________________ અધ્યયન-૮ચૂલિકા-૨ 389 સેવન કરે પરન્તુ જે કંઈ પણ સંયમ ક્રિયાઓમાં જણાવાળા મન-વચન-કાયાના યોગો સમગ્ર આશ્રવનો રોધ, સ્વાધ્યાય ધ્યાનઆવશ્યક આદિથી સમગ્ર પાપકર્મના રાશિને બાળીને ભસ્મ કરવા સમર્થ પ્રાયશ્ચિત છે, તેમાં પ્રમાદ કરે, તેની અવગણના હેલના કરે, અશ્રદ્ધા કરે, શિથિલતા કરે, યાવતું અરે આમાં કયું દુષ્કર છે? એમ કરીને તે પ્રકારે યથાર્થ પ્રાયશ્ચિત સેવન ન કરી આપે. હે ગૌતમ ! તે સુસઢ પોતાનું યથાયોગ્ય આયુષ્ય ભોગવીને મરીને સૌધર્મકલ્પમાં ઈન્દ્ર મહારાજાના મહર્લૅિક સામાનિક દેવપણે ઉત્પન થયા. ત્યાંથી ચવીને અહિં વાસુદેવ થઈને સાતમી નરક પૃથ્વીમાં ઉત્પન થયો. ત્યાંથી નીકળીને મહાકાયવાળો હાથી થઈને મૈથુનાસક્ત માનસવાળો મરીને અનંતકાય વનસ્પતિમાં ગયો. હે ગૌતમ ! આ તે સુસઢ કે જેણે 1525] આલોચના નિન્દા ગહ પ્રાયશ્ચિત આદિ કરવા છતાં પણ જયણાનો અજાણ હોવાથી લાંબા કાળ સુધી સંસારમાં ભ્રમણ કરશે. હે ભગવંત! કઈ જયણા તેણે ન જાણી કે જેથી તેવા પ્રકારનો દુષ્કર કાયકલેશ કરીને પણ તે પ્રકારે લાંબા કાળ સુધી સંસારમાં ભ્રમણ કરશે? હે ગૌતમ! જયણા તેને કહેવાય કે અઢાર હજાર શીલના સંપૂર્ણ અંગો અખંડિત અને વિરાધિત પણે વાવજીવ રાત દિવસ દરેક સમયે ધારણ કરે અને સમગ્ર સંયમ ક્રિયાને બરાબર સેવે. તે વાત તે સુસઢે ન જાણી. તે કારણે તે નિભાગી લાંબા કાળ સુધી સંસારમાં પરિભ્રમણ કરશે. હે ભગવંત! કયા કારણે તેને જયણા ન જાણવામાં આવી? હે ગૌતમ ! જેટલો તેણે કાયકલેશ સહ્યો તેના આઠમા ભાગનો જો સચિત જળનો ત્યાગ કર્યો હોત તો તે સિદ્ધિમાં જ પહોંચી ગયો હોત. પરન્તુ તે સચિત જળનો ઉપયોગ પરિભોગ કરતો હતો. સચિત જળનો પરિભોગ કરનારનો ઘણો કાયકલોશ હોય તો પણ નિરર્થક ાય છે. હે ભગવંત! અપ્લાય, અગ્નિકાય અને મૈથુન આ ત્રણે મહાપાપના સ્થાનકો કહેલાં છે. અબોધિ આપનાર છે. ઉત્તમ સંયત સાધુએ તે ત્રણેનો એકાંતે ત્યાગ કરવો જોઈએ. તે ન સેવવા જોઈએ. આ કારણે તેણે તે જયણા ન જાણી. હે ભગવંત! કયા કારણથી અકાય, અગ્નિકાય, મૈથુન અબોધિ આપનાર જણાવ્યા છે? હે ગૌતમ! જો કે સર્વ છ એ કાયનો સમારંભ મહાપાપસ્થાનક જણાવેલ છે, પરન્તુ અપકાય અગ્નિકાયનો સમારંભ અનંત સત્વોનો ઉપઘાત કરનાર છે. મૈથુન સેવનથી તો સંખ્યાતા અસંખ્યાતા, જીવોનો વિનાશ થાય છે. સજ્જડ રાગ-દ્વેષ અને મોહથી યુક્ત હોવાથી એકાંત અપ્રશસ્ત અધ્યવસાયને આધીન હોય છે. જે કારણથી આમ હોય છે તે કારણથી હે ગૌતમ ! તે જીવોનો સમારંભ સેવન પરિભોગ કરનાર તેવા પાપમાંથી વર્તનાર જીવ પ્રથમ મહાવ્રતને ઘારણ કરનાર ન થાય. તેના અભાવમાં બાકીના મહાવ્રતો સંયમનુષ્ઠાનોનો અભાવ જ છે, જેથી આમ છે. તેથી સર્વથા વિરાધિત શ્રમણપણું ગણાય. જે કારણથી આ પ્રમાણે છે તેથી સખ્ય માર્ગ પ્રવર્તે છે. તેનો વિનાશ કરનારો થાય છે. તે કારણે જે કાંઈ પણ કર્મબંધન કરે તેનાથી નરક તિર્યંચ કુમનુષ્યપણામાં અનંતી વખત ઉત્પન્ન થાય કે જ્યાં વારંવાર ધર્મ એવા અક્ષરો પણ સ્વપ્નમાં ન સાંભળે અને ધર્મ ન પ્રાપ્ત કરતો સંસારમાં ભ્રમણ કરે. આ કારણે જળ, અગ્નિ અને મૈથુન અબોધિદાયક કહેલા છે. હે ભગવંત! શું છ8, અટ્ટમ, ચાર પાંચ ઉપવાસ અધમાસ એક માસ યાવત્ છે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org