________________ 306 મહાનિસીહ-૧-૮૧૩ મનક પરિપરાએ અલ્પકાળમાં મોટાઘોર દુઃખ-સમુદ્ર સરખા આ ચારે ગતિ સ્વરૂપ સંસારસાગરથી કેવી રીતે પાર પામે ? તે પણ સર્વજ્ઞના ઉપદેશ વગર તો બની શકે જ નહિ. આ સર્વજ્ઞનો ઉપદેશ પાર વગરનો અને દુખે કરીને અવગાહન કરી શકાય તેવો છે. અનંતગમપર્યાયોથી યુક્ત છે. અલ્પકાળમાં આ સર્વશે કહેલા સર્વ શાસ્ત્રોમાં અવ ગાહન કરી શકાતું નથી. તેથી હે ગૌતમ! અતિશય જ્ઞાનાવાળા શäભવ એમ ચિંતવશે કે - જ્ઞાન- સમુદ્રનો છેડો નથી, કાલ અલ્પ છે, વિપ્નો અનેક છે, માટે જે સારભૂત હોય તે જેમ ખારા જળમાંથી હંસ મીઠું જળ ગ્રહણ કરાવે છે, તેમ ગ્રહણ કરી લેવું. [814] તેમણે આ ભવ્યાત્મા મનકને તત્ત્વનું પરિજ્ઞાન થાય એમ જાણીને પૂર્વમાંથી મોટા શાસ્ત્રોમાંથી દશવૈકાલિક શ્રુતસ્કંધની નિર્યુહણા કરી. તે સમયે જ્યારે બારસંગો અને તેના અર્થો વિચ્છેદ પામશે ત્યારે દુખકાળના છેડાના કાળ સુધી દુષ્પસહ અણગાર સુધી દશવૈકાલિક સૂત્ર અને અર્થથી ભણાશે. સમગ્ર આગમના સારભૂત દશવૈકાલિક શ્રુતસ્કંઘ સૂત્રથી ભણશે. હે ગૌતમ! આ દુખસહ અણગાર પણ તે દશવૈકાલિક સૂત્રમાં રહેલા અર્થને અનુસારે પ્રવર્તશે પણ પોતાની પ્રતિકલ્પના કરીને ગમે તેમ સ્વચ્છંદ આચારમાં નહિ પ્રવર્તશે. તે દશવૈકાલિક શ્રુતસ્કંધમાં તે કાલે બાર અંગો રૂપ શ્રુતસ્કંધની પ્રતિષ્ઠા થશે. હે ગૌતમ ! આ કારણથી એમ કહેવાય છે કે ફાવે તે પ્રમાણે ગમે તેમ ગચ્છની વ્યવસ્થા મર્યાદાનું ઉલ્લંઘન ન કરવું. [15] હે ભગવંત! અત્યન્ત વિશુદ્ધ પરિણામવાળા ગણનાયકની પણ કોઈ તેવા દુશીલ શિષ્ય સ્વચ્છંદતાથી ગારવ કારણે કે જાતિમદ આદિના અભિમાનથી જો આજ્ઞા ન માને કે ઉલ્લંઘન કરે તો તે શું આરાધક થાય ખરો? હે ગૌતમ! શત્રુ અને મિત્ર તરફ સમભાવવાળા ગુરુના ગુણોમાં વર્તતા નિરન્તર સુત્રાનુસારે વિશુદ્ધાશયથી વિચરતા હોય તેવા ગણીની આજ્ઞાનું ઉલ્લંઘન કરનાર ચારસો નવાણું સાધુ જેવી રીતે અનારાધક થયા તેમ અનારાધક થાય. 8i16] હે ભગવંત ! એક રહિત એવા તે પ૦૦ સાધુઓ જેઓએ તેવા ગુણયુક્ત મહાનુભાવ ગુરુમહારાજની આજ્ઞાનું ઉલ્લંઘન કરીને આરાધક ન બન્યા તે કોણ હતા? હે ગૌતમ આ ઋષભદેવ પરમાત્માની ચોવીસીની પૂર્વે થયેલ ત્રેવીસ ચોવીશી અને તે ચોવીશીના ચોવીસમાં તીર્થકર નિવણ પામ્યા પછી કેટલાક કાળ ગુણથી ઉત્પન્ન થએલ કર્મરૂપી પર્વતનો ચૂરો કરનાર, મહાયશવાળા, મહાસત્વવાળા મહાનુભાવ સવારના પહોરમાં નામ ગ્રહણ કરવા લાયક “વઈર" નામના ગચ્છાધિપતિ થયા સાધ્વી વગર તેમને પાંચશો શિષ્યોની પરિવારવાળો ગચ્છ હતો. સાધ્વી સાથે ગણીએતો બે હજારની સંખ્યા હતી. હે ગૌતમ ! તે સાધ્વીઓ અત્યન્ત પરલોક ભીરઓ હતી. અન્યન્ત નિર્મલ અંતઃકરણવાળી, ક્ષમા ધારણ કરનારી, વિનયવતી, ઈન્દ્રિયોનું દમન કરનારી, મમત્વ વગરની, અત્યન્ત અભ્યાસ કરનારી, પોતાના શરીર કરતાં પણ અધિક છે કાયના જીવો ઉપર વાત્સલ્ય કરનારી, ભગવંતે શાસ્ત્રમાં કહેલા એવા અતિશય ઘોર વીર તપ અને ચરણનું સેવન કરીને શોષવેલ શરીરવાળી, જે પ્રમાણે તીર્થંકર ભગવંતે પ્રરૂપેલ છે તે જ પ્રમાણે વગર દીન મનથી, માયા, મદ, અહંકાર, મમત્વ, રતિ, હાસ્ય, ક્રીડા, કંદર્પ નાથવાદરહિત, સ્વામીભાવ, આદિ દોષોથી મુક્ત થએલી તે સાધ્વીઓ આચાર્યની Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org