________________ અધ્યયન-જ 285 જ્યારે તેઓને અશુભ કર્મનો ઉદય થયો અને તેમની સંપત્તિ હવે અગ્રહિનકા મહામહોત્સવ આદિ ઈષ્ટદેવતાના ઈચ્છા પ્રમાણે પૂજા-સત્કાર, સાધર્મિકોનું સન્માન, બંધુ-વર્ગના વ્યવહાર આદિ કરવા માટે અસમર્થ થઈ. [૬પપ-૬૦ હવે કોઈક સમયે ઘરે પરોણાઓ આવે છે. તેનો સત્કાર કરી શકાતો નથી. સ્નેહી વર્ગોના મનોરથો પૂરી શકાતા નથી, પોતાના મિત્ર-સ્વજન કુટુંબીઓ, બાંધવો સ્ત્રીઓ, પુત્રો, ભત્રીજાઓ સંબંધ ઘટાડીને દૂર હટી ગયા ત્યારે વિવાદ પામેલા તે શ્રાવકોએ હે ગૌતમ! ચિંતવ્યું કે - “પરુષ પાસે જો વૈભવ હોય છે તો તે લોકો તેની આજ્ઞાનો સ્વીકાર કરનાર થાય છે. જળ રહિત મેઘને વિજળી પણ દૂરથી ત્યાગ કરે છે.” એમ વિચારીને તેઓ પરસ્પર કહેવા લાગ્યા. તેમાં પ્રથમ સુમતિએ નાગિલભાઈને કહ્યું કે- માન-ધનરહિત ભાગ્યહીન પુરશે એવા દેશમાં ચાલ્યા જવું કે જયાં પોતાના સંબંધિઓ કે આવાસો ન દેખાય તથા બીજાએ પણ કહ્યું કે - જેની પાસે ધન હોય, તેની પાસે લોકો આવે છે, જેની પાસે અર્થ હોય તેને ઘણાબંધુઓ હોય છે. [61] આ પ્રમાણે તેઓ પરસ્પર એક મતવાળા થયા અને તેવા થઈને હે ગૌતમ ! તેઓએ દેશ ત્યાગ કરવાનો નિર્ણય કર્યો કે- આપણે કોઈ અજાણ્યા દેશાન્તરમાં ચાલ્યા જઈએ. ત્યાં ગયા છતાં પણ લાંબા કાળથી ચિંતવેલા મનોરથો પૂર્ણ ન થાય તો અને દેવ અનુકૂળ થાય તો પ્રવ્રજ્યા અંગીકાર કરીએ. ત્યાર પછી કુશસ્થલ નગરનો ત્યાગ કરીને વિદેશ ગમન કરવાનું નક્કી કર્યું. દિ૬૨] હવે દેશાન્તર તરફ પ્રયાણ કરતા એવા તે બન્નેએ માર્ગમાં પાંચ સાધુઓ અને છઠ્ઠો એક શ્રમણોપાસક-તેમને જોયા. ત્યારે નાગિલે સુમતિને કહ્યું હે અરે સુમતિ ! ભદ્રમુખ! એ જો આ સાધુઓનો સાથે કેવો છો તો આપણે આ સાધુના સમુદાય સાથે જઈએ. તેણે કહ્યું કે ભલે તેમ થાઓ. ત્યાર પછી તેના સાર્થમાં સાથે ચાલ્યા. એટલામાં માત્ર એક મૂકામે જવા માટે પ્રયાણ કરતા હતા ત્યારે નાગિલે સુમતિને કહ્યું કે હે ભદ્રમુખ ! હરિવંશના તિલકભૂત મરકત રત્નની સરખી શ્યામ કાંતિવાળા સારી રીતે નામ ગ્રહણ કરવા યોગ્ય બાવીસમાં તીર્થકર શ્રી આરિષ્ઠનેમિ ભગવંતના ચરણ કમળમાં સુખેથી બેઠેલો હતો, ત્યારે આ પ્રમાણે સાંભળીને અવધારણ કર્યું હતું કે આવા પ્રકારના અણગાર રૂપને ધારણ કરનારા હોય તે કુશીલ ગણાય છે. અને જે કુશીલ હોય તેઓને દ્રષ્ટિથી પણ જોવા કલ્પતા નથી. માટે આ સાધુઓ તેવા છે, તેથી તેઓના સાથે ગમન સંસર્ગ થોડો પણ કરવો કલ્પતો નથી, માટે તેમને ચાલ્યા જવા દે, આપણે કોઈ નાના સાથે સાથે જઈશું. કારણકે તીર્થંકરના વચનનું ઉલ્લંઘન ન કરવું જોઈએ. દેવો અને અસુરોવાળા આ ગતને પણ તીર્થંકરની વાણી ઉલ્લંઘન કરવા લાયક નથી. બીજી વાત એક - જ્યાં સુધી તેમની સાથે ચાલીએ ત્યાં સુધી તેના દર્શનની વાતતો જવા દો પણ આલાપ-સંલાપ વગેરે પણ નિયમા કરવા પડે; તો શું આપણે તીર્થકરની વાણીને ઉલ્લંઘીને ગમન કરવું? એ પ્રમાણે વિચારણા કરીને સુમતિનો હાથ પકડીને નાગિલ સાધુના સાથમાંથી નીકળી ગયો. [3-669ii નેત્રથી નીહાળેલી, શુદ્ધ અને નિર્જીવ ભૂમિ ઉપર બેઠો. ત્યાર પછી સુમતિએ કહ્યું કે ધન આપનાર ગુરુઓ, માતા-પિતાઓ. વડીલબંધુ તેમજ બ્લેન અગર જ્યાં સામો પ્રત્યુત્તર આપી શકાતો ન હોય ત્યાં હે દેવ? મારે શું કહેવું? તેઓની Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org