________________ 214 ઉત્તરજઝયણ-૧૬૧૭ રોગ અને આતંક થાય છે. અથવા તે કેવલી પ્રરલિત ધર્મથી ભ્રષ્ટ થાય છે. તેથી સ્ત્રી, પશુ અને નપુંસકથી આકીર્ણ શયન-આસનનું જે સેવન નથી કરતો તે નિર્ચન્થ છે. [513] જે સ્ત્રીઓની વાતો નથી કરતો તે નિર્ઝન્ય છે. એમ શા માટે ? આચાર્ય કહે છે-જે સ્ત્રીઓની વાતો કરે છે તે બ્રહ્મચારી નિન્થને બહ્મચર્યમાં શંકા. કાંક્ષા અથવા વિચિકિત્સા ઉત્પન્ન થાય છે અથવા બ્રહ્મચર્યનો નાશ થાય છે અથવા ઉન્માદ થાય છે અથવા દિર્ઘકાલિક રોગ અથવા આતંક થાય છે અથવા તે કેવલી પ્રલિત ધર્મથી ભ્રષ્ટ થાય છે. તેથી નિર્ચન્ટે સ્ત્રીઓની વાત ન કરવી. પિ૧૪ો જે સ્ત્રીઓ સાથે એક આસન પર નથી બેસતો તે નિર્ગળ્યું છે. એમ શા. માટે ? આચાર્ય કહે છે જે સ્ત્રીઓ સાથે એક આસન પર બેસે છે તે બ્રહ્મચારીને બ્રહ્મચર્ય વિશે શંકા, કાંક્ષા, વિચિકિત્સા થાય છે. યા બ્રહ્મચર્યને નાશ થાય છે. અથવા ઉન્માદ થાય છે. દીર્ઘકાલિક રોગ અને આતંક થાય છે. અથવા તે કેવલી પ્રરૂપિત ધર્મથી ભ્રષ્ટ થાય છે, તેથી નિર્ચન્થ સ્ત્રીઓ સાથે એક આસને ન બેસવું. પિ૧પ જે સ્ત્રીઓના સૌન્દર્યને તેમની સુંદર ઇન્દ્રિયોને નથી જોતો અને તેમના વિશે વિચાર નથી કરતો તે નિર્ગસ્થ છે. એમ શા માટે? આચાર્ય કહે છે-જે સ્ત્રીઓની મનોહર ઇન્દ્રિયો જુએ છે અને તેનો વિચારેકરે છે, તે બ્રહ્મચારી નિર્ઝન્ય ને બ્રહ્મચર્ય વિશે શંકા, કાંક્ષા યા વિચિકિત્સા થાય છે. બ્રહ્મચર્યનો નાશ થાય અથવા ઉન્માદ થાય અથવા દીર્ઘકાલિક રોગ અને આતંક થાય અથવા કેવલી પ્રરૂપિત ધર્મથી ભ્રષ્ટ થાય, તેથી નિર્ગળે સ્ત્રીઓના સૌન્દર્યને જેવું કે વિચારવું નહીં. [51] જે માટીની ભીંતમાંથી-પર્દ પાછળથી અથવા પાકી દીવાલ પાછળથી રીઓનો અવાજ, રડવું, ગીત, હાસ્ય, ગર્જના, આક્રન્દ, યા વિલાપના શબ્દ સાંભળતો નથી તે નિર્ગળ્યું છે. એમ શા માટે? આચાર્ય કહે છે-માટીની ભીંતમાંથી, પરદામાંથી, કે પાકી દીવાલમાંથી સ્ત્રીઓના અવાજ, રડવું, ગીત, હાસ્ય, ગર્જન, આક્રન્દ કે વિલાપના શબ્દ સાંભળે છે તે બ્રહ્મચારી નિગ્રન્થને બહાચર્ય વિશે શંકા, કાંક્ષા કે વિચિકિત્સા થાય છે અથવા બ્રહ્મચર્ય નષ્ટ થાય છે અથવા ઉન્માદ થાય છે અથવા દીર્ઘકાલિક રોગ અને આતંક થાય છે. તે કેવલીકથિત ધર્મથી ભ્રષ્ટ થાય છે તેથી નિર્ગથે માટીની ભીંતરમાંથી, પરઘમાંથી, પાકી દીવાલમાંથી સ્ત્રીઓના અવાજ, ગીત, રડવું, હાસ્ય, ગર્જન, આક૬, વિલાપ સાંભળવા નહીં. પ૧૭] જે સંયમી બનતા પહેલાંની રતિ-ક્રીડાને યાદ નથી કરતો તે નિર્ઝન્ય છે. એમ શા માટે? આચાર્ય કહે છે-જે સંયમ ગ્રહણ કરતાં પહેલાંની રતિ-ક્રીડા યાદ કરે છે તે બ્રહ્મચારી નિર્ગસ્થને બ્રહ્મચર્ય વિશે શંકા, કાંક્ષા યા વિચિકિત્સા ઉત્પન્ન થાય છે અથવા બ્રહ્મચર્ય નષ્ટ થાય છે, ઉન્માદ થાય છે, દીર્ઘકાલિક રોગાતંક થાય છે. કેવલીકથિત ધર્મથી ભ્રષ્ટ થાય છે તેથી નિર્ચન્થ સંયમ ગ્રહણ પૂર્વના રતિક્રીડાનું સ્મરણ ન કરે. [પ૧૮] જે પ્રણીત અતિ રસયુક્ત પૌષ્ટિક આહાર નથી કરતો તે નિર્ચન્થ છે. એમ શા માટે? આચાર્ય કહે છે-જે રસયુક્ત ભોજન પાન કરે છે, તે બ્રહ્મચારી નિગ્રન્થને બ્રહ્મચર્ય વિશે શંકા, કાંક્ષા કે વિચિકિત્સા થાય છે અથવા બ્રહ્મચર્ય નષ્ટ થાય છે, ઉન્માદ થાય છે, અથવા દીર્ઘકાલિક રોગતંક થાય છે. તે કેવલપ્રતિપાદિત ધર્મથી ભ્રષ્ટ થાય છે તેથી નિગ્રન્થ પ્રણીત આહાર ન કરે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org