________________ 236 ઉત્તરઝયાણ- 255973 સાંભળીને, ઉત્તમ અર્થની શોધ કરનાર તે મહામુનિ ગુસ્સે ન થયા તેમજ પ્રસન્ન પણ ન થયા, અન્ન, જલ કે જીવન નિર્વાહ માટે નહીં પણ તેની વિમુક્તિ માટે મુનિએ આમ કહ્યું [973-74] તું વેદનું મુખ જાણતો નથી અને ધર્મનું, યજ્ઞનું, કે નક્ષત્રોનું મુખ પણ જાણતો નથી. જે પોતાનો અને બીજાનો ઉદ્ધાર કરવા સમર્થ છે તેને પણ તું જાણતો નથી. જાણતો હોય તો કહે. [975-77] તેમના આક્ષેપોનો-પ્રશ્નોનો ઉત્તર આપવામાં અસમર્થ બ્રાહ્મણે પોતાની સમગ્ર પરિષદ સાથે હાથ જોડીને મુનિને પૂછ્યું. તમે કહો-વેદોનું મુખ શું છે? યજ્ઞોનું મુખ કહો, નક્ષત્રો અને ધર્મનું મુખ પણ કહો. પોતાનો અને બીજાનો ઉદ્ધાર કરવા સમર્થ કોણ છે તે પણ કહો. મને આ બધી શંકાઓ છે. સાધુ! હું પૂછું છું. તમે કહો. [978-980] વેદોનું મુખ અગ્નિહોત્ર છે. યજ્ઞોનું મુખ યજ્ઞાર્થી છે. નક્ષત્રોનું મુખ ચન્દ્ર છે. અને ધમનું મુખ કાશ્યપ (2ષભદેવ) છે. જેમાં ઉત્તમ અને મનોહારી ગ્રહ વગેરે હાથ જોડીને ચન્દ્રની વંદના તેમ જ નમસ્કાર કરે છે. તેવી જ રીતે ભગવાન ઋષભ દેવ છે. તેમની આગળ પણ જનતા વિનયાવનત છે. વિદ્યા બાહ્મણની સંપત્તિ છે. યજ્ઞવાદી એ જાણતા નથી. તેઓ બહારથી સ્વાધ્યાય અને તપથી, અગ્નિ રાખથી ઢંકાયેલી હોય તેમ ઢંકાયેલા છે. - 9i81-984 જેમને લોકમાં સારા માણસોએ બ્રાહ્મણ કહ્યા છે, જેઓ અગ્નિની જેમ સદા પૂજ્ય છે તેને હું બ્રાહ્મણ કહું છું. જે પ્રિય સ્વજનોને મળીને આસક્ત નથી થતો અને વિરહમાં દુઃખી નથી થતો. જે આર્યવચનમાં રત રહે છે તેને હું બ્રાહ્મણ કહું છું. કસોટી પર કરેલું અને અગ્નિમાં શુદ્ધ કરેલું વિશુદ્ધ સોનાની જેમ જે રાગ-દ્વેષ અને ભયથી મુક્ત છે, તેને હું બ્રાહ્મણ કહું છું. જે તપસ્વી છે, કશ છે, દાત્ત છે, જેનું માંસ અને રક્ત કમ થઈ ગયાં છે, જે સુવ્રત છે, શાન્ત છે, તેને હું બ્રાહ્મણ કહું છું. [985-990 જે ચરાચર જીવોને સમ્યક્તયા જાણીને તેની મન-વચન-કાયાથી હિંસા નથી કરતો, તેને હું બ્રાહ્મણ કહું છું. જે ક્રોધ, હાસ્ય, લોભ અથવા ભયથી જુઠું નથી બોલતો, તેને હું બ્રાહ્મણ કહું છું. જે ચિત્ત કે અચિત્ત, થોડું કે વધારે આપ્યા વિના લેતો. નથી તેને હું બ્રાહ્મણ કહું છું. જે દેવ, મનુષ્ય કે પક્ષી સંબંધી મૈથુનનું મન-વચન અને શરીરથી સેવન નથી કરતો તેને હું બ્રાહ્મણ કહું છું. જેમ પાણીમાં જન્મેલું કમળ પાણીમાં લિપ્ત થતું નથી, તેવી જ રીતે જે કામ ભોગોથી અલિપ્ત રહે છે, તેને હું બ્રાહ્મણ કહું છું. જે રસાદિમાં લોલુપ નથી, જે નિદોંષ ભિક્ષાથી જીવન નિર્વાહ કરે છે, જે ગૃહત્યાગી છે, જે અકિંચન છે, જે ગૃહસ્થીમાં અનાસક્ત છે, તેને હું બ્રાહ્મણ કહું છું. [991-994] તે દુશીલને પશુબંધ ના કારણે બધા વેદો અને પાપ કર્મથી કરાયેલ યજ્ઞ છોડાવી શકે નહીં, કારણ કર્મ બળવાન છે. કેવળ માથું મુંડાવવાથી કોઈ શ્રમણ નથી થઈ જતો. ઓમ્ નો જાપ કરવાથી કોઈ બ્રાહ્મણ નથી થતો. જંગલમાં રહેવાથી કોઇ મુનિ બનતો નથી. કુશના કપડાં પહેરવાથી જ કોઈ તપસ્વી બનતો નથી. સમભાવથી શ્રમણ બને છે. બ્રહ્મચર્યથી બ્રાહ્મણ બને છે. જ્ઞાનથી મુનિ થાય છે. તપથી તપસ્વી બને છે. કર્મથી બ્રાહ્મણ બને છે. કર્મથી ક્ષત્રિય થાય છે. કર્મથી જ વૈશ્ય અને કમેથી જ શૂદ્ર બને છે. 9i95-99] અહીં તે આ તત્ત્વોનું નિરૂપણ કર્યું છે. આનાથી જે સાધક સ્નાતક Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org