________________ 268 ઉત્તરઝય- 361571 [૧પ૭૧] તેજસુ વાયુ અને ઉદાર-ત્રણ ત્રસકાયના ભેદ છે. તે સાંભળો. [૧પ૭૨-૧૫૭૬] તેજકાય જીવ બે પ્રકારના છે- સૂક્ષ્મ અને સ્કૂલ.તે બંનેના બબ્બે પ્રકાર છે-પર્યાપ્ત અને અપર્યાપ્ત. સ્થૂલ પયપ્તિ તેજસકાય જીવોના અનેક પ્રકાર છે-અંગાર, મુમુર- અગ્નિ, અચિ. દીપશિખા, જ્વાલા- તથા ઉલ્કા, વિદ્યુતું આદિ, સૂક્ષ્મ તેજસ્કાયના જીવો સંપૂર્ણ લોકમાં અને સ્કૂલ તેજસ્કાયના જીવ લોકના એક ભાગમાં છે. આ પછી ચાર પ્રકારથી તેજસ્કાય જીવોના કાલવિભાગ વિશે કહીશ. તે પ્રવાહની દ્રષ્ટિએ અનાદિ અનન્ત છે અને સ્થિતિની દ્રષ્ટિએ સાદિ સાત્ત છે. [1577-1579] તેજસ્કાયની આયુ-સ્થિતિ ઉત્કૃષ્ટ ત્રણ અહોરાત્રની છે અને જઘન્ય અનતમુહૂર્તની છે. તેજસ્કાયની કાયસ્થિતિ ઉત્કૃષ્ટ અસંખ્યાત કાલની છે અને જધન્ય અન્તર્મુહૂર્તની છે. તેજસનું શરીર છોડ્યા વગર નિરન્તર તેજસ શરીરમાં પેદા થવાને કાયસ્થિતિ કહે છે. તેજસના શરીરને છોડીને ફરી તેજસ શરીર ધારણ કરવા સુધીનો વચલો ગાળો જધન્ય અન્તર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ અનન્ત કાળનો છે. [1580 વર્ણ, ગબ્ધ, રસ, સ્પર્શ, સંસ્થાનથી તેજસકાયના હજારો ભેદ છે. [૧પ૮૧-૧૫૮૩] -વાયુકાય જીવના બે ભેદ સૂક્ષ્મ અને સ્કૂલ. ફરી તે બંનેના પર્યાપ્ત અને અપર્યાપ્ત બે બે ભેદ પૂલ પર્યાપ્ત વાયુકાય જીવોના પાંચ પ્રકાર. ઉત્કાલિકા, મંડલિકા, ઘનવાત. ગુંજાવાત અને શુદ્ધાવાત. સંવતંકવાત, આદિ બીજા પણ અનેક ભેદ છે. સૂક્ષ્મ વાયુકાયના જીવ એક પ્રકારના છે. તેમના ભેદ નથી. [1584-1588] સૂક્ષ્મ વાયુકાયના જીવ સંપૂર્ણ લોકમાં અને સ્કૂલ વાયુકાયના જીવ લોકના એક ભાગમાં વ્યાપ્ત છે. આ કહ્યા પછી ચાર પ્રકારથી વાયુકાયિક જીવોના. કાળવિભાગનું કથન કરીશ. તેઓ પ્રવાહની અપેક્ષાએ અનાદિ અનન્ત છે. અને સ્થિતિએ સાદિ સાન્ત છે. તેમની ઉત્કૃષ્ટ આયુ-સ્થિતિ ત્રણ હજાર વર્ષ છે. અને જઘન્ય અન્તર્મુહૂર્તની છે. તેમની ઉત્કૃષ્ટ કાયસ્થિતિ અસંખ્યાત કાળની અને જઘન્ય અન્તમુહૂર્તની છે. વાયુકાય છોડ્યા વગર ફરી-ફરી વાયુ શરીર ધારણ કરે તે કાયસ્થિતિ છે. વાયુ કામ છોડીને ફરી વાયુકામાં જન્મે તે વચ્ચેનો ગાળો જઘન્ય અન્તર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ અનન્ત કાળનો છે. [158 વર્ણ, ગબ્ધ, રસ, સ્પર્શ, સંસ્થાનથી વાયુકાયના હજારો ભેદ છે. [૧પ૯૦ ઉદારત્રસના ચારભેદ કન્દ્રિય, ત્રીન્દ્રિય, ચતુરિન્દ્રિય, પંચેન્દ્રિય. [૧પ૯૧-૧૫૯૫ કીન્દ્રિય જીવના બે ભેદ છે. પર્યાપ્ત આ અપર્યાપ્ત. તે તમે સાંભળો. કૃમિ, સૌમંગળ, અળસીયાં, માતૃવાહક, વાસીમુખ, સીપ, શંખ શંખનકપલ્લોય, અણુલ્લક, વરાટક-કોડી, જરો, જાલક અને ચંદનિયું વગેરે. અનેક પ્રકારના દ્વીન્દ્રિય જીવ છે. તે લોકના એક ભાગમાં છે. આખા લોકમાં નથી. પ્રવાહની અપેક્ષાએ તેઓ અનાદિ અનન્ત છે અને સ્થિતિએ સાદિ સાત્ત છે. [૧પ૯૬-૧પ૯૯] તેમની ઉત્કૃષ્ટ આયુરસ્થિતિ બાર વર્ષ છે અને જઘન્ય સ્થિતિ અન્તર્મુહૂર્ત છે. તેમની ઉત્કૃષ્ટ કાયસ્થિતિ અસંખ્યાત કાળની અને જઘન્ય અન્તર્મુહૂર્તની છે. દ્વીન્દ્રિય કાયાને નહિ છોડી નિરન્તર દ્વિત્રિયમાં જ ઉત્પન્ન થવું તે કાયસ્થિતિ છે. દ્વીન્દ્રિય શરીર છોડી ફરી હીન્દ્રિયમાં ઉત્પન્ન થતાં સુધીનો ગાળો જઘન્ય અમૂહૂર્ત છે અને ઉત્કૃષ્ટ અનનકાળ છે. વર્ણ, ગંધ, રસ, સ્પર્શ અને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org