________________ 264 મહાનિસીહ-૩-૪૯૪ - અન્યન્ત કષ્ટવાળા ઉગ્ર ઉગ્રતર ઘોર તપ અને ચારિત્રવાળા, અનેક વ્રત નિયમ ઉપવાસ વિવિધ અભિગ્રહવિશેષ, સંયમપાલન, સમતા સહિત પરિષહ ઉપસર્ગ સહન કરનારા, સર્વ દુઃખથી રહિત મોક્ષની સાધના કરનારા તે સાધુ ભગવન્તો કહેવાય છે. આજ વાત ચૂલિકામાં વિચારીશું. એસો પંચ નમોક્કારો- આ પાંચને કરેલો નમસ્કાર શું કરશે? જ્ઞાનાવરણીયઆદિ સર્વ પાપકર્મ વિશેષને દરેક દિશામાં નાશ કરે તે સર્વે પાપ નાશ કરનાર, આ પદ ચૂલિકાની અંદર પ્રથમ ઉદ્દેશો કહેવાય એસો પંચ નમોક્કારો સવ્વપાવપણાસણો’ આ ઉદેશો કેવા પ્રકારનો છે! મંગલાણં ચ સવ્વર્સિ. પઢમં હવઇ મંગલે તેમાં મંગલ શબ્દમાં રહેલા મંગલ શબ્દનો નિવણસુખ અર્થ થાય છે. તેવા મોક્ષ સુખને સાધી આપવા સમર્થ એવા સમ્યગ્દર્શનાદિ સ્વરૂપવાળો, અહિંસા લક્ષણવાળો ધર્મ જે મને લાવી આપે તે મંગલ. અને મને ભવથી-સંસારથી ગાળે - તારે તે મંગલ. અથવા બદ્ધ, સૃષ્ટ, નિકાચિત એવા આઠે પ્રકારના મારા કર્મ સમૂહને જે ગાળેનવિલય-નાશ પમાડે તે મંગલ. આ મંગલો અને બીજા સર્વ મંગલોમાં શી વિશેષતા છે ? પ્રથમ આદિમાં અરિહંતની સ્તુતિ એજ મંગલ છે. આ સંક્ષેપથી અર્થ કહ્યો. હવે વિસ્તારથી નિચે પ્રમાણે અર્થ જાણવો. તે કાલે તે સમયે હે ગૌતમ! જેનો શબ્દાર્થ આગળ કહેવાયો છે. એવા જે કોઈ ધર્મ તીર્થકર અરિહંતો થાય છે, તેઓ પરમ પુજ્યોના પણ વિશેષ પ્રકારે પૂજ્ય હોય છે. કારણકે તે સર્વે અહીં આગળ જણાવીશું તેવા લક્ષણોથીયુક્ત હોય છે. અચિત્ય, અપ્રમેય. નિરુપમ જેમની તુલનામાં બીજા કોઈ ન આવી શકે, શ્રેષ્ઠ અને શ્રેષ્ઠતર એવા ગુણ સમૂહથી અધિષ્ઠિત હોવાના કારણે ત્રણે લોકનાં અતિ મહાન. મનના આનન્દને ઉત્પન્ન કરનારા છે. લાંબા ગ્રીષ્મકાળના તાપથી સંતપ્ત પામેલા, મયુર ગણોને જેમ પ્રથમ વર્ષની ધારાઓનો સમુહ શાન્તિ પમાડે તેવી રીતે અનેક જન્માન્તરોમાં ઉપાર્જન કરીને એકઠા કરેલા મહા-પુણ્ય સ્વરૂપ તીર્થંકર નામકર્મના ઉદયથી અરિહંત ભગવન્તો ઉત્તમ હિતોપદેશ આપવા આદિ દ્વારા સજ્જડ રાગ, દ્વેષ, મોહ, મિથ્યાત્વ, અવિરતિ, પ્રમાદ, દુષ્ટ-સંકિલષ્ટ એવા પરિણામ આદિથી બાંધેલા અશુભ ઘોર પાપકર્મોથી થતા ભવ્ય જીવોના સંતાપને નિર્મલ-નાશ કરનારા હોય છે, | સર્વને જાણનાર હોવાથી સર્વજ્ઞ છે. અનેક જન્મોથી ઉપાર્જન કરેલા મહાપુણ્યના સમૂહથી જગતમાં કોઈની તુલનામાં ન આવે તેવા અખૂટ બલ, વીર્ય ઐશ્વર્ય, સત્વ. પરાક્રમ યુક્ત દેહવાળા તેઓ હોય છે. તેમના મનોહર દેદીપ્યમાન પગના અંગુઠાના. અગ્રભાગનું રૂપ એટલું રૂપતિશયવાળુ હોય છે કે જેની આગળ સૂર્ય જેમ દશે દિશામાં પ્રકાશથી (સ્કુરાયમાન) પ્રગટ પ્રતાપી કિરણોના સમૂહથી સર્વ ગ્રહો, નક્ષત્રો અને ચંદ્રની શ્રેણીને તેજહીન બનાવે છે, તેમ તીર્થંકર ભગવન્તના શરીરના તેજથી સર્વ વિદ્યાધર, દેવાંગનાઓ, દેવેન્દ્રો, અસુરેન્દ્રો, સહિત દેવોના સૌભાગ્ય, કાન્તિ, દિપ્તિ. લાવણ્ય અને રૂપની સમગ્ર શોભા ઝંખીનિસ્તેજ થઈ જાય છે. સ્વભાવિક એવા ચાર, કર્મક્ષય થવાથી થએલા અગીયાર, તથા દેવોએ કરેલા ઓગણીશ એમ ચોત્રીસ અતિશયો એવા શ્રેષ્ઠ નિરુપમ અને અસાધારણ હોય છે. જેનાં દર્શન કરવાથી ભવનપતિ, વાણવ્યંતર, જ્યોતિષ્ક, વૈમાનિક, અહમિન્દ્ર ઈન્દ્ર, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org