________________ અધ્યયન-૭ 197 કેમ કે તે સન્માર્ગની વાતો વારંવાર સાંભળતા છતાં તેને છોડી દે છે. પરન્તુ મનુષ્યદેહ ધારણ કરીને જે કામવાસના ત્યજે છે તેનું આત્મપ્રયોજન સરળ થાય છે અને આ શરીરને છોડીને તે દેવલોકમાં જાય છે એવું મેં સાંભળ્યું છે. દેવલોકથી ચ્યવીને રિદ્ધિસિદ્ધિ, યશ, વર્ણ, દીર્ધાયુ તથા સુખ હોય છે એવા મનુષ્ય કુળમાં જન્મે છે. [206-207] બાળજીવોની અજ્ઞાનતા તો જુઓ ! તેઓ ધર્મને છોડીને અધર્મ ગ્રહણ કરે છે તથા અધર્મનિષ્ઠ બનીને નરકને વિશે ઉત્પન્ન થાય છે. ધર્મનું અને વ્રતોનું પાલન કરનારા ધીરપુરુષોનું ધૈર્ય તો જુઓ! તેઓ અધર્મને છોડીને ધર્મષ્ઠ બનીને દેવતાની ગતિ મેળવે છે. 2i08] સાધક મુનિબાળભાવને છોડીને, ગુણદોષનો વિવેક વાપરીને, સમજપૂર્વક બાળભાવ ત્યજીને અબાળ ભાવને સ્વીકારે છે.- એમ હું તમને કહું છું. | અધ્યયન-૭ની મુનિ દીપરત્નસાગરે કરેલ ગુર્જરછાયા પૂર્ણ ] (અધ્યયન-૮-કાપિલીય) [29] ચંચળ, અશાશ્વત અને દુઃખગર્ભિત સંસારમાં એવાં ક્યાં કર્યો છે કે જેને આચરીને હું દુર્ગતિમાં ન જાઉં? _210) પૂર્વના સંબંધો છોડ્યા પછી કોઈ સાથે સ્નેહ ન કરે, સ્નેહ કરનારની સાથે પણ નેહથી ન જોડાય એવો સાધક બધા દોષોથી મુક્ત થઈ જાય છે. [211-213] કેવળજ્ઞાન તથા કેવળદર્શનવાળા તથા મોહથી છૂટી ગયા છે એવા કપિલ મુનિએ સર્વ જીવોના હિત તથા કલ્યાણ અર્થે એમ કહ્યું છે કે- કર્મબન્ધનના હેતુરૂપ બધા પ્રકારના પરિગ્રહનો તથા કલેશનો મુનિ ત્યાગ કરે. કામભોગોના બધા પ્રકારોમાં દોષ દેખીને તેમાં ન લેપાતાં મુનિ આત્મરક્ષણ કરે. આસક્તિજનક ભોગોમાં મગ્ન, હિત અને નિશ્રેયસમાં વિપરીત બુદ્ધિવાળો અજ્ઞાની, મૂઢ જીવ કફના બળખામાં માખીની જેમ ફસાઈ પડે છે. | [214o કામભોગનો ત્યાગ કઠિન છે, અધીર જીવો સહેલાઈથી તેને છોડી શિકતા નથી. પરંતુ જે વ્રતધારી સાધકો છે તે. વણિકની જેમ સમુદ્રને તરી જાય છે તથા કામભૌગોનો સહેલાઈથી ત્યાગ કરી શકે છે. [215-218] પોતાને “શ્રમણ છું” એમ કહેવા છતાં પણ પશુની જેમ અજ્ઞાની. જીવ, પ્રાણ-વધને નથી સમજતો તેથી તેની પાપ દ્રષ્ટિને કારણે તે નરકને વિશે જાય છે. જેમણે સાધુ ધર્મનો ઉપદેશ કર્યો છે એવો આર્ય પરષોએ કહ્યું છે કે “પ્રાણી-વધનું અનુમોદન કરનાર કદી પણ મુક્તિને નથી પામતો.” જીવોની હિંસા નહી કરનારા સાધકને “સમ્યક પ્રવૃત્તિવાળો” કહેવામાં આવે છે. ઊંચે સ્થળેથી જળ, જેમ આપોઆપ સરી જાય છે તેમ, તેમના જીવનમાંથી પાપ કર્મ સહેજે સરી જાય છે. આ વિશ્વમાં જેટલા ત્રસ અને સ્થાવર જીવો છે તેમને દુઃખ થાય તેવો આરંભ મન, વચન કાયાથી ન કરે. [219-220] શુદ્ધ એષણાઓને જાણી સાધુ તેને પોતામાં અંગીકાર કરે એટલે પાલન કરે ને સંયમ પાળતા આહાર કરે છતાં તેમાંના રસોમાં મૂર્શિત ન બને. જીવન નિભાવ અર્થે સાધુ, રસહીણા, ટાઢા, કાળ વ્યતિત થયેલા અડદ કે કઠોળ અથવા સુકવેલા બદરચુર્ણ આદિ ભિક્ષા લે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org