________________ 226 ઉત્તરજઝયા-૨૦૭૫૮ પોતાને સંયત માને છે. તેનો લાંબા વખત સુધી વિનાશ થાય છે. પીધેલું હળાહળ ઝેર, ઊધું પકડેલું શસ્ત્ર જેમ વિનાશકારી હોય છે. તેવીજ રીતે વિષયવિકારોવાળો ધર્મ પણ વિનાશકારી બને છે. જે લક્ષણ અથવા સ્વપ્નવિદ્યાનો પ્રયોગ કરે છે, નિમિત્ત શાસ્ત્ર કે કૌતુક કાર્યમાં આસક્ત રહે છે, ખોટું આશ્ચર્ય ઉત્પન્ન કરનાર વિદ્યા વડે જાદુથી જીવનનિર્વાહ કરે છે, તે કર્મ ફળ ભોગવતી વખતે કોઈનો આશ્રય મેળવી શકતો નથી. તે શીલહીન સાધુ પોતાના અત્યન્ત અજ્ઞાનને લીધે ઊલટી દ્રષ્ટિવાળો બને છે પરિણામે અસાધુ પ્રકૃતિવાળો તે સાધુ મૌન-મુનિધર્મની વિરાધના કરીને સતત દુઃખ ભોગવતો નરક અને તિર્યંચ ગતિમાં આવાગમન કર્યા કરે છે. ૭પ૯-૭૨] જે ઔદેશિક ક્રિત નિયાગ કે નિત્યપિંડ વગેરે રૂપે થોડું પણ દૂષિત આહાર તજતો નથી તે સર્વભક્ષી અગ્નિની જેમ સર્વભક્ષી સાધુ પાપ-કર્મ કરીને મય પછી દુર્ગતિ પામે છે. દુઃશીલ- આત્મા પોતાનું જ જેવું અનિષ્ટ કરે છે તેવું ગળું કાપનાર દુશમન પણ કરતો નથી. ઉક્ત તથ્યને નિર્દય સંયમહીન મનુષ્ય મૃત્યુની પળે પશ્ચાત્તાપ કરતો જાણશે. જે ઉત્તમાર્થમાં-અન્ત સમયની સાધનામાં વિપરીત વૃષ્ટિ રાખે છે તેની શ્રામણ્યમાં અભિચિ વ્યર્થ છે. તેને આલોક અને પરલોક વ્યર્થ છે. તે ઉભયભ્રષ્ટ ભિક્ષુ નિરન્તર ચિત્તિત રહે છે. તેવી જ રીતે સ્વચ્છન્દ અને દુરાચારી સાધુ પણ જિનોત્તમભગવાનના માર્ગની વિરાધના કરીને ભોગરસોમાં આસક્ત થઈ વ્યર્થ શોક કરનારી ગીધડી ની જેમ દુઃખી થાય છે. 7i63-764] બુદ્ધિશાળી સાધક આ સુભાષિત તેમજ જ્ઞાન-ગુણ યુક્ત અનુશાસનને સાંભળી કુશલ વ્યક્તિઓનો માર્ગ છોડી, મહાન નિગ્રન્થોના માર્ગે વળે છે. ચારિત્રાચાર અને જ્ઞાનાદિ ગુણયુક્ત નિર્ચન્થ નિરાશ્રવ હોય છે. શુદ્ધ સંયમ પાળીને તે નિરાશ્રવ સાધક કર્મોનો ક્ષય કરીને વિપુલ. ઉત્તમ તેમજ શાશ્વત મોક્ષ મેળવે છે. [765] આમ ઉગ્ન-દાન્ત, મહાન તપોધન, મહા-પ્રતિજ્ઞ, મહાન-યશસ્વી તે. મહામુનિએ આ મહાનિર્ચન્થીય મહામૃતને ખૂબ વિસ્તારપૂર્વક કહ્યો. [766-769] રાજા શ્રેણિક સંતુષ્ટ થઈ હાથ જોડીને કહ્યું : ભગવન, અનાથનું યથાર્થ સ્વરૂપ આપે મને સારી રીતે સમજાવ્યું. હે મહર્ષિ ! આપનો મનુષ્ય જન્મ સફળ છે, આપની ઉપલબ્ધિઓ સફળ છો. આપ સાચા સનાથ અને સબાન્ધવ છો. કારણ આપ જિનેશ્વરના માર્ગો છો. હે સંયત ! આપ અનાથોના નાથ છો. હે મહાભાગ ! હું આપની ક્ષમા માગુ છું. હું આપની પાસે અનુશાસિત થવા ઇચ્છું છું. આપને પ્રશ્ન પૂછીને આપનું ધ્યાનભંગ કર્યું અને ભોગો ભોગવવા આમંત્રણ આપ્યું તે બધા માટે મને ક્ષમા કરો. [770772] આ રીતે રાજસિંહ શ્રેણિક રાજા અનગાર-સિંહ મુનિની પરમ ભક્તિપૂર્વક સ્તુતિ કરીને અન્તપુર તેમજ બીજા પરિજનો સાથે ધર્મમાં અનુરક્ત થયો. રાજા આનંદથી રોમાંચ અનુભવી રહ્યો હતો. તે મુનિની પ્રદક્ષિણા કરીને શિરોવંદના કરી પાછો ફર્યો. અને તે ગુણો વડે સમૃદ્ધ (મુનિ ત્રણે ગુપ્તિઓથી ગુપ્ત, ત્રણે દડોથી વિરત, વિમુક્ત, અપ્રતિબદ્ધ પક્ષીની જેમ ભૂતલ પર. - એમ હું કહું છું. અધ્યયન-૨૦-ની મુનિ દીપરત્નસાગરે કરેલ ગુર્જરછાયા પૂર્ણ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org