________________ અધ્યયન- 23 233 લોકો તેમાં ફસાઈ જાય છે. રસ્તે ચાલતાં તમે કેમ ભટકતા નથી? [09] સન્માર્ગે અને ઉન્માર્ગે ચાલનારા બધાને હું ઓળખું છું. તેથી હે મુનિ! હું ભટકતો નથી. [908-909 માર્ગ કોને કહેવાય ? કેશીએ પૂછયું. ગૌતમે આમ જવાબ આપ્યો. મિથ્યા પ્રવચનને માનનારા બધા પાખંડીવ્રતી લોકો ઉન્માર્ગે જાય છે. સન્માર્ગ જિનોપદિષ્ટ છે. અને તે જ ઉત્તમ છે. 9i10-911] ગૌતમ ! તમારી પ્રજ્ઞા શ્રેષ્ઠ છે. તમે મારી શંકા દૂર કરી. મારી એક બીજી શંકા છે. તે વિશે તમે મને કહો. મુને ! મહાન જળપ્રવાહમાં વેગથી ડૂબતા પ્રાણીઓને માટે શરણ, ગતિ, પ્રતિષ્ઠા અને દ્વીપ તમે કોને માનો છો? [12] જળની વચ્ચે એક વિશાળ મહાદ્વીપ છે. ત્યાં વિશાળ જળપ્રવાહના વેગની ગતિ નથી. [913914] તે મહાદ્વીપ કયો? કેશીકુમારે પૂછ્યું. ગૌતમે આમ કહ્યું. જરામરણના વેગમાં વહેતાડૂબતા પ્રાણીઓ માટે ધર્મ જ દ્વીપ, પ્રતિષ્ઠા, ગતિ અને ઉત્તમ શરણ છે. [915-916] ગૌતમ! તમારી પ્રજ્ઞા શ્રેષ્ઠ છે. તમે મારો સંદેહ દૂર કર્યો. મારો એક બીજો સંદેહ છે. તે વિશે પણ તમે મને કહો. ગૌતમ ! મહા પ્રવાહવાળા સમુદ્રમાં નૌકા ડગમગે છે. તમે તેમાં બેસીને કેવી રીતે પાર જશો? [917 જે તૂટેલી નૌકા છે તે પાર ન પહોંચે. જે સારી છે, તે જ પાર જાય છે. [918-919) તે કયી નૌકા છે? કેશીએ પૂછ્યું. ગૌતમે આમ કહ્યું. શરીર નૌકા છે. જીવ નાવિક છે. અને સંસાર સમુદ્ર છે. જેને મહર્ષિ તરી જાય છે. 20-921] ગૌતમ તમારી પ્રજ્ઞા શ્રેષ્ઠ છે. તમે મારી શંકા દૂર કરી. મારો હજી એક સંદેહ છે. ગૌતમ! તે વિશે તમે મને કહો. ભયંકર ગાઢ અંધકારમાં ઘણાં જીવો રહે છે. આખા લોકમાં તેમને માટે પ્રકાશ કોણ કરશે? [922] સપૂર્ણ જગતમાં પ્રકાશ કરનાર નિર્મળ સૂર્ય ઊગી ચૂક્યો છે. તે બધા જીવો માટે પ્રકાશ કરશે. [૯ર૩-૯૨૪] તે સૂર્ય કોણ છે ? કેશીએ પૂછતાં ગૌતમે આમ જવાબ આપ્યો. જેને સંસાર ક્ષીણ થઈ ગયો છે, જે સર્વજ્ઞ છે, એવા જિન ભાસ્કર ઊગી ચૂક્યા છે. તે બધા. જીવો માટે પ્રકાશ કરશે. [925-926] ગૌતમ ! તમારી પ્રજ્ઞા શ્રેષ્ઠ છે. તમે મારો આ સંદેહ દૂર કર્યો છે, મારી એક બીજી શંકા છે. તે તમે મને કહો. મુને ! શારીરિક અને માનસિક દુઃખોથી પીડિત જીવો માટે તમે ક્ષેમ, શિવ અને અનાબા-બાધારહિત કયું સ્થાન માનો છો ? [૯ર૭] લોકના અગ્રભાગમાં એક એવું સ્થાન છે, જ્યાં જરા, મૃત્યુ, વ્યાધિ અને વેદના નથી. પણ ત્યાં પહોંચવું ઘણું અઘરું છે. [928-40] તે સ્થાન કયું? કેશી કુમારે પૂછતાં, ગૌતમે તેને આમ કહ્યું. જે સ્થાન મહર્ષિ મેળવે છે તેનું નામ નિવણ છે. અબાધ છે. સિદ્ધિ છે. લોકાગ્ર છે. ક્ષેમ, શિવ અને અનાબાધ છે. ભવપ્રવાહનો અંત લાવનાર મુનિ જેને પ્રાપ્ત કરીને શોકમુક્ત બને છે તે લોકના અગ્રભાગમાં શાશ્વતરૂપે છે. ત્યાં પહોંચવું અઘરું છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org