________________ 200 ઉત્તરઝયણ -925 જીતવાં એ જ દુષ્કર છે- એક પોતાને જીતી લીધા પછી બધાંને જીતી શકાય છે. [265-266 આવા અર્થની વાત સાંભળીને હેતુ તથા કારણને વશ થઈ ઈન્દ્રાજએ નમિાજર્ષિને આમ કહ્યું- ક્ષત્રિય ! તમે મોટા થશો કરો ! સાધુ-બ્રાહ્મણોને ભોજન કરાવો, દાન કરો. એનો ભોગવટો કરીને પછી સંયમ અંગીકાર કરો. [27-268] એવી શીખામણ શ્રવણ કરીને હેતુ કારણ પ્રેરિત નિમિરાજર્ષિએ દેવોના પણ ઈન્દ્રને આ પ્રમાણે કહ્યું. જે મનુષ્ય દર મહિને દસ લાખ ગાયોનું દાન કરે છેએને માટે પણ સંયમ શ્રેયસ્કર છે, કલ્યાણકારક છે. પછી ભલેને કંઈ પણ ધન ન કરે. [269-270] એવો ઉપદેશ સાંભળીને હેતુ તથા કારણથી પ્રેરિત ઇન્દ્ર રાજાએ નમિ રાજર્ષિને આ પ્રમાણે કહ્યું. હે! તમે ઉત્તમ ગૃહસ્થાશ્રમને છોડીને બીજા સંન્યાસ આશ્રમને ધારણ કરવા ઇચ્છો છો તે બરાબર નથી. ગૃહસ્થાશ્રમમાં રહીને પણ પૌષધ આદિ વ્રત કરતા રહો! [૨૭૧-૨૭ર ઈન્દ્રરાજાનું કથન સાંભળીને હેતુ તથા કારણથી પ્રેરિત એવા. નમિસ્જર્ષિએ ઇન્દ્રદેવને આ પ્રમાણે કર્યું. જે બાળ-સાધકો, ઉગ્ર તપસ્વીઓ માસ માસના ઉપવાસ કરે છે અને પારણે સોયની અણિ પર રહે એટલોજ ખોરાક લે છે તેઓ સંયમી પુરુષોના સોળમા ભાગનું ફળ પણ નથી પામી શકતા. [273-274] આવું દ્રષ્ટાંત સાંભળી ને હેતુથી તથા કારણથી પ્રેરાયેલા એવા ઈન્દ્રદેવે મિરાજર્ષિને આમ કહ્યું- હે રાજેન્દ્ર ! સોના, ચાંદી, હીરા અને મોતીનો ભંડાર, વસ્ત્ર, વાહનો, કાંસાનાં પાત્રો તથા ખજાનાને તર કરીને પછી મુનિ બનો ! [૨૭પ-૨૭૭] એવી વાત સાંભળીને હેતુ તથા કારણથી પ્રેરિત એવા નમિરાજર્ષિએ ઇન્દ્ર દેવને આમ કહ્યું- સોના અને ચાંદીના કૈલાસ જેવા અસંખ્ય પર્વતો હોય તો પણ લોભી મનુષ્યને તેથી તૃપ્તિ થતી નથી. કારણ કે ઇચ્છાઓ આકાશની જેમ અનંત છે. “પૃથ્વી પરના તમામ પ્રદેશો, ચોખા, યવ, સોનું તથા પશુઓ પણ એક મનુષ્યની ઈચ્છા પૂર્તિ માટે પુરા નથી પડતા” એમ જાણી સાધક તપનું આચરણ કરે. T રિ૭૯-૨૭૯) એમ સાંભળીને હેત તથા કારણથી પ્રેરિત થયેલ એવા દેવેન્દ્ર નમિરાજર્ષિને આમ કહ્યું- હે પાર્થિવ ! તમે પ્રત્યક્ષ રહેલા ભોગોને ત્યાગવા તૈયાર થયા. છો અને નથી મળ્યા એવા ભોગોની ઈચ્છા કરી રહ્યા છો. માટે તમે તમારા સંકલ્પોથી છેતરાઈ રહ્યા છો. એટલે તમે વ્યર્થ તરંગોથી ઠગાઈ રહ્યા છે. 280-282] આ ઉપદેશ સાંભળીને હેતુ તથા. કારણથી પ્રેરિત એવા નમિરાજર્ષિએ ઈન્દ્ર દેવને આ પ્રમાણે કહ્યું. “સંસારના કામભોગ કાંટા રૂપ છે, ઝેર રૂપ છે, આસીવિષ સર્પ જેવા છે. એવા કામભોગોની ઈચ્છા રાખવા છતાં જે પરિસ્થિતિને આધિન તેનું સેવન નથી કરી શકતા તેઓ પણ દુર્ગતિને પામે છે. ક્રોધથી અધોગતિ થાય છે, માનથી અધમગતિ થાય છે, માયા સદ્ગતિમાં બાધારૂપ બને છે અને લોભ વડે આ લોક અને પરલોક ભયરૂપ બને છે. [283-288ii દેવેન્દ્ર આ લાંબા વાર્તાલાપ પછી બ્રાહ્મણ રૂપ છોડીને અસલ ઇન્દ્ર રૂપ ધારણ કરીને મધુરવાણીથી સ્તુતિ કરતા હાથ જોડીને (નમિરાજર્ષિ) સમક્ષ ઊભા રહ્યા. “અહો આશ્ચર્ય છે ! આપે ક્રોધને જીત્યો, માનનો પરાજ્ય કર્યો, માયા રહિત થયા તથા લોભને વશ કર્યો !" “અહો ઉત્તમ છે તમારી સરળતા, ઉત્તમ છે તમારી મૃદુતા, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org