________________ અધ્યયન-૧૮ 219 પામ્યા હતા. મહાન દ્વિવાળા અને અપાર કીર્તિવાળા એવા મધવા ચક્રવર્તીએ ભારત દેશનો ત્યાગ કરીને દીક્ષા લીધી હતી. રિદ્ધિ-સિદ્ધિથી સમ્પન્ન મનુષ્યોમાં ઉત્તમ એવા સનકુમાર ચક્રવતી પોતાના પુત્રને રાજ્યાસને બેસાડીને તપ કરવા ઉદ્યમવંત થયા હતા. અનેક પ્રકારની રિદ્ધિ-સિદ્ધિથી સંપન્ન તથા જગતમાં શાન્તિના સ્થાપક એવા પતિનાથ ચક્રવર્તીએ ભારતનું રાજ્ય છોડીને અનુત્તર ગતિ પ્રાપ્ત કરી હતી. ઇક્વાકુ વંશના રાજાઓમાં શ્રેષ્ઠ રાજા, ઉજ્જવળ કતિ તથા સંપત્તિવાળા. એવા કુન્યુનાથ ભગવાને પણ અનુત્તર ગતિ પ્રાપ્ત કરી હતી. સાગરના અંત પર્વત, ભારતવર્ષને ત્યાગી, કમરજને દૂર કરીને અરનાથ ભગવાને અનુત્તર ગતિ પ્રાપ્ત કરી હતી. ભારત દેશ તથા તેના ઉત્તમ પ્રકારના ભોગોનો ત્યાગ કરીને મહાપા ચક્રવર્તીએ પણ તપનું આચરણ કર્યું હતું. શત્રુઓના ગર્વને ઉતારનાર એવા હરિફેણ ચક્રવર્તી આખા રાજ્યની સત્તા એક છત્ર નીચે લાવીને, રાજ્ય કરીને પછી અનુત્તર ગતિ પ્રાપ્ત કરી હતી. હજાર રાજાઓની સાથે શ્રેષ્ઠ એવા જય ચક્રવર્તીએ રાજપાટ છોડીને જિનેશ્વરે ફરમાવેલા સંયમ અનુસાર આચરણ કરીને અનુત્તર ગતિ પ્રાપ્ત કરી હતી. [03-605 સાક્ષાત્ દેવેન્દ્રની પ્રેરણા મળતાં દશાર્ણભદ્ર રાજાએ પોતાનું રાજ્ય ત્યાગી દીક્ષા લીધી હતી અને મુનિધર્મનું આચરણ કર્યું હતું. સાક્ષાત્ દેવેન્દ્રની પ્રેરણા થતાં વિદેહના રાજા નમિએ શ્રમણ ધર્મ અંગીકાર કરીને પોતે અતિ વિનયશીલ બન્યા હતા. કલિંગમાં કરકડુ, પાંચાલમાં દ્વિમુખ તથા વિદેહમાં નમિ રાજા તથા ગન્ધારમાં નગ્ગતિએ પણ એમજ કર્યું હતું. [606-12] રાજાઓમાં વૃષભ સમાન જે મહાન હતા, એવાઓએ પોતપોતાના પુત્રનેગાદીએ બેસાડીને શ્રમણ ધર્મને સ્વીકાર્યો છે. બધા શૂરવીર રાજાઓમાં વૃષભ સમાન મહાન એવા ઉદાયણ રાજાએ, રાજપાટ છોડી સંયમ સ્વીકાર્યો, તથા મુનિધર્મનું આચરણ કરીને અનુત્તર ગતિને પ્રાપ્ત કરી હતી. આ રીતે શ્રેય તથા સત્યમાં પરાક્રમશીલ એવા કાશીરાજે કામ ભોગોનો ત્યાગ કરીને કર્મ રૂપી મહાવનનો નાશ કર્યો હતો. એ જ રીતે, અમરકીર્તિ મેળવનાર, મહાન યશસ્વી એવા વિજય રાજાએ. ગુણ-સમૃદ્ધ એવા રાજ્યનો ત્યાગ કરીને દીક્ષા લીધી હતી. એજ પ્રકારે રાજર્ષિ મહાબળે અનાકુલ ચિત્તથી ઉગ્ર તપશ્ચય વડે અહંકારનું વિસર્જન કરીને સિદ્ધિપદને પ્રાપ્ત કર્યું હતું. ભરતેશ્વર આદિ શૂર તથા વૃઢ પરાક્રમી રાજાઓએ જિનશાસનની વિશેષતા જોઈને તેનો સ્વીકાર કર્યો હતો. તેથી અહેતુવાદોથી પ્રેરાઈને હવે ઉન્મત્તભાવે કેમ કોઈ વિચારી શકે ? મેં આ અત્યંત યુક્તિસંગત સત્યવાણી કીધી છે. એનો સ્વીકાર કરીને અનેક જીવ-ભૂતકાળમાં સંસાર-સાગર તરી ગયા છે. વર્તમાનમાં તરી રહ્યા છે અને ભવિષ્યમાં તરશે. [13] ધીર સાધક, એકાન્તવાદી-અહેતુવાદોમાં કેવી રીતે ભળી શકે ? જેઓ બધા સંગથી મુક્ત છે તેઓ જ કર્મજ રહિત થઈને સિદ્ધ થઈ શકે છે. - એમ હું કહું છું. અધ્યયન-૧૮ની મુનિ દીપરત્નસાગરે કરેલ ગુર્જરછાયા પૂર્ણ (અધ્યયન-૧૯મૃગાપુત્રીય) [614-616] બાગ-બગીચાથી સુશોભિત સુગ્રીવનામક નગરમાં બલભદ્ર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org