________________ 266 ઉત્તરાયણે-૩૬૧પ૧ છે? અને ક્યાં જઇને સિદ્ધ થાય છે ? સિદ્ધ અલોકમાં રોકાય છે. લોકના અગ્રભાગમાં પ્રતિષ્ઠિત છે. મનુષ્ય લોકમાં શરીર છોડીને લોકના અગ્રભાગમાં જઈને સિદ્ધ થાય છે. [૧૫૨૧-૧પ૨૭ સવથિસિદ્ધ વિમાનથી બાર યોજન ઉપર ઈષતુ- પ્રભારી નામની પૃથ્વી છે, તે છત્રાકાર છે. તે પિસ્તાલીસ લાખ યોજન લાંબી છે. પહોળી પણ તેટલી જ છે. તેનો ઘેરાવો તેના કરતાં ત્રણ ગણો છે. તે વચમાં આઠ યોજન પૂલ છે. ક્રમશઃ પાતળી થતાં થતાં અન્ને માખીની પાંખ કરતાં પણ વધુ પાતળી થઈ જાય છે. તે પૃથ્વી અર્જુન અથતુ શ્વેત સ્વર્ણમયી છે. સ્વભાવે નિર્મળ છે અને ઊલટી છત્રી જેવા આકારની છે, એમ જિનવરોએ કહ્યું છે. તે શંખ, એકરત્ન અને કુન્દના ફૂલ જેવી શ્વેત છે, નિર્મળ અને શુભ છે. આ સીતા નામની ઈષતુ પ્રાભાઇ પૃથ્વીથી એક યોજન ઉપર લોકનો અન્ત છે. તે યોજન ઉપરનો જે કોસ છે, તે કોસના છઠ્ઠા ભાગમાં સિદ્ધની અવગાહના થાય છે. ભવપ્રપંચ રહિત, મહાભાગ, પરમગતિ સિદ્ધિને પામેલ સિદ્ધ ત્યાં અગ્રભાગમાં સ્થિત છે. [૧પ૨૮] અન્તિમ ભવમાં જેની જેટલી ઊંચાઈ હોય છે તેથી વિભાગહીન સિદ્ધોની અવગાહના થાય છે. [૧પ૨૯-૧૫૩૧] એકની અપેક્ષાએ સિદ્ધ સાદિ અનંત છે અને બહુત્વની દ્રષ્ટિએ સિદ્ધ અનાદિ અનન્ત છે. તેઓ અરૂપ છે, સઘન છે, જ્ઞાન દર્શનયુક્ત છે. તેમને નિરૂપમ સુખ મળે છે. જેની તુલના ન થઈ શકે. જ્ઞાન દર્શનયુક્ત, સંસાર પાર પહોંચેલા, પરમ ગતિ સિદ્ધિ મેળવેલ તેઓ બધા સિદ્ધ લોકના એક દેશમાં સ્થિત છે. [૧પ૩ર-૧પ૩૩] સંસારી જીવ બે પ્રકારના છે: ત્રસ અને સ્થાવર, સ્થાવરના ત્રણ પ્રકાર છે. પૃથ્વી, જલ, અને વનસ્પતિ- તેના ભેદો મારાથી સાંભળો. [૧પ૩૪-૧પ૪૧] પૃથ્વીકાય જીવના બે પ્રકાર :- સૂક્ષ્મ અને બાદરઃ ફરી બંનેના પયપ્તિ અને અપર્યાપ્ત-બબ્બે પ્રકાર છે. સ્થૂલ પર્યાપ્ત પૃથ્વીકાય જીવોના બે પ્રકાર - મૃદુ અને કઠોર. મૃદુના સાત ભેદ છે. કૃષ્ણ, નીલ, રક્ત, પીત, જેત, પાંડુ, ભૂરી માટી અને પનક-(અત્યન્ત સૂક્ષ્મ રજ.) કઠોર પૃથ્વીના છત્રીસ પ્રકાર છે. શુદ્ધ પૃથ્વી, શર્કરાકાંકરાવાળી, રેતાળ, પત્થરવાળી, શિલા, લવણ, ઊસ-(ક્ષારરૂપ.) ખારી માટી, લોઢું, તામ્બે, ત્રપુક-, કાચ, ચાંદી, સોનું, વજ-હીરા. હરિતાલ, હિંગુલ, મનસિલ, સમ્યક અંજન, પ્રવાળ, - મૂગા, અબરક, અભ્રબાલુક, અબરકવાળી રેતી અને વિવિધ મણિ પણ સ્થૂલ પૃથ્વી કાયની અન્દર સમાય છે. ગોમેદક, રુચક, અંક, સ્ફટિક, લોહિતાક્ષ, મરકત, મારગ, ભુજમોચક, ઈન્દ્રનીલ. ચંદન, ગેરુ, હંસગર્ભ, પુલક, ગત્વિક, ચન્દ્રપ્રભ, વૈડૂર્ય, જલકાન્ત, અને સૂર્યકાન્ત. આ કઠોર પૃથ્વીકાયના 36 ભેદ છે. સૂક્ષ્મ પૃથ્વીકાયના જીવો એક જ પ્રકારના છે. તેથી તેના અનેક ભેદ નથી. તે ભેદરહિત છે. [૧૫૪રી સૂક્ષ્મ પૃથ્વીકાયના જીવ સંપૂર્ણ લોકમાં અને સ્થૂલ પૃથ્વીકાયના જીવ લોકના એક દેશ-ભાગમાં છે. હવે ચાર પ્રકારના પૃથ્વી કાયિક જીવોના કાળવિભાગનું કથન કરીશ. [1543-1547] પૃથ્વીકાયિક જીવ પ્રવાહની અપેક્ષાએ અનાદિ અનંત છે અને સ્થિતિથી સાદિયાન્ત છે. તેમની બાવીસ હજાર વર્ષની ઉત્કૃષ્ટ અને અન્તર્મુહૂર્તની જઘન્ય આયુ-સ્થિતિ છે. તેમની અસંખ્યાત કાળની ઉત્કૃષ્ટ અને અન્તર્મુહૂર્ત જઘન્ય Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org