________________ 290 મહાનિસીહ-૪-૬૭૮ હે ભગવંત ! કયા કારણથી ? હે ગૌતમ ! તેઓ જીવતા હોય ત્યાં સુધી તેની ગોલિકાઓ ગ્રહણ કરવા કોણ સમર્થ થઈ શકે ? જ્યારે તેમના દેહમાંથી ગોલિકાઓ ગ્રહણ કરે છે ત્યારે ઘણા પ્રકારના મોટા સાહસ કરીને નિયંત્રણાઓ કરવી પડે છે. બખ્તર પહેરેલા, તલવાર, ભાલા, ચક્રો, હથિયાર સજેલા એવા ઘણા શૂરવીર પુરુષો બુદ્ધિના પ્રયોગ પૂર્વક તેમનો જીવતા જ પકડે છે. જ્યારે તેમને પકડે છે, ત્યારે જે પ્રકારના શારીરિક માનસિક દુખો થાય છે તે સર્વે નારકના દુઃખની સાથે સરખાવી શકાય છે. હે ભગવંત ! તે અંતરંગ ગોલિકાઓને કોણ ગ્રહણ કરે છે ? હે ગૌતમ ! તે લવણ, સમુદ્રમાં રત્નદ્વીપ નામનો અંતÁપ છે, પ્રતિસંતાયદાયક સ્થલથી તે દ્વીપ એકત્રીસો યોજન દૂર છે તે રદ્વીપ વાસી મનુષ્યો તેને ગ્રહણ કરે છે. હે ભગવંત! કયા પ્રયોગથી ગ્રહણ કરે છે ? ક્ષેત્રના સ્વભાવથી સિદ્ધ થએલા પૂર્વ પુરુષોની પરંપરા પ્રમાણે પ્રાપ્ત કરેલા વિધાનથી તેઓને પકડે છે. હે ભગવંત! તેઓની પૂર્વના પુરુષોએ સિદ્ધ કરેલો વિધિ કેવા પ્રકારનો હોય છે! હે ગૌતમ! તે રત્નદ્વીપમાં 20, 19, 18, 10, 8, 7, ધનુષ્ય પ્રમાણવાળા ઘંટીના આકારવાળા શ્રેષ્ઠવજશિલાના સંપુટો હોય છે. તેને છુટા પાડીને તે રત્નદ્વીપવાસી મનુષ્યો પૂર્વના પુરુષોથી સિદ્ધ ક્ષેત્ર-સ્વભાવથી સિદ્ધ તૈયાર કરેલા યોગથી ઘણા મસ્સો મધુ ભેગા ભેળવીને અત્યંત રસવાળા કરીને ત્યાર પછી તેમાં પકાવેલા માંસના ટુકડાઓ તેમજ ઉત્તમ મધ-મદિરા વગેરે પદાર્થો નાખે છે. આવા તેઓને ખાવા યોગ્ય મિશ્રણ તૈયાર કરીને વિશાલ લાંબા મોટા વૃક્ષોના કાણેથી. બનાવેલા ધ્યાનમાં બેસીને અતિસ્વાદિષ્ટ પુરાણા મદિરામાંસ મત્સ્ય મધ વગેરેથી પરિપૂર્ણ ઘણા તુંબડા ગ્રહણ કરીને પ્રતિસંતાપદાયક નામના સ્થલ પાસે આવે છે. જ્યારે ગુફાવાસી અંડગોલિક મનુષ્યોને એક તુંબડું આપીને તેમજ અભ્યર્થના - આજીજીનો પ્રયોગ કરવા પૂર્વક પેલા કાયાનને અતિશય વેગ પૂર્વક ચલાવીને રત્નદ્વપ તરફ દોડી જાય છે. અંડ ગોલિક મનુષ્યો તે તુંબડામાંથી મધ માંસ વગેરેનું મિશ્રણ-ભક્ષણ કરે છે અને અતિશયસ્વાદિષ્ટ લાગવાથી ફરી મેળવવા માટે તેઓની પાછળ છૂટા છવાયા થઈને દોડે છે. ત્યારે હે ગૌતમ ! જેટલામાં હજુ ઘણા નજીક ન આવી પહોંચે તેટલામાં સુંદર સ્વાદવાળા મધ અને ગંધવાળા દ્રવ્યોથી સંસ્કાર કરેલા પુરાણા મદિરાનું એક તુંબડું માર્ગમાં મૂકીને ફરી પણ અતિત્વરિત ગતિએ રત્નદ્વીપ તરફ ચાલ્યા જાય છે. વળી અંડગોલિક મનુષ્યો તે અતિશય શ્વાદિષ્ટ મધ અને ગંધવાળા દ્રવ્યોથી સંસ્કારિત તૈયાર કરેલા જુની મદિરા માંસ વગેરે મેળવવા માટે અતિદક્ષતાથી તેની પીઠ પાછળ દોડે છે. ફરી પણ તેઓને આપવા માટે મદ્યથી ભરેલા એક તુંબડાને મૂકે છે. એ પ્રમાણે હે ગૌતમ ! મઘ મદિરાના લોલુપી બનેલા તેમને તુંબડાના મધ-મદિરા વગેરેથી લોભાવતા લોભાવતા ત્યાં સુધી દોરી લાવવામાં આવે છે કે જ્યા આગળ વર્ણવેલા ઘંટી આકારવાળા વજની શીલાના સંપુટો રહેલા છે. જેટલામાં ખાદ્યના લોભથી તેઓ તેટલી ભૂમિ સુધી આવે છે. તેટલામાં જે નજીકમાં વજશિલાના સંપુટનો ઉપરનો ભાગ જે બગાસુ ખાતા પુરુષના આકાર સરખો છૂટો પ્રથમથી ગોઠવેલ હોય છે. ત્યાંજ મધમદિરાથી ભરેલા બાકી રહેલા ઘણા તુંબડાઓ તેમને દેખતા જ ત્યાં મૂકીને પોત પોતાના સ્થાનમાં ચાલ્યા જાય છે. પેલા મઘ-મદિરા ખાવાના લોલુપી જેટલામાં ઘંટી પાસે પહોંચે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org