SearchBrowseAboutContactDonate
Page Preview
Page 50
Loading...
Download File
Download File
Page Text
________________ માધા-૪૬૨ અને ભાવપૂર્વક મમતા વગર સંયમનું શુદ્ધ રીતે પાલન કરતા હતા. એક વખત શ્રી સિંહસૂરિજીએ આચાર્ય મહારાજની ખબર લેવા દત્ત નામના શિષ્યને મોકલ્યો. દત્તમુનિ આવ્યા અને જે ઉપાશ્રયમાં આચાર્ય મહારાજને મૂકીને તે ગયા હતા, તે જ ઉપાશ્રયમાં આચાર્ય મહારાજને જોતાં, મનમાં વિચારવા લાગ્યા કે “આ આચાર્ય ભાવથી પણ માસકલ્પ સાચવતા નથી, શિથિલ સાથે રહેવું નહિં.’ આમ વિચાર કરીને આચાર્ય મહારાજની સાથે ઉતય નહિ પણ બહારની ઓસરીમાં મુકામ કર્યો. ત્યાર પછી આચાર્ય મહારાજને વંદના આદિ કરી સુખશાતાના સમાચાર પૂછયા અને કહ્યું કે “આચાર્ય શ્રી સિંહસૂરિજીએ આપની ખબર લેવા મને મોકલ્યો છે. આચાર્ય મહારાજે પણ સુખશાતા જણાવી અને કહ્યું કે “અહીં કોઈ જાતની તકલીફ નથી આરાધના સારી રીતે થઈ રહી છે.' ભિક્ષાવેળા થતાં આચાર્ય ભગવંત દત્તમુનિને સાથે લઇને ગોચરી નીકળ્યા. અંત પ્રાંત કુલમાં ભિક્ષાએ જતાં અનુકુળ ગોચરી પ્રાપ્ત નહિ થવાથી દત્તમુનિનું મુખ ઝાંખુ પડી ગયું. તેના ભાવ જાણીને આચાર્ય ભગવંતે દતમુનિને કોઈ ધનવાનને ઘેર ભિક્ષા માટે લઇ ગયા. તે ઘરમાં શેઠના બાળકને વ્યંતરી વળગેલી હોવાથી, બાળક હંમેશાં રુદન કર્યા કરતો હતો. આથી આચાર્યે તે બાળકની સામે જોઇને ચપટી વગાડવા પૂર્વક બોલાવતાં કહ્યું કે “વત્સ! રુદન કર નહિ.” આચાર્યના પ્રભાવથી તે વ્યંતરી ચાલી ગઈ. એટલે બાળક શાંત થઈ ગયો. આ જોતાં ગૃહનાયક ખુશ થઈ ગયો. અને ભિક્ષામાં ઘણા લાડવા આદિ વહોરાવ્યા. દત્તમુનિ ખુશ થઈ ગયા, એટલે આચાર્યો તેને ઉપાશ્રયે મોકલી દીધો અને પોતે અંતકાંત ભિક્ષા વહોરીને ઉપાશ્રયે આવ્યા. પ્રતિક્રમણ વખતે આચાર્યો દત્તમુનિને કહ્યું કે ધાત્રીપિંડ અને ચિકિત્સાપિંડની. આલોચના કરો.” દત્તમુનિએ કહ્યું કે હું તો તમારી સાથે ભિક્ષાએ આવ્યો હતો. ધાત્રીપિંડાદિનો પરિભોગ કેવી રીતે લાગ્યો !" આચાર્યે કહ્યું કે “નાના બાળકને રમાડ્યો તેથી ક્રીડન ધાત્રીપિંડદોષ અને ચપટી વગાડી વ્યંતરીને ભગાડી એટલે ચિકિત્સાપિંડદોષ, માટે તે દોષોની આલોચના કરી લો. આચાર્યનું કહેવું સાંભળી દત્તમુનિને મનમાં દ્વેષ આવ્યો અને વિચારવા લાગ્યો કે “આ આચાર્ય કેવા છે? પોતે ભાવથી માસકલ્પનું યે આચરણ કરતા નથી, વળી હંમેશાં આવો મનોજ્ઞ આહાર વાપરે છે. જ્યારે મેં એક દિવસ તેવો આહાર લીધો તેમાં મને આલોચના કરવાનું કહે છે.” ગુસ્સે થઈને આલોચના કર્યા સિવાય ઉપાશ્રયની બહાર જતો રહ્યો. એક દેવ આચાર્યશ્રીના ગુણોથી તેમના પ્રત્યે બહુમાનવાળો થયો હતો. તે દેવે દત્તમુનિનું આવા પ્રકારનું આચરણ અને દુષ્ટ ભાવ જાણી તેના પ્રત્યે કોપાયમાન થયો અને શિક્ષા કરવા માટે વસતિમાં ગાઢ અંધકાર વિકપછી પવનનો વાવંટોળ અને વરસાદ શરૂ કર્યો. દત્તમુનિ તો ભયભીત થઈ ગયા. કંઇ દેખાય નહિ. વરસાદમાં ભીંજાવા લાગ્યો, પવનથી શરીર કંપવા લાગ્યું. એટલે બૂમો પાડવા લાગ્યો અને આચાર્યને કહેવા લાગ્યો કે 'ભગવન્! ક્યાં જઉં ? કશું જ દેખાતું નથી.... ક્ષરોદધિ જળના જેવા નિર્મળ હૃદયવાળા આચાર્યે કહ્યું કે “વત્સ ! ઉપાશ્રયની અંદર આવી જા.” દત્તમુનિએ કહ્યું કે ભગવન્! કશું જ દેખાતું નથી, કેવી રીતે અંદર આવું. અંધકાર હોવાથી બારણું પણ દેખાતું નથી. અનુકંપાથી આચાર્યે પોતાની આંગળી થુંકવાળી. કરીને ઉંચી કરી, તો તેનો દીવાની જ્યોત જેવો પ્રકાશ ફેલાયો. દુરાત્મા દત્તમુનિ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005105
Book TitleAgam Deep 41B Pindanijjutti Gujarati Anuvaad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgam Shrut Prakashan
Publication Year1997
Total Pages80
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 41, & agam_pindniryukti
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy