________________ 228 મહાનિસીહ– 1-83 ખાતાં, “એક દાણો ખાવા રૂપ” તપ-પ્રાયશ્ચિત કરતાં દસ વર્ષે કેવલી થાય. પ્રાયશ્ચિત શરૂ કરનાર, અદ્ભપ્રાયશ્ચિતું કરનાર કેવલી, પ્રાયશ્ચિતુ પુરુ કરનાર, ઉત્કૃષ્ટ 108 સંખ્યામાં ઋષભાદિ માફક કેવળ પામનાર કેવલી. [ 84-87] “શુદ્ધિ અને પ્રાયશ્ચિતુ વિના જી કેવલી થઈએ તો કેવું સારું” એમ ભાવના કરતા કવલી થાય.” હવે એવું પ્રાયશ્ચિત કરે કે મારે તપ આચરવું ન પડે” એમ વિચારતા કેવલી થાય. “પ્રાણના પરિત્યાગે પણ હું જિનેશ્વર પરમાત્માની આજ્ઞાનું ઉલ્લંઘન કરીશ નહીં" એ રીતે કેવલી થાય. આ મારું શરીર જુદું છે અને આત્મા જૂદો છે. મને સમ્યકત્ત્વ થયું છે. આવા આવા પ્રકારની ભાવનાથી કેવલી થાય. [ 88-90) અનાદિ કાળથી આત્માને લાગેલો પાપકર્મના મેલને હું અહીં ઘોઈ નાખું એમ ભાવના કરતા કેવલી થાય, હવે પ્રમાદથી બીજું કોઇ તેવું આચરણ કરીશ નહી એવી ભાવનાથી કેવલી થાય. દેહનો ક્ષય થાય તો મારા શરીર- આત્માને નિર્જરા થાય, સંયમ એ જ શરીરનો નિષ્કલંક સાર છે. એવી ભાવનાથી કેવલી થાય. મનથી પણ શીલનું ખંડન થાય તો મારે પ્રાણધારણ ન કરવા, તેમજ વચન અને કાયાથી હું શીલનું રક્ષણ કરીશ એવી ભાવનાથી કેવલી થાય. - આ રીતે કઈ કઈ અવસ્થામાં કેવલજ્ઞાન થાય તે જણાવ્યું). [91-95 એ પ્રમાણે અનાદિ કાળથી ભ્રમણ કરતાં ફરી મુનિપણું પામ્યો. કેટલાક ભવોમાં કેટલીક આલોચના સફળ બની. હે ગૌતમ ! કોઈ ભવમાં પ્રાયશ્ચિતચિત્તની શુદ્ધિ કરનારો બન્યો.. ક્ષમા રાખનાર, ઈન્દ્રિયોને દમન કરનાર, સંતોષી, ઇન્દ્રિયોને જીતનાર, સત્યભાષી, છકાય જીવોના સમારંભથી ત્રિવિધ વિરમેલો, ત્રણ દંડ-મન, વચનકાય દંડથી વિરમેલો સ્ત્રી સાથે વાત પણ નહીં કરતો, સ્ત્રીના અંગ-ઉપાંગને જોતો ન હોય, શરીરની મમતા ન હોય, અપ્રતિબદ્ધ વિહારી અર્થાત્ વિહારના ક્ષેત્ર કાળ કે વ્યકિત વિશે રાગ ન હોય. મહા-સારા આશયવાળ, સ્ત્રીના ગર્ભમાં વાસ-રહેવાથી ભય પામેલો, સંસારના અનેક દુઃખો તથા ભયથી ત્રાસ પામેલો હોય- - - આવા આવા પ્રકારના ભાવોથી (ગુરુ, સમક્ષ પોતાના દોષ પ્રગટ કરવા આવનાર) આલોચક ને આલોચના આપવી. આલોચકે (પણ) ગુરુએ આપેલ પ્રાયશ્ચિત કરવું - જે ક્રમથી દોષ સેવ્યા હોય તે ક્રમથી પ્રાયશ્ચિત કરવું. 9i6-98ii આલોચના કરનારે માયા, દંભ-શલ્યથી કોઇ આલોચના કરવી નહીં. એ રીતની આલોચનાથી સંસારની વૃદ્ધિ થાય છે.... અનાદિ અનંતકાળથી પોતાના કર્મથી દુમતિવાળા આત્માએ ઘણાં વિકલ્પરૂપ કલ્લોલવાળા સંસાર સમુદ્રમાં આલોચના કરવા છતાં અધોગતિ પામનાર ના નામો કહું તે તું સાંભળ, કે જેઓ આલોચના સહિત પ્રાયશ્ચિત પામેલાં અને ભાવદોષથી કલુષિત ચિત્તવાળા થયા છે. - 9i-102] શલ્યસહિત આલોચના-પ્રાયશ્ચિત કરીને પાપકમ કરનાર નરાધમો, ઘોર-અતિ દુખે સહન કરી શકાય તેવા અતિ દુલ્સહ દુઃખો અનુભવતા ત્યાં રહે છે. ભારે અસંયમ સેવનાર તથા સાધુઓનો તિરસ્કાર કરનાર, દષ્ટિ અને વાણી વિષયે શીલ રહિત તેમજ મનથી પણ કુશીલવાળા, સૂક્ષમવિષયોની આલોચના કરનાર,બીજાએ આમ કર્યું તેનું પ્રાયશ્ચિતું શું?” એમ પૂછી પતે પ્રાયશ્ચિતું કરે થોડી થોડી આલોચના કરે, જરાપણ આલોચના ન કરે, જે દ્રેષ સેવ્યો નથી તેની અથવા લોકના રંજન માટે બીજાના દેખતા આલોચના કરે હું “હું પ્રાયશ્ચિતું કરીશ નહીં " તેમ વિચારીને અથવા કપટપૂર્વક Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org