________________ 254 ઉત્તરઝથણ- 32 1267 [1267 સમાધિની ભાવનાવાળો તપસ્વી શ્રમણ ઈન્દ્રિયોના શબ્દ રૂપાદિ મનોજ્ઞ વિષયોમાં રાગભાવ અને અમનોજ્ઞ વિષયોમાં દ્વેષભાવ ન કરે. [1268-1272] ચક્ષુનો વિષય રૂપ છે. જે રૂપ રાગનું કારણ હોય તેને મનોજ્ઞ કહે છે અને જે દ્વેષનું કારણ હોય તેને અમનોજ્ઞ કહે છે. આ બંનેમાં જે સમ રહે છે તે વિતરાગ કહેવાય છે. ચક્ષુ, રૂપનો ગ્રહણ-ગ્રાહક છે, રૂપ ચક્ષુનો-ગ્રાહ્ય-વિષય છે. જે રાગનું કારણ છે તેને મનોજ્ઞ કહે છે અને જે દ્વેષનું કારણ છે તેને અમનોશ કહે છે. જે મનોજ્ઞ રૂપોમાં અત્યન્ત લીન છે, આસક્તિ રાખે છે તે રાગાતુર અકાળે જ વિનાશ પામે છે. જેમ પ્રકાશલોલુપ પતંગિયું પ્રકાર ના રૂપમાં આસક્ત બની મૃત્યુ પામે છે. જે અમનોજ્ઞરૂપ પ્રતિ દ્વેષ રાખે છે તે તરતજ પોતાના દ્વેષનું ફળ ભોગવે છે. એમાં રૂપનો અપરાધ નથી. જે સુન્દર રૂપમાં અત્યન્ત આસક્ત હોય છે અને કુરૂપમાં દ્વેષ કરે છે તે અજ્ઞાની દુઃખની પીડા પામે છે. વિરક્ત મુનિ તેમાં લિપ્ત (રાગ-દ્વેષી) નથી થતો. [1273] મનોશ રૂપની ઈચ્છા કરનાર વ્યક્તિ અનેકરૂપ ચરાચર અથતિ ત્રસ અને સ્થાવર જીવોની હિંસા કરે છે. પોતાના પ્રયોજનને વધુ મહત્ત્વ આપનાર ક્લિષ્ટ (રાગથી પીડિત) અજ્ઞાની વિવિધ પ્રકારથી તે જીવોને દુઃખ દે છે-પીડિત કરે છે. 1274-1276] રૂપમાં અનુપાત અને પરિગ્રહ માટે રૂપ ઉત્પાદનમાં, સંરક્ષણમાં અને સાનિયોગ માં તથા વ્યય અને વિયોગમાં તેને સુખ ક્યાંયે હોતું નથી. તેને ઉપભોગકાળમાં પણ તૃપ્તિ નથી મળતી. રૂપમાં અતૃપ્ત તથા પરિગ્રહમાં આસક્ત અને અત્યન્ત આસક્ત વ્યક્તિ સંતોષ પામતો નથી. તે અસંતોષના દુઃખથી દુખી અને લોભથી કલુષિત-વ્યાકુળ વ્યક્તિ બીજાની વસ્તુઓ ચોરે છે. રૂપ અને પરિગ્રહમાં અતૃપ્ત તેમજ તૃષ્ણાથી ઘેરાયેલા તે બીજાની વસ્તુઓ ચોરે છે. લોભથી તેનું કપટ અને જૂઠ વધે છે. પણ કપટ અને જૂઠના પ્રયોગથી પણ તે દુઃખથી મુક્ત થતો નથી. [1277] જૂઠ બોલતા પહેલા, પછી અને બોલતાં પણ દુઃખ જ હોય છે. તેનો અત્ત પણ દુઃખદ હોય છે. આમ રૂપથી અતૃપ્ત થઈને તે ચોરી કરનાર દુખી અને આશ્રયહીન બને છે. [1278-1280] આમ રૂપમાં અનુરક્ત માણસને ક્યાં, ક્યારે અને કેટલું સુખ મળશે ? જે મેળવવા માણસ દુખ ભોગવે છે, તેના ઉપભોગમાં પણ કષ્ટ અને દુઃખ જ હોય છે. એવી જ રીતે રૂપ તરફ દ્વેષ રાખનાર પણ ઉત્તરોત્તર અનેક દુઃખ ભોગવે છે, દ્વેષયુક્ત ચિત્તથી જે કર્મો કરે છે, તે પરિણામે દુઃખનું કારણ બને છે. રૂપમાં વિરક્ત. માણસ શોકરહિત અને સંસારમાં રહેવા છતાં જળમાં કમળની જેમ અલિપ્ત હોય છે. [1281-1282] શ્રોત્રનો ગ્રાહ્ય શબ્દ છે. જે શબ્દ રાગ ઉત્પન્ન કરે છે તે મનોજ્ઞ છે. જે દ્વેષ ઉત્પન્ન કરે છે અમનોજ્ઞ કહેવાય. જે શબ્દોમાં સમભાવ ધારણ કરે છે તે વીતરાગ છે. શ્રોત્ર શબ્દનો ગ્રાહક છે અને શબ્દ ગ્રાહ્ય છે. જે રાગ ઉત્પન્ન કરે તે મનો અને દ્વેષનું કારણ બને તે અમનોજ્ઞ કહેવાય. [૧૨૮૩-૧૨૮પી જે મનોજ્ઞ શબ્દમાં તીવ્રરૂપે આસક્ત હોય તે રાગાતુર અકાળે નાશ પામે છે. જેમ શબ્દમાં અતૃપ્ત-મુગ્ધ હરણ મૃત્યુ પામે છે. જે અમનોજ્ઞ શબ્દ તરફ તીવ્ર દ્વેષ રાખે છે તે તે જ વખતે પોતાના દુદન્તિ દ્વેષને કારણે દુઃખી થાય છે. તેમાં શબ્દનો દોષ નથી. જે પ્રિય શબ્દમાં અત્યન્ત આસક્ત હોય છે અને અપ્રિય શબ્દ પ્રત્યે દ્વેષ કરે છે, તે અજ્ઞાની કી થાય છે. વીતરાગ માં લિપ્ત થતો નથી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org