________________ 308 મહાનિસીહ-પ-૮૧૬ અવિધિથી જતા જોયા. ત્યારે હે ગૌતમ ! અતિશય સુંદર મધુર શબ્દોના આલાપ પૂર્વક ગચ્છાધિપતિએ કહ્યું કે - અરે ઉત્તમ કુલ અને નિર્મલવંશના આભૂષણા સમાન અમુક અમુક મહાતત્ત્વવાળા સાધુઓ ? તમે ઉન્માર્ગ પામી રહેલા છો, પાંચમહાવ્રત અંગીકાર કરેલા દેહવાળા મહાભાગ્યશાલી સાધુ-સાધ્વીઓને માટે સત્તાવીશ હજાર જીંડલસ્થાનો સર્વજ્ઞ ભગવંતોએ પ્રરૂપેલા છે. શ્રુતના ઉપયોગવાળાઓએ તેની વિશુદ્ધિ તપાસવી જોઈએ, પણ અન્યમાં ઉપયોગવાળા ન થવું જોઈએ. તો તમે શુન્યાશુન્યચિતે અનુપયોગથી કેમ ચાલી રહેલા છો ? તમારી ઈચ્છાથી તમે તેમાં ઉપયોગ આપો. બીજું તમે આ સૂત્ર અને તેનો અર્થ ભૂલી ગયા છો કે શું ? સર્વ પરમ તત્ત્વોના પરમસારભૂત એવા પ્રકારનું આ સૂત્ર છે. એક સાધુ એક બે ઇન્દ્રિયવાળા પ્રાણીને પોતે જ હાથથી કે પગથી કે બીજા પાસે અથવા સળી વગેરે અધિકરણથી કોઈ પણ પદાર્થભૂત, ઉપકરણથી સંઘટ્ટો કરે, કરાવે કે સંઘટ્ટો કરતાને સારો માને તેની અનુમોદના કરે તેનાથી બાંધેલું કર્મ જ્યારે ઉદયમાં આવે ત્યારે જેમ યંત્રમાં શેરડી પલાય તેમ તે કર્મનો ક્ષય થાય, જે ગાઢ પરિણામથી કર્મ બાંધ્યું હોય તે પાપકર્મ બાર વરસ સુધી ભોગવે તે પ્રમાણે અગાઢપણે પરિતાપન-ખેદ પમાડે તો એક હજાર વર્ષ સુધી વેદના ભોગવે ત્યારે તે કર્મ ખપાવે. ગાઢ પરિતાપન કરે તો દશ હજાર વર્ષ સુધી, એ પ્રમાણે આગાઢ કિલામણા કરે તો દશ લાખ વર્ષે તે પાપ કર્મ ખપાવે અને ઉપદ્રવ કરે અથત મૃત્યુસિવાયના તમામ દુઃખ પહોંચાડે. તેમ કરવાથી ક્રોડ વર્ષ દુઃખ-ભોગવીને પાપ-કર્મ ક્ષય કરી શકાય. એ જ પ્રમાણે ત્રણ ઈન્દ્રિયવાળા જીવને અંગે પણ તે પ્રમાણે સમજી લેવું. તમે આટલું સમજનારા છો માટે મુંઝાવ નહિ. હે ગૌતમ ! એ પ્રમાણે સૂત્રાનુસારે આચાર્ય સારણા કરતા હોવા છતાં પણ મહા પાપકર્મી. ચાલવાની વ્યાકુળતામાં એકી શામટા સર્વે ઉતાવળ કરતા તેઓ સર્વ પાપ કર્મ એવા આઠ કર્મના દુઃખથી મુક્ત કરનાર એવું આચાર્યનું વચન બહુમાન્ય કરતા નથી, ત્યારે હે ગૌતમ ! તે આચાર્ય સમજી ગયા કે નક્કી આ શિષ્યો ઉન્માર્ગે પ્રયાણ કરી રહેલા છે, સર્વ પ્રકારે પાપજાતિવાળા અને મારા દુષ્ટ શિષ્યો છે, તો હવે મારે તેમની પાછળ શામાટે ખુશામતના શબ્દો બોલતા બોલતા અનુસરણ કરવું ? અથવા તો જળવગરની સુક્કી નદીના પ્રવાહમાં વહેવા જેવું છે. આ સર્વે ભલે દશ દ્વારોથી જતા રહે, હું તો હવે મારા આત્માના હિતની સાધના કરીશ. બીજા કરેલા અતિશય મોટા પુણ્યના સમૂહથી મારું અલ્પ પણ રક્ષણ થવાનું છે ? આગમમાં કહેલા તપ અને સંયમના અનુષ્ઠાન વડે પોતાના પરાક્રમથી જ આ ભવ સમુદ્ર તરી શકાશે. તીર્થકર ભગવંતોનો આ જ પ્રમાણેનો આદેશ છે. 8i17 કે આત્મહિત કરવું અને શક્ય હોયતો પરહિત પણ ખાસ કરવું. આત્મહિત અને પરહિત બે કરવાનો વખત આવેતો પ્રથમ આત્મહિત જ સાધવું. [818] બીજું આ શિષ્યો કદાચ તપ અને સંયમની ક્રિયાઓ આચરશે તો તેનાથી તેઓનું જ શ્રેય થશે અને જો તેમ નહિ કરશે તો તેમને જ અનુત્તર દુર્ગતિ ગમન કરવું પડશે. છતાં પણ મને ગચ્છ સમર્પણ થએલો છે, હું ગચ્છાધિપતિ છું મારે તેમને સાચો માર્ગ કહેવો જ જોઈએ. વળી બીજી એ વાત ધ્યાનમાં રાખવાની છે કે- તીર્થંકર ભગવંતોએ આચાર્યના છત્રીશ ગુણો નિરુપેલા છે તેમાંથી હું એકનું પણ અતિક્રમણ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org