________________ અમ -3 થવાથી જીવોને શુદ્ધિ પ્રાપ્ત થાય છે અને તેના ફળસ્વરૂપ તેને મનુષ્યત્વ પ્રાપ્ત થાય છે. મનુષ્ય શરીર પ્રાપ્ત થવા છતાં પણ ધર્મનું પ્રણવ દુર્લભ છે, જેને સાંભળી જીવ તપ, ક્ષમા અને અહિંસાને પ્રાપ્ત કરે છે. કદાચ ધર્મનું શ્રવણ પણ પ્રાપ્ત થઈ જાય છતાં તેના પર શ્રદ્ધા હોવી પરમ દુર્લભ છે. બહુ લોકો નૈયાયિક માર્ગ - ન્યાયસંગત - મોક્ષમાર્ગને સાંભળીને પણ તેનાથી વિચલિત થઈ જાય છે. શ્રુતિ અને શ્રદ્ધા પ્રાપ્ત કર્યા પછી પણ સંયમમાં પુરુષાર્થ હોવો અત્યંત દુર્લભ છે. બહુ લોકો સંયમમાં અભિરુચિ રાખવા છતાં પણ તેને સમ્યકતયા સ્વીકાર કરી શકતા નથી. 10] મનષ્યત્વ પ્રાપ્ત કરી જે ધર્મને સાંભળીને તેમાં શ્રદ્ધા રાખે છે તે તપસ્વી સંયમમાં પુરુષાર્થ કરી સંવૃત અનાશ્રવ થાય છે, કર્મ રજને દૂર કરે છે. [107-108] જે સરળ હોય છે તેના આત્માની શુદ્ધિ થાય છે અને શુદ્ધ મનુષ્યના અંતઃકરણમાં જ ધર્મ રહી શકે છે. જેનામાં ધર્મ છે તે જીવ ઘીથી સિંચાયેલા અગ્નિની જેમ પરમ નિર્વાણને પ્રાપ્ત થાય છે. કર્મોના હેતુઓને દૂર કરી અને ક્ષમાથી યશસંયમનો સંચય કરી તે સાધક પાર્થિક શરીરને છોડી ઉર્ધ્વ દિશા તરફ જાય છે. 109-111] અનેક પ્રકારના શીલનું પાલન કરવાથી દેવ થાય છે. ઉત્તરોત્તર સમૃદ્ધિ દ્વારા મહાશુકલની જેમ દતિમાન થાય છે અને ત્યારે “સ્વર્ગથી ચ્યવન થતું નથી એમ તેઓ માનતા હોય છે. એક પ્રકારથી દિવ્ય ભોગો માટે પોતાને અર્પિત કરેલા ન દેવ ઇચ્છાનુસાર રૂપ બનાવવામાં સમર્થ થાય છે. તથા ઉર્ધ્વ કલ્પોમાં પૂર્વ વર્ષ સેંકડો અથવા અસંખ્ય કાળ સુધી રહે છે. ત્યાં દેવલોકમાં યથાસ્થાન પોતાની કાળી મર્યાદા સુધી રહી આયુષ્ય ક્ષય થવાથી તે દેવ ત્યાંથી પાછો ફરી મનુષ્યોનિમાં ઉત્પન્ન થાય છે. તે ત્યાં દશાંગ ભોગ-સામગ્રીથી યુક્ત હોય છે. [112-114] ક્ષેત્ર-ખેતરોની ભૂમિ, વાસ્તુ-ઘર, સુવર્ણ, પશુ અને દાસ. આ ચાર કામ સ્કન્ધ જ્યાં હોય છે ત્યાં તે ઉત્પન્ન થાય છે. સન્મિત્રોથી યુક્ત, જ્ઞાતિમાન, ઉચ્ચ ગોત્રવાળા, સુંદર વર્ણવાળા, નીરોગ, મહાપ્રાજ્ઞ, અભિજાતકુલીન, યશસ્વી અને બળવાન થાય છે. જીવન પર્યન્ત અનુપમ માનનીય ભોગોને ભોગવીને પણ પૂર્વકાળમાં વિશુદ્ધ સદ્ધર્મવાળા હોવાના કારણે નિર્મલ બોધિનો અનુભવ કરે છે. . [115] પૂર્વોક્ત ચાર અંગોને દુર્લભ જાણી સાધક સંયમધર્મને સ્વીકાર કરે છે. અનન્તર તપશ્ચર્યાથી સમગ્ર કમોને દૂર કરી શાશ્વત સિદ્ધ થાય છે. એમ હું કહું છું. અધ્યયન -૩ની મુનિ દીપરત્નસાગરે કરેલ ગુર્જરછાયા પૂર્ણ (અધ્યયન-૪- અસંખથ) [11] જીવન-દોરી તૂટ્યા પછી સંધાશે નહી, માટે પ્રમાદ કરશો નહિ. વૃદ્ધાવસ્થા આવતાં કોઈ હાથ નહીં ઝાલે. માટે વિચાર કરો કે, પ્રમાદી, હિંસક અને સંયમ વગરના જીવને કોનું શરણ મળશે? | [117-118] જે મનુષ્ય અજ્ઞાનને વશ થઈ પાપી પ્રવૃત્તિઓ કરીને ધન ઉપાર્જન કરે છે. તે જીવ વાસનાની જાળમાં ફ્રાઈને અનેક કર્મો કરતો થકો નરકમાં જાય છે. ઘરફાડુ ચોર જેમ છીંડુ પાડવાની જગ્યાએ જ પોતાના દુષ્કર્મથી પડાઈ જતાં શિક્ષાને પામે છે. તેમ દરેક જીવ પોતાના કરેલા કૃત્યોનું વળતર આ લોકમાં તેમજ પરલોકમાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org