________________ 308 અનુઓગદારા (55) પિપ] મિશ્રદ્રવ્યસ્કન્ધનું સ્વરૂપ કેવું છે? મિશ્રદ્રવ્યસ્કલ્પના અનેક પ્રકારો કહ્યાં છે. તે આ પ્રમાણે સેનાનોઅગ્નિમસ્કન્ધ, સેનાનો મધ્યમસ્કધ, સેનાનોઅંતિમસ્કન્ધ. આ મિશ્રદ્રવ્યસ્કલ્પનું સ્વરૂપ છે. [5] અથવા જ્ઞાયકશરીરમ્ભવ્ય શરીર વ્યતિરિક્ત દ્રવ્યસ્કન્ધના ત્રણ પ્રકાર છે. તે આ પ્રમાણે- કૃત્નસ્કન્ધ અકસ્મસ્કન્ધ અને અનેકદ્રવ્યસ્કન્ધ.. [57] કન્ઝસ્કન્ધનું સ્વરૂપ કેવું છે? કટ્સનસ્કન્ધ- હયસ્કન્ધ, ગજસ્કન્ધ આદિ જે પૂર્વે કહ્યાં તે જ કૃત્સસ્કન્ધ છે. આ કૃમ્નસ્કન્ધનું સ્વરૂપ છે. [58] અક—સ્કન્ધનું સ્વરૂપ કેવું છે ? અકૃત્નસ્કન્ધન તે પૂર્વે કહેલ ઢિપ્રદેશિઅંધ યાવતું અનંતપ્રદેશિક સ્કન્ધ છે. આ અકસ્મસ્કન્ધનું વર્ણન છે. [59] અનેકદ્રવ્યસ્કન્ધનું સ્વરૂપ કેવું છે? એકદેશે અપચિતભાગો-જીવપ્રદેશોથી. રહિત કેશ-નખાદિ અને એકદેશે ઉપચિતભાગો એટલે જીવપ્રદેશોથી વ્યાપ્ત પૃષ્ઠ, ઉદરાદિ, કે જે એક વિશિષ્ટ આકારે થઈને તેનો જે દેહરૂપ સમુદાય બને તે અનેકદ્રવ્યસ્કન્ધ છે. આ અનેકદ્રવ્યસ્કન્ધનું સ્વરૂપ છે. 0-62] ભાવસ્કન્ધનું સ્વરૂપ કેવું છે ? ભાવસ્કન્ધનાં બે પ્રકાર પ્રરૂપ્યા છે. આગમભાવસ્કન્ધ નોઆગમભાવસ્કન્ધ. આગમભાવસ્કન્ધનું સ્વરૂપ કેવું છે ? આગમભાવસ્કન્ધ તે ઉપયોગયુક્ત સ્કન્ધ શબ્દના અર્થનો ત્રાતા છે. આ પ્રકારનું આગમભાવસ્કન્ધનું સ્વરૂપ છે. નોઆગમભાવસ્કન્ધનું સ્વરૂપ છે ? પરસ્પર સંબંધિત સામાયિકાદિ છ અધ્યયનોના સમુદાયથી જે આવશ્યક શ્રુતસ્કન્ધ નિષ્પન્ન થાય છે તે ભાવસ્કન્ધ છે, અને મુખવસ્ત્રિકા. રજોહરણના વ્યાપાર રૂ૫ ક્રિયાથી યુક્ત વિવક્ષા કરવાથી તે નોઆગમભાવસ્કન્ધ કહેવાય છે. આમ ભાવસ્કન્ધનું વર્ણન પૂર્ણ થયું. ૩િ-૬પ તે “સ્કંધ'ના વિવિધ ઘોષવાળા તથા વિવિધ વ્યંજનવાળા એકાઈ નામો પ્રરૂપ્યાં છે. તે આ પ્રમાણે છે. ગણ-કાય-નિકાય-સ્કંધ-વર્ગ-રાશિ પુંજ પિંડ- નિકરસંઘાત-આકુલ-સમૂહ અપ્રમાણે સ્કંધનું વર્ણન પૂર્ણ થયું. [6-69] આવશ્યકનો અથધિકાર આ પ્રકારે છે. સાવદ્યયોગ વિરતિ-પ્રથમ અધ્યના સામાયિકમાં સમૂર્ણ સાવદ્યયોગની વિરતિનું પ્રતિપાદન છે. ઉત્કીર્તન- બીજા ચતુર્વિશતિસ્તવઅધ્યનમાં 24 તીર્થકરોની સ્તુતિ છે. ગુણવાનની પ્રતિપતિ- ત્રીજા વંદના અધ્યયનમાં મૂળગુણ-ઉત્તરગુણ સંપન્ન મુનિઓને વંદના છે. અલિત- નિંદાપ્રતિક્રમણ નામના ચોથા અધ્યનનમાં મૂળગુણો અને ઉત્તરગુણોથી અલિત થતાં લાગેલા અતિચારની નિંદા છે. ઘણચિકિત્સા- કાયોત્સર્ગ નામના પાચમાં અધ્યયનમાં ચારિત્રરૂપપુરુષનો જે અતિચારરૂપ ભાવવ્રણ છે તેની દશ પ્રકારની પ્રાયશ્ચિત્તરૂપ ચિકિત્સા છે. ગુણધારણા- પ્રત્યાખ્યાન નામના છઠ્ઠા અધ્યનનમાં મૂળગુણ-ઉત્તરગુણને અતિચારરહિત ધારણ કરવારૂપ અધિકાર છે. આવશ્યક- શાસ્ત્રનો આ પ્રકારનો સમુદાયાર્થે નામાર્થ સંક્ષેપમાં વર્ણવ્યો. હવે એક-એક અધ્યનનું વર્ણન કરીશ. તે આ પ્રમાણે- સામાયિક, ચતુર્વિશતિસ્તવ,વંદના, પ્રતિક્રમણ, કાયોત્સર્ગ, પ્રત્યાખ્યાન. તેમાંથી પ્રથમ અધ્યયન “સામાયિક ના ચાર અનુયોગદ્વાર થાય છે. તે આ પ્રમાણેઉપક્રમ- દૂરની વસ્તુઓનું એવી રીતે પ્રતિપાદન કરવું કે તે નિક્ષેપ યોગ્ય બની જાય નિક્ષેપનામસ્થાપનાદિ દ્વારા વિષયનું વ્યવસ્થાપન કરવું અનુગમ-સૂત્રનો અનુકૂળ અર્થ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org