________________ અધ્યયન-૨, ઉદેસી-૩ 249 3i94] વળી જે વિમધ્યમ પ્રકારના પુરુષ હોય તે પોતાની પત્ની સાથે આ પ્રમાણે કર્મનું સેવન કરે પરન્તુ પારકી પત્ની સાથે તેવા અયોગ્ય કર્મનું સેવન ન કરે. પરન્તુ પારકીપત્ની સાથે આવો પુરુષ જો પાછળથી ઉગ્ર બ્રહ્મચારી ન થાય તો અધ્યવસાય વિશેષ અનંત સંસારી થાય કે ન પણ થાય. અનંત સંસારી કોણ ન થાય? તો કહે છે કે કોઈ તેવા પ્રકારનો ભવ્ય આત્મા જીવાદિક નવ પદાર્થોનો જાણકાર થયો હોય, આગમાદિ શાસ્ત્રના અનુસારે ઉત્તમ સાધુભગવોને ધર્મમાં ઉપકાર કરનાર, આહારાદિકનું દાન દેનાર, દાન શીલ તપ અને ભાવના રૂપ ચારે પ્રકારના ધર્મનું યથાશક્તિ અનુષ્ઠાન કરતો હોય. કોઈપણ પ્રકારે ગમે તેવા સંકટમાં પણ ગ્રહણ કરેલા નિયમો અને વ્રતોનો ભંગ ન કરે તો શાતા ભોગવતો પરંપરાએ ઉત્તમ મનુષ્યપણું કે ઉત્તમદેવપણું તેમજ સમ્યકત્વથી પ્રતિપતિત થયા સિવાય નિસર્ગ સમ્યકત્વ હોય કે અભિગમિક સમ્યકત્વ થકી ઉત્તરોત્તર અઢાર હજાર શીલાંગોને ધારણ કરનાર થઈ . આશ્રવદ્વારો બંધ કરીને કર્મ રજ અને પાપમલ રહિત બની પાપ કર્મોને ખપાવીને સિદ્ધગતિ પામે. [195] જે અધમપુરુષ હોય તે પોતાની કે પારકી સ્ત્રીમાં આસક્તમનવાળો હોય, દરેક સમયમાં કુર પરિણામ જેના ચિત્તમાં ચાલુ હોય આરંભ તેમજ પરિગ્રહાદિક વિષે તલ્લીન મનવાળો હોય. તેમજ વળી જે અધમાધમ પુરુષ હોય તે મહાપાપ કર્મ કરનાર સર્વ સ્ત્રીઓનો વચન મન કાયાથી ત્રિવિધ ત્રિવિધે દરેક સમયે અભિલાષ કરે. તથા અત્યન્તકુર અધ્યવસાયોથી પરિણામેલા ચિત્તવાળો આરંભ પરિગ્રહમાં આસક્ત રહીને પોતાનો આયુષ્ય કાલ ગમન કરે છે. આ પ્રમાણે અધમ અને અધમાધમ બંનેનું અનંત સંસારી પણું સમજવું. [39] હે ભગવંત! જે અધમ અને અધમાધમ પુરુષ બંનેનું એક સરખું અનન્ત સંસારી પણું આમ જણાવ્યું તો એક અધમ બીજો અધમાધમ તેમાં ખાસ તફાવત કયો સમજવો ? હે ગૌતમ ! જે અધમપુરષ પોતાની કે પારકીસ્ત્રીમાં આસક્ત મનવાળો, કુર પરિણામયુક્ત ચિત્તવાળો આરંભ પરિગ્રહમાં તલ્લીન હોવા છતાં પણ દિક્ષિત સાધ્વીઓ તેમજ શીલ સંરક્ષણ કરવાની ઈચ્છાવાળી હોય. પૌષધ-ઉપવાસ-વ્રતપ્રત્યાખ્યાન કરવામાં ઉદ્યમવાળી દુઃખિત ગૃહસ્થ સ્ત્રીઓના સહવાસમાં આવી પડેલા હોય તે અયોગ્ય અતીચારની માગણી કરે પ્રેરણા કરે આમંત્રણ કરે. પ્રાર્થના કરે તો પણ કામવશ બની તેની સાથે દુરાચાર ન સેવે, પરન્તુ જે અધમાધમ પુર હોય તે પોતાની માતા ભગિની વગેરે વાવત દીક્ષિત. સાધ્વીઓની સાથે પણ શારીરિક અયોગ્ય અનાચાર સેવન કરે. તે કારણે તેને મહાપાપ કરનાર અધમાધમ પુરષ જણાવ્યો. હે ગૌતમ! આ બેમાં આટલો ફરક છે. તેમજ જે અધમપુરુષ છે તે અનંતા કાલે બોધિ પ્રાપ્ત કરી શકે છે. પરન્તુ મહાપાપ કર્મ કરનાર દીક્ષિત સાધ્વીઓ સાથે પણ કુકર્મ કરનાર અધમાધમ પુરુષ અનંતી વખત અનંત સંસારમાં રખડે તો પણ બોધિ પામવા માટે અધિકારી બનતો નથી. આ બીજો તફાવત જાણવો. [397] આ છ પુરુષોમાં સર્વોત્તમ પુરુષ તેને જાણવા કે જેઓ છવસ્થ વીતરાગપણું પામ્યા હોય જે ઉત્તમોત્તમ પુરુષ કહેલા છે તે તેમને જાણવા કે જેઓ ઋદ્ધિ, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org