનિધિ કી ક્ષેત્રાનુપૂર્વીનું ત્રણ ભેદો કહ્યા છે. તે આ પ્રમાણે- પૂવનુપૂર્વી, પક્ષાનુપૂર્વી અને અનાનુપૂર્વી. પૂવનુપૂર્વીનું સ્વરૂપ કેવું છે? પૂવનુપૂર્વી તે અધોલોક, તિર્યશ્લોક અને ઊર્ધ્વલોક આ ક્રમે કહેવું તે પૂર્વનુપૂર્વી છે. પશ્ચાનુપૂર્વનું સ્વરૂપ કેવું છે? ઉર્ધ્વલોક, તિર્યશ્લોક અને અધોલોક એ પશ્ચાનુપૂર્વી કહેવાય. અનાનુપૂર્વીનું સ્વરૂપ કેવું છે ? અનાનુપૂર્વમાં જે શ્રેણી સ્થાપિત કરવામાં આવશે તે એકથી શરૂ કરીને એકએકની વૃદ્ધિ કરતાં ત્રણ પર્યત્તની થઇ જશે. ત્યારબાદ પરસ્પર ગુણાકાર કરતાં અન્યોન્ય અભ્યસ્ત રાશિ બની. જશે. તેમાંથી આદિ અને અંતના બે ભંગો બાદ કરવાથી અનાનુપૂર્વી બની જાય છે. અધોલોક ક્ષેત્રાનુપૂર્વીના ત્રણ પ્રકાર પ્રરૂપ્યા છે. તે આ પ્રમાણે પૂવનુપૂર્વી, પશ્ચાનુપૂર્વી અને અનાનુપૂર્વી. અધોલોકક્ષેત્રપૂવનુપૂર્વીનું સ્વરૂપ કેવું છે ? અધોલોકક્ષેત્રપૂવનુપૂર્વી તે રત્નપ્રભા, શર્કરપ્રભા, વાલુકાપ્રભા, પંકપ્રભા, ધૂમપ્રભા, તમ પ્રભા, તમસ્તમપ્રભા આ ક્રમે સાત નારકભૂમીઓનો ઉપન્યાસ કરવો. અધોલોકક્ષેત્ર પશ્ચાનુપૂર્વીનું સ્વરૂપ કેવું છે? અધો લોકક્ષેત્રપશ્ચાનુપૂર્વી તે તમસ્તમપ્રભાથી ભાવતુ રત્નપ્રભાસુધી ઉલ્ટા ક્રમથી નરકભૂમિઓનો ઉપવાસ કરવો. અધોલોકક્ષેત્રઅનાનુપૂર્વનું સ્વરૂપ કેવું છે? અધોલોક ક્ષેત્રઅનાનુપૂર્વી તે એક શ્રેણી સ્થાપિત કરી એકએકની વૃદ્ધિ કરતાં સાત પર્યન્તની થઈ જશે. ત્યારબાદ પરસ્પરને ગુણિત કરતાં અન્યોન્ય અભ્યસ્ત Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org