________________ અધ્યયન- 6 15 પ્રિય છે એવું જાણીને સાધક, ભય તેમજ વેરના કારણે કોઈના પ્રાણની હિંસા ન કરે. [68] અસંયમ પ્રત્યે જેને અભાવો છે એવા મુનિ તેમના પાત્રમાં આપે તેટલું જ ભોજન કરે. પરંતુ ચોરી (અદત્તાદાન) એ નરકમાં લઈ જનાર છે એમ મુનિ સમજી કોઈનું એક તણખલું પણ ગ્રહણ ન કરે. [19] સંસારમાં કેટલાકોનું એવું માનવું છે કે ચારિત્ર ગ્રહણ કર્યા વગર કે હિંસાના ત્યાગ વગર માત્ર તત્ત્વજ્ઞાનને જાણવાથી બધા દુઃખોમાંથી મળે છે. [170 જેઓ બંધ તથા મોક્ષના સિદ્ધાંતોને સ્વીકારે છે અને ઘણું બોલે છે પણ કાંઇ કરતા નથી. એવા અજ્ઞાની કેવળ વાચાબળથી માત્ર પોતાને આશ્વાસન આપે છે. [171) વિવિધ પ્રકારની વિદ્યા કે ભાષાનું બળ, જીવની રક્ષા નથી કરી શકતું. પરંતુ એવી પંડિતાઈથી પોતાને સુરક્ષિત માનતો જીવ અનેક પાપ કર્મ કરતો જ રહે છે. [172 મન, વચન અને કાયાથી જે શરીરના વર્ણ અને રૂપમાં આસક્તિ રાખે છે, તે પોતાને માટે દુઃખ ઉત્પન્ન કરે છે. ૧૭૩-૧૭પ સાધકે પોતે જ આ અનન્ત સંસારનો લાંબો માર્ગ સ્વીકાર્યો છે તેથી તેણે બધી દિશાઓ ઉત્પત્તિસ્થાનો અને અપ્રમાદપણે વિચારવું જોઈએ. ઊંચું લક્ષ રાખનાર સાધકે બાહ્ય વિષયોમાં આસક્તિ રાખવી જોઈએ. આ દેહને માત્ર પૂર્વ કમને ખપાવવાના કામમાં લગાડી દેવો જોઈએ. મળેલા શુભ અવસરને ઓળખી લીધા પછી સાધકે કર્મ-બંધનના હેતુઓને દૂર કરીને જ વિચારવું જોઈએ. ગૃહસ્થને ત્યાં ગોચરી કરતી વખતે આહાર તથા પાણી પ્રમાણ તેમજ આવશ્યકતા પુરતાં જ લેવા જોઈએ. [176-177] સાધકે કોઈ પણ ચીજનો સંગ્રહ ન કરવો. પક્ષીને વ્રત નિરપેક્ષભાવે પાત્ર લઈને ભિક્ષા અર્થે ફરવું. લાવંત મુનિ ગામોમાં વિવેક સહિત. અનિયત વિહાર કરતા થકા, ગૃહસ્થને ઘેરથી યોગ્ય તપાસ કર્યા બાદ ભિક્ષા લે. [178] આ રીતે અનુત્તર-જ્ઞાન, દર્શનના ધારણહાર તત્ત્વજ્ઞાનને સમજાવનાર, તીર્થકર જ્ઞાતપુત્ર શ્રી મહાવીરે ફરમાવ્યું છે. એ પ્રમાણે હું તમને કહું છું. અધ્યયન-૬-ની મુનિ દીપરત્નસાગરે કરેલ ગુર્જરછાયા પૂર્ણ (અધ્યયન-૭) [૧૭૯-૧૮ર જેમ કોઈ માંસાહારી પોતાને ત્યાં આવનાર મહેમાનના ભોજન અર્થે ઘેટાને લીલું ઘાસ, ચોખા તથા જવ ખવરાવીને પોતાના આંગણાંમાં બાંધીને સરસ પોષણ કરે છે. તે ઘેટો સારી રીતે ખાઈ - પીને રૂદ્ધ-પૃષ્ઠ બળવાન તથા મોટા પેટવાળો બની જાય છે. પછી તે માંસથી ભરેલા શરીરવાળો પ્રાણી કોઈ મહેમાન આવે તેની જ પ્રતીક્ષા કરતો હોય છે. જ્યાં સુધી અતિથિ નથી આવતો ત્યાં સુધી જ તે પ્રાણીનું જીવન સલામત છે. પણ મહેમાન આવતાં જ તેના સ્વાગત માટે તેને કાપીને ખવરાવી દેવામાં આવે છે. મહેમાન માટે જ જેનું પોષણ થતું હતું અને જેમ ઘેટો તેની જ રાહ પૂરતો જીવતો હતો તેમ અજ્ઞાની દુષ્ટ જીવ પણ વાસ્તવિક રીતે નરકની પ્રતીક્ષા કરે છે. [183-185] હિંસક, અજ્ઞાની, ખોટા બોલો, પથિકોને લૂંટનારે, બીજાને આપવાની વસ્તુ પચાવી પાડનારો, ચોર, ઠગ અને સદાય કયાંથી ચોરી કરું એવું જ ચિંતવનાર ધૂતારો,-સ્ત્રી આદિ વિષયોમાં આસક્ત, મહાઆરંભી, માંસમદીરાનો Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org