________________ 386 મહાનિસીહ– 8-1514 માનસવાળા પોતાના સમય પસાર કરી રહેલા છે. તેટલામાં ઘરે આવેલા સાધુઓને એમને એમ વહોર્યા વગર પાછા ફરેલા દેખીને હાહા પૂર્વક આઠંદન કરતી સુજ્ઞશ્રીને સુજ્ઞશીવે પૂછ્યું કે હે પ્રિયે ! પહેલા કોઈ વખત ન દેખેલ ભિક્ષાચર યુગલને જોઈને કેમ આવા પ્રકારની ઉદાસીન અવસ્થા પામી ત્યારે તેણે જણાવ્યું મારા શેઠાણી હતા ત્યારે આ સાધુઓને પુષ્કળ ભક્ષ્ય અન્ન પાણી આપીને તેમના પાત્રો ભરી દેતા હતા. ત્યાર પછી હર્ષ પામેલી ખુશી થએલી શેઠાણી મસ્તક નીચું નમાવી તેના ચરણાગ્ર ભાગમાં પ્રણામ કરતી હતી. તેઓને આજે દેખવાથી તે શેઠાણી મને યાદ આવ્યા. ત્યારે ફરી પણ તે પાપિણીને પુછ્યું કે તારી સ્વામિની કોણ હતી? ત્યારે હે ગૌતમ! અતિશય ગળું બેસી જાય તેવું આકરું રુદન કરતી દુઃખવાળા ન સમજાય તેવા શબ્દો બોલતી વ્યાકુલ થએલી અણુ પાડતી એવી સુજ્ઞશ્રીએ પોતાના પિતાને શરૂથી માંડીને અત્યાર સુધીની સર્વ હકીકત જણાવી. ત્યારે મહાપાપકર્મી એવા સુજ્ઞશીવને જાણવામાં આવ્યું કે - આતો સુજ્ઞશ્રી મારી પોતાની જ પુત્રી છે. આવી અજ્ઞાત સ્ત્રીને આવા રૂપ કાંતિ શોભા લાવણ્ય સૌભાગ્ય સમુદાયવાળી શોભા ન હોય, એમ ચિંતવીને વિલાપ કરવા લાગ્યો કે [1515] આવા પ્રકારના પાપકર્મ કરવામાં રક્ત થએલા મારા ઉપર ધડગડ શબ્દ કરતું વજ તુટી ન પડે તો પછી અહિંથી કયાં જઈને હવે હું શુદ્ધ થઈશ? [1516 એમ બોલીને મહાપાપકર્મ કરનાર તે વિચારવા લાગ્યો કે - શું હવે હું શસ્ત્રો વડે મારા ગાત્રને તલતલ જેવડા ટુકડા કરીને છેદી નાંખુ ? અથવા તો ઉંચા પર્વતના શિખર ઉપરથી પડતું મૂકીને અનંત પાપસમુહના ઢગલારૂપ આ દુષ્ટ શરીરને સખ્ત રીતે ચુરી નાંખ? અથવા તો લુહારની શાળામાં જઈને સારી રીતે તપાવીને લાલચોળ કરેલા લોખંડને જેમ જાડા ઘણથી કોઈ ટીપે તેમ લાંબા કાળ સુધી મારા અંગને ટીપાવું ? અથવા તો શું હું બરાબર મારા શરીરના મધ્યમ ભાગમાં કરવંતના તીક્ષ્ણ દાંતથી કપાવું અને તેમાં સારી રીતે ઉકાળેલા સીસા- તાંબા કાંસા- લોહ લુણ અને ઉસનાસાજી ખારના રસ રેડાવું ? અથવા તો મારા પોતાના હાથે જ મારું મસ્તક છેદી નાંખું? અથવા તો હું મગરના ઘરમાં પ્રવેશ કરે અથવા તો બે ઝાડ વચ્ચે મને દોરડાથી બાંધી લટકાવીને નીચે મુખે અને ઉપર પગ હોય તેવી રીતે રાખીને નીચે અગ્નિનો ભડકો કરાવું? વધારે કેટલું કહેવું? મસાણ ભૂમિમાં પહોંચીને કાષ્ટની ચિતામાં મારા શરીરને બાળી નાખુ. એમ વિચારીને હે ગૌતમ ! ત્યાં મોટી ચિતા બનાવરાવી. ત્યાર પછી સમગ્ર લોકોની હાજરીમાં લાંબા કાળ સુધી પોતાના આત્માની નિંદા કરીને સર્વલોકને જાહેર કરતાં કહ્યું કે મેં ન કરવા લાયક આવા પ્રકારનું અપૂકાર્ય કરેલું છે. એમ કહીને ચિતાઉપર આરૂઢ થયો ત્યારે ભવિતવ્યતા યોગે તેવા પ્રકારના દ્રવ્યો અને ચૂર્ણિના યોગના સંસર્ગથી તે સર્વે કાષ્ટો છે- એમ માનીને ફૂંક મારવા છતાં અનેક પ્રકારના ઉપાયો કરવા છતાં અગ્નિ સળગ્યો નહિં. ત્યાર પછી લોકો એ તિરસ્કાર કર્યો કે આ અગ્નિ પણ તેને સહારો આપતો નથી. તારી પાપ પરિણતિ કેટલી આકરી છે, કે જો આ અગ્નિ પણ સળગતો નથી. એમ કહીને તે લોકોએ બન્નેને ગોકુળમાંથી હાંકી કાઢ્યા. આ અવસરે બીજા નજીકના ગામમાંથી ભોજન પાણી ગ્રહણ કરીને તેજ માર્ગ ઉદ્યાનની સન્મુખ આવતા મુનિ યુગલને જોયા. તેમને જોઈને તેમની પાછળ તે બન્ને પાપીઓ ગયા. ઉદ્યાનમાં પહોચ્યા તો ત્યાં સમગ્ર ગુણ સમુહને ધારણ કરવાવાળા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org