________________ અધ્યયન-૫ 31 સારવાળા, રાતદિવસના દરેક સમયે ક્ષમા આદિ અહિંસા લક્ષણવાળા દશ પ્રકારના શ્રમણ ધર્મમાં રહેલા હોય, જેઓ રાત્રિ-દિવસ દરેક સમયે બાર પ્રકારના તપમાં ઉદ્યમવાળા હોય, નિરંતર પાંચસમિતિ અને ત્રણગુપ્તીઓમાં ઉપયોગવાળા હોય, જેઓ પોતાની શકતી અનુસાર અઢાર હજાર શીલાંગોને આરાધતા હોય, જેઓ પોતાની શક્તિ અનુસાર 17 પ્રકારના સંયમની વિરાધના ન કરતા હોય, જેઓ ઉત્સર્ગ માર્ગની રુચિવાળા હોય, તત્ત્વની રુચિવાળા હોય, જેઓ શત્રુ અને મિત્ર બને પક્ષ પ્રત્યે સમાન ભાવવાળા હોય, જેઓ ઈહલોક-પરલોક આદિ સાત પ્રકારના ભય સ્થાનથી વિપ્રમુક્ત હોય, આઠ પ્રકારના મદ સ્થાનનો જેમણે સર્વથા ત્યાગ કરેલો હોય, નવ પ્રકારની બ્રહ્મચર્યની ગુપ્તિની વિરાધનાના ભયવાળા હોય, જેઓ બહુ શ્રુતજ્ઞાન ધારણ કરનારા હોય, આર્ય કુલમાં જન્મેલા હોય, ગમે તેવા પ્રસંગમાં દીનભાવ વગરના હોય, ક્રોધ ન કરનારા હોય, આળસ વગરનાં અપ્રમાદી હોય, સંયતીવર્ગ (ની બીન જરૂરી અવર જવર)ના વિરોધી હોય, નિરંતર સતત ધમપદેશ આપનારા હોય. સતત ઓધસમાચારીની પ્રરૂપણા કરનારા હોય, સાધુપણાની મર્યાદામાં વર્તનારા હોય, અસમાચારીના ભયવાળા હોય, આલોયણ યોગ્ય પ્રાયશ્ચિત દાન આપવા સમર્થ હોય, જેઓ વંદન મંડલીની, પ્રતિક્રમણ મંડલીની, સ્વાધ્યાય મંડલીની વ્યાખ્યાન મંડલીની યોગોના ઉદેશ મંડલીની યોગોની ક્રિયામાં આવતા સમુદેશ મંડલીના પ્રવજ્યા વિધિની વિરાધનાના જાણકાર હોય. જેઓ વડી દીક્ષા- ઉપસ્થાપનાની યોગની ક્રિયામાં ઉદ્દેશસમુદેશ અનુજ્ઞાની વિરાધનાના જાણનાર હોય. જેઓ કાલ-ક્ષેત્ર-દ્રવ્ય-ભાવ તે સિવાયના બીજા ભાવનાન્તરોના જાણનાર હોય, જેઓ કાલ ક્ષેત્ર દ્રવ્ય ભાવના આલંબન કારણ-બહાનાથી વિપ્રમુક્ત હોય, જેઓ બાળ સાધુ, વૃદ્ધ સાધુ, બિમાર નવદિક્ષિત સાધમિક સાધુ-સાધ્વી સમુદાય વગેરેને સંયમમાં પ્રવતવિવામાં કુશલ હોય. જેઓ જ્ઞાન-દર્શન-ચારિત્ર-તપ વગેરે ગુણોની પ્રરૂપણા કરનારા હોય. જેઓ જ્ઞાન-દર્શનચારિત્ર-તપ ગુણોને વહેતા-પાલતા હોય, ધારણ કરનારા હોય, પ્રભાવના કરનારા હોય, જેઓ દૃઢ સમ્યકત્વવાળા, જેઓ સતત પ્રયત્ન કરે તો પણ ખેદ ન પામનારા હોય, જેઓ ધીરજવાળા હોય, ગંભીર હોય. અતિશય સૌમ્ય લેક્ષાવાળા હોય, જેઓ સૂર્યની જેમ તપના તેજથી કોઈથી પરાભવ ન પામે તેવા હોય, પોતાના શરીરનો નાશ થાય તો પણ છકાયના જીવોનો સમારંભ નહિં કરનારા, જેઓ તપ-શીલ-દાન-ભાવનારૂપ ચાપ્રકારના ધર્મના અંતરાય કરવામાં ભય રાખનારા, જેઓ સર્વ પ્રકારની આશાતનાથી ડરનારા, જેઓ ઋદ્ધિગારવ, રસગારવ, શાતાગારવ, રૌદ્ર અને આર્તધ્યાનથી વિપ્રમુક્ત થએલા, જેઓ સર્વ આવશ્યક ક્રિયાઓ કરવામાં ઉદ્યમી, જેઓ વિશેષ પ્રકારની લબ્ધિવાળા છે. જેઓને અણધાર્યો અકસ્માતું તેવો પ્રસંગ આવી પડે કોઈની પ્રેરણા થાય, કોઈક આમંત્રણ કરે તો પણ અકાયચરણ ન કરે જે બહુ નિદ્રા કરનારા ન હોય, બહુ ભોજન કરનારા ન હોય, સર્વ આવશ્યક સ્વાધ્યાય, ધ્યાન, પ્રતિમા, અભિગ્રહ , ઘોર પરિષહઉપસર્ગમાં પરિશ્રમને જીતનાર હોય, જે ઉત્તમ પાત્રને સંગ્રહ કરવાના સ્વભાવવાળા હોય, અપાત્રને પાઠવવાની વિધિનો જાણકાર, અખંડિત દેહવાળ, જેઓ પરમત અને સ્વમતતા શાસ્ત્રોના સારા જાણકાર હોય, જેઓ ક્રોધ, માન, માયા, લોભ, મમત્વબુદ્ધિ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org