________________ અધ્યય-૩ 261 માત્રા, બિંદુ પદ, અક્ષર, ઓછા અધિક ન બોલાય તેમ પદચ્છેદ દોષ, ગાથાબદ્ધ ક્રમસર, પૂવનુપૂર્વી, આનુપૂર્વી, અનાનુપૂર્તિ સહિત સુવિશુદ્ધ ચોરી કર્યા વગરનું અથતુ ગુરુના મુખેથી વિધિપૂર્વક વિનય સહિત ગ્રહણ કરેલું હોય તેવું જ્ઞાન એકાંતે સુંદર સમજવું. હે ગૌતમ ! આદિ અને અંતવગરના કિનારા રહિત અતિ વિશાળ એવા સ્વયંભૂરમણ સમુદ્રની જેમ જેમાં દુઃખે કરી અવગાહન કરી શકાય છે. સમગ્ર સુખના પરમકારણભુત હોયતો આ શ્રુતજ્ઞાન છે. આવા જ્ઞાન સમુદ્રને પાર પામવા માટે ઈષ્ટ દેવતાને નમસ્કાર કરવો જોઈએ. ઈષ્ટ દેવતાને નમસ્કાર કર્યા વગર કોઈ તેનો પાર પામી શકતા નથી હે ગૌતમ! ઈષ્ટ દેવ જો કોઈ હોયતો નવકાર. એટલે કે પંચમંગલ જ છે. તેના સિવાય બીજા કોઈ ઈષ્ટદેવ મંગલસ્વરૂપ નથી. તેથી કરીને નક્કી પ્રથમ પંચ મંગલનું જ વિનય ઉપધાન કરવું જરૂરી છે. 4i93 હે ભગવંત! કઈ વિધિથી પંચમંગલનું વિનય ઉપધાન કરવું? હે ગૌતમ! આગળ અમે જણાવીશું તે વિધિથી પંચ મંગલનું વિનય-ઉપધાન કરવું જોઈએ . અતિપ્રશસ્ત તેમજ શોભન તિથિ. કરણ, મુહૂર્ત. નક્ષત્ર, યોગ, લગ્ન, ચન્દ્રબલ હોય ત્યારે આઠ પ્રકારના મંદ સ્થાનથી મુક્ત થએલો હોય, શંકા રહિત શ્રદ્ધાસંવેગ જેના અતિશય વૃદ્ધિ પામેલા છે, અતિતીવ્ર, મહાન ઉલ્લાસ પામતા, શુભ અધ્યવસાય સહિત પૂર્ણભક્તિ અને બહુમાન પૂર્વક કોઈ પણ પ્રકારના આલોક કે પરલોકના ફળની ઈચ્છારહિત બનીને લાગલગાટ પાંચ ઉપવાસના પચ્ચખાણ કરીને જિનમંદિરમાં જન્તુરહિત જગ્યામાં રહીને જેનું મસ્તક ભક્તિપૂર્ણ બનેલ છે. હર્ષથી જેના શરીરમાં રોમાંચ ખડા થએલા છે, નયનરૂપી શતપત્રકમલ પ્રફુલ્લિત થાય છે. જેની દ્રષ્ટિ પ્રશાન્ત, સૌમ્ય, સ્થિર થએલી છે. જેના દ્ધયા સરોવરમાં નવીન સંવેગની છોળો ઉછળી રહી છે. અતિતીવ્ર મહાન, ઉલ્લાસ પામતા અનેક, ઘન-તીવ્ર, આંતરા વગરના, અચિંત્ય, પરમ શુભ, પરિણામ વિશેષથી ઉલ્લસિત થએલા, જીવના વીર્ય યોગે દરેક સમયે વૃદ્ધિ, પામતા, હર્ષપૂર્ણ શુદ્ધ અતિનિર્મલ સ્થિરનિશ્ચલ અંતઃકરણવાળા, ભૂમિપર સ્થાપન કરેલા હોય તેવી રીતે શ્રીકૃષભાદિ શ્રેષ્ઠ ધર્મ તીર્થંકરની પ્રતિમા વિર્ષે સ્થાપન કરેલ નયન અને મનવાળો, તેના વિષે એકાગ્ર બનેલા પરિણામવાળો આરાધક આત્મા શાસ્ત્ર જાણકાર દ્રઢચારિત્રવાળા ગુણસંપત્તિથી યુક્ત ગુરુલઘુમાત્રાસહિત શબ્દોચ્ચાર બોલીને અનુષ્ઠાન કરાવવાના અદ્વિતીય લક્ષવાળા ગુરુના વચનને બાધા ન થાય તેવી રીતે જેના વચનો નિકળતા હોય. વિનયાદિ બહુમાન હર્ષ અનુકંપાથી પ્રાપ્ત થએલ, અનેક શોક સંતાપ ઉદ્વેગ મહાવ્યાધિની વેદના, ઘોર દુઃખ-દારિદ્રય-કલેશ રોગ જન્મ-જરા-મરણ-ગભવાસ આદિરૂપ દુષ્ટ વ્યાપદ (એકપ્રાણી વિશેષ) અને મચ્છથી ભરપુર ભવ સમુદ્રમાં નાવ સમાન એવા આ સમગ્ર આગમની-શાસ્ત્રની મધ્યમાં વર્તતા, મિથ્યાત્વદોષથી હણાએલા, વિશિષ્ટ બુદ્ધિથી પોતે કલ્પલા કુશાસ્ત્રો અને તેના વચનો જેમાં સમગ્ર હેતુ દ્રાંત-યુક્તિથી ઘટી શકતાં નથી.. એટલું જ નહિ પરન્તુ હેતુ દ્રષ્ટાંત અને યુક્તિથી કુમતવાળાઓની કલપીત વાતોનો વિનાશ કરવા સમર્થ છે. એવા પંચ મંગલ મહાશ્રુતસ્કંધવાળા પાંચ યધ્યયત્ન અને એક યુલિંકાવાળા, શ્રેષ્ઠ, પ્રવચન દેવતાથી અધિષ્ઠિત, ત્રણ પદો યુક્ત, એક આલાપક અને સાત અક્ષરના પ્રમાણવાળા અનંતગમ-પર્યાય-અર્થને જણાવનાર સર્વ મહામંત્રો અને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org