________________ અધ્યયન-શાલિકા-૧ 363 કુગુરુઓ થશે. હે ભગવંત! કયા કારણથી તેઓ કુગુરુપણું પામશે. હે ગૌતમ્ ! તે કાલે તે સમયે ઋદ્ધિ, રસ અને શાતા. નામાં ત્રણ ગારોને સાધીને થયેલા, મમતા ભાવ અહંકારભાવ રૂ૫ અગ્નિથી જેમના અત્યંતર આત્મા અને દેહ સળગી રહેલા છે. મેં આ કાર્ય કર્યું. મેં શાસનની પ્રભાવના કરી એવા માનસવાળા શાસ્ત્રોના યથાર્થ પરમાર્થ ને ન જાણનાર આચાય ગચ્છનાયકો થશે, આ કારણે તેઓ કુગુરુ કહેવાશે. હે ભગવંત! તે કાલે સર્વે શું એવા પ્રકારના ગણનાયકો થશે? હે ગૌતમ ! એકાંતે સર્વે એવા નહિ થશે. કેટલાક વળી દુરતપ્રાંત લક્ષણવાળા - અધમ- ન દેખવા લાયક, એક માતાએ સાથે જન્મ આપેલા જોડલા પણે જન્મેલા હોય, મર્યાદા વગરના પાપ કરવાના સ્વભાવવાળા, આખા જન્મમાં દુષ્ટ કાર્યો કરનારા, જાતિ રૌદ્ર પ્રચંડ આભિગ્રાહિક મહામોટા મિથ્યાત્વ દ્રષ્ટિને ધારણ કરનારા થશે. હે ભગવંત! તેને કેવી રીતે ઓળખવા? હે ગૌતમ! ઉત્સુત્રઉન્માર્ગ પ્રવર્તાવનાર ઉપદેશ આપનાર કે અનુમતિ જણાવનાર હોય તેવા નિમિત્તોથી તે ઓળખાય છે. [1392] હે ભગવંત ! જે ગણનાયક આચાર્ય હોય તે લગાર પણ આવશ્યકમાં પ્રમાદ કરે ખરા? હે ગૌતમ ! જે ગણનાયક હોય તે વગર કારણે લગાર એક ક્ષણવાર પણ પ્રમાદ કરે તે અવંદનીય ગણાવવા. જેઓ અતિશય મહાન કારણ આવવા છતાં પણ એક ક્ષણવાર પણ પોતાના આવશ્યકમાં પ્રમાદકરતા નથી તે વંદનીય પૂજનીય, દર્શનીય. યાવતુ સિદ્ધ થયેલા બુદ્ધથએલા પારપામેલા ક્ષીણથએલા આઠ કર્મમલવાળા, કમરજ વગરના સમાન જણાવવા. બાકીનો અધિકાર ઘણાં વિસ્તારથી પોતાના સ્થાનકે કહેવાશે? - 13e આ પ્રમાણે પ્રાયશ્ચિત વિધિ શ્રવણ કરીને દીનતા વગરના મનવાળો દોષોને સેવવા યોગ્ય અનુષ્ઠાનો કરતો નથી અને જે સ્થાનમાં જેટલી શક્તિ ફોરવવી પડે તે ફોરવે છે. તે આરાધક આત્મા જણાવેલા છે. [1394-139] જળ, અગ્નિ, દુષ્ટ ફાડી ખાનાર હિંસક જાનવરો, ચોર, રાજા, સર્પ, યોગિનીનાભયો, ભૂત, યક્ષ, રાક્ષસ, ક્ષુદ્ર, પિશાચો, મારી મરકી કંકાસ, કજીયા, વિદ્ગો, રોધ, આજીવિકા, અટવી, સમુદ્રના મધ્યમાં, ફસામણ, કોઈ દુષ્ટ ચિંતવન કરે, અપશુકન, આદિના ભયના પ્રસંગ સમયે આ વિદ્યાનું સ્મરણ કરવું. (આ વિદ્યા મંત્ર-અક્ષર સ્વરૂપે છે. મંત્રાક્ષરનો અનુવાદ થાય નહીં. મૂળ મંત્રાક્ષર માટે અમારું નામ સુતા - મ -31 ના નિતીરં આગમપૃ. 120 જેવું.) 1396] આ શ્રેષ્ઠ વિદ્યા થી વિધિપૂર્વક પોતાના આત્માને સારી રીતે અભિમંત્રીને આ કહીશું તે સાત અક્ષરોથી એક મસ્તક, બંને ખભા, કુક્ષી, પગના તળિયા - એમ સાતે સ્થાને સ્થાપવા તે આ પ્રમાણે :- ડું મસ્તકે, વ ડાબા ખભાની ગ્રીવા, વિષે, ડાબી કૃષિવિયે, ડાબા પગના તળિયા વિષે, જો જમણા પગના તળિયા વિષે, જમણી કુક્ષિ વિષે, દા જમણા ખભાની ગ્રીવા વિષે સ્થાપન કરવા. [1397-1399 દુઃસ્વપ્ન, દુનિમિત્તિ, ગ્રહપીડા, ઉપસર્ગ, શત્રુ કે અનિષ્ટના ભયમાં, અતિવૃષ્ટિ, અનાવૃષ્ટિ, વીજળી, ઉલ્કાપાત, ખરાબ પવન, અગ્નિ, મહાજનનો વિરોધ વગેરે જે કોઈ આ લોકમાં થવાવાળા ભય હોય તે સર્વ આ વિદ્યાના પ્રભાવથી વિનાશ પામે છે. મંગલ કરનાર, પાપ હરણ કરનાર, બીજા સમગ્ર અક્ષય સુખ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org